22 રાજ્યોમાં સંક્રમણનો દર 15 ટકાથી વધારે, આ 6 રાજ્યોમાં સ્થિતિ સુધારા પર
posted on at
- 8 રાજ્યોમાં કોવિડના એક લાખથી વધારે મામલા સામે આવ્યા
- 22 રાજ્યમાં સંક્રમણનો દર 15 ટકાથી વધારે
- 199 જિલ્લામાં કોરોનાના સંક્રમણના દરમાં ગત 2 અઠવાડિયાથી ઘટાડો થયો
22 રાજ્યમાં સંક્રમણનો દર 15 ટકાથી વધારે
સરકારે કહ્યુ કે 8 રાજ્યોમાં કોવિડના એક લાખથી વધારે મામલા સામે આવ્યા છે અને 22 રાજ્યમાં સંક્રમણનો દર 15 ટકાથી વધારે છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોરોનાના મામલામાં ઘટાડો નોંધાયો છે અને સંક્રમણ દરમાં ઘટાડો થયો છે. 199 જિલ્લામાં કોરોનાના સંક્રમણના દરમાં ગત 2 અઠવાડિયાથી ઘટાડો થયો છે.
એક દિવસમાં 20.08 લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી
દેશમાં પહેલી વાર એક દિવસમાં સૌથી વધારે કોરોનાની તપાસ કરાઈ છે. એક દિવસમાં 20.08 લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાં 13.31 ટકા સેમ્પલ સંક્રમિત મળ્યા છે. 3 દિવસ પહેલા આ દર 19 ટકા સુધી નોંધાયી હતી પરંતુ આ હવે આંકડા ઝડપથી નીચે આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યુ કે સરકારની પ્રતિદિન 25 લાખ ટેસ્ટની તૈયારી કરી રહી છે.
જાણો કયા રાજ્યોમાં કેટલા મામલા છે
કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં બુધવારે કોરોનાના ક્રમશઃ 34,281, 34,875, 23,160, 5,246, 34,031 અને 1,209 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે આ રાજ્યોમાં ક્રમશઃ 468, 365, 106, 71, 594 અને 31 લોકોના મોત થયા છે.
કર્ણાટક
કર્ણાટક સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 23,06,655 થઈ છે. જ્યારે 23,306 લોકોના મોત થયા છે. બુધવારે 49953 લોકો સાજા થતા કુલ સાજા થનારાની સંખ્યા 17,24,438 છે. જ્યારે 5,58,890 એક્ટિવ કેસ છે. આજે રાજ્યમાં સંક્રમણ દર 26.46 ટકા રહ્યો જ્યારે મૃત્યુ દર 1.36 ટકા રહ્યો.
તમિલનાડુ
તમિલનાડુ સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં 34,875 નવા કેસ આવતા કોરોનાના કુલ કેસની સંખ્યા 16,99,225 થઈ છે. જ્યારે 365 ના મોત થતા કુલ મોતની સંખ્યા 18,734 છે. બુધવારે 23, 863 લોકો સાજા થતા કુલ સાજા થનારાની સંખ્યા 14,26,915 છે. જ્યારે 2,53,576એક્ટિવ કેસ છે.
આંધ્ર પ્રદેશ
આંધ્ર પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં 23, 160 નવા કેસ આવતા કોરોનાના કુલ કેસની સંખ્યા 14,98,532 થઈ છે. જ્યારે 9,686 લોકોના મોત થયા છે. બુધવારે 24,819 લોકો સાજા થતા કુલ સાજા થનારાની સંખ્યા 12,79,110 છે. જ્યારે 2,09,736 એક્ટિવ કેસ છે.
ગુજરાત
ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં 5246 નવા કેસ આવતા કોરોનાના કુલ કેસની સંખ્યા 7,71,447 થઈ છે. જ્યારે 71ના મોત થતા કુલ 9340 લોકોના મોત થયા છે. બુધવારે 9,001લોકો સાજા થતા કુલ સાજા થનારાની સંખ્યા 6,69,490 છે. સાજા થનારાનો દર 86.78 ટકા છે. જ્યારે 92,617 એક્ટિવ કેસ છે. 742 લોકો વેન્ટિલેટર પર છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં 34,031નવા કેસ આવતા કોરોનાના કુલ કેસની સંખ્યા 54,67,537 થઈ છે. જ્યારે 594 નવા મોત થતા મરાનારાની કુલ સંખ્યા 84371 છે. બુધવારે 51, 457 લોકો સાજા થતા કુલ સાજા થનારાની સંખ્યા 49,78,937 છે. જ્યારે 4,01,695 એક્ટિવ કેસ છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.06 થયો છે.
ગોવા
ગોવાના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં 1209 નવા કેસ આવતા કોરોનાના કુલ કેસની સંખ્યા 1,39,985 થઈ છે. જ્યારે 31 નવા મોત થતા મરાનારાની કુલ સંખ્યા 2,228 છે. બુધવારે 2,160 લોકો સાજા થતા કુલ સાજા થનારાની સંખ્યા 1,14,793 છે. જ્યારે 22,964, એક્ટિવ કેસ છે.
No comments:
Post a Comment