તૌકતે પછી વધુ એક વાવાઝોડાની ચેતવણી, 23થી 25 મે વચ્ચે બંગાળની ખાડીમાં ટકરાશે યશ
કોલકાતા: તૌકતે વાવાઝોડા પછી હવે વધુ એક વાવાઝોડુ ભારતમાં આવી રહ્યુ છે. કોલકાતાના હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી છે કે સુપર સાઇક્લોન 23 મેથઈ 25 મે વચ્ચે સુંદરવન વિસ્તારમાં દસ્તક આપી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ઓમાન દ્વારા આ ચક્રવાતી વાવાઝોડાને યશ નામ આપવામાં આવ્યુ છે, જેની તીવ્રતા અમ્ફાનની બરાબર હોઇ શકે છે, જે ગત વર્ષે 19 મેએ લોકડાઉન દરમિયાન કોલકાતા અને આસપાસના વિસ્તારને નષ્ટ કરી દીધો હતો.
જોકે, કોલકાતાનું હવામાન વિભાગ હવાની દિશા અને ગતિ વિશે નિશ્ચિત નથી પરંતુ તેમણે કહ્યુ કે પૂર્વી મધ્ય ખાડી અને તેની આસપાસના વિસ્તારમાં એક ઓછુ દબાણ બનેલુ છે અને જેમ જેમ દરરોજ તેની તાકાત વધી રહી છે, અઠવાડિયાના અંત સુધી લેન્ડફોલ બન્યા પહેલા આ એક સુપર સાઇક્લોનમાં બદલાઇ શકે છે.
IMDએ કહ્યુ કે 23 મે, 2021ની આસપાસ પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર એક ઓછુ દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. જોકે, અધિકારીઓનું કહેવુ છે કે સુંદરબનના રસ્તે જમીન પર પ્રવેશ કર્યા બાદ તોફાન બાંગ્લાદેશ તરફ વધી શકે છે.
વાવાઝોડાને પગલે હવામાન વિભાગે પહેલા જ માછીમારોને 23 મેએ દરિયામાં ના જવાની ચેતવણી આપી છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે ડિપ્રેશન બનવાથી કોલકાતા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા સહિત ગંગીય પશ્ચિમ બંગાળના વિસ્તારમાં તાપમાન વધી રહ્યુ છે અને વધુ તેના વધવાની સંભાવના છે.
હવામાન વિભાગે કહ્યુ, છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં પાંચ ડિગ્રીનો વધારો થયો છે અને આગામી કેટલાક દિવસમાં તેના 40 ડિગ્રી સુધી પહોચવાની સંભાવના છે.
આ એક મહિનામાં ભારતમાં બીજુ વાવાઝોડુ હશે. તૌકતે વાવાઝોડુ ગુજરાત, મહારાષ્ટ્ર, દિવમાંથી પસાર થયુ હતું જેને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા જ્યારે ગુજરાતમાં 45થી વધુ લોકોના મોત થયા હતા. આ તોફાન રાજસ્થાન તરફ વધી રહ્યુ છે.
No comments:
Post a Comment