દેશમાં 24 કલાકમાં 3.23 લાખ નવા કોરોના કેસ, 2,771 દર્દી મહામારી સામે હાર્યા જંગ
સરકારની ઘરોમાં પણ માસ્ક પહેરવા અને મહેમાનોને નહીં બોલાવવા લોકોને અપીલ
સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં પાળનારી એક વ્યક્તિ મહિનામાં 406ને ચેપ લગાડે છેઃ સરકાર
નવી દિલ્હીઃ ભારતમાં નિરંકુશ કોરોનાના છેલ્લા 24 કલાકમાં સતત 3 લાખથી વધુ કેસ (Corona India Live)આવ્યા જ્યારે પોણા ત્રણ હજાર લોકો આ મહામારી સામે જંગ હારી ગયા. જો કે કોરોના સામેના જંગમાં દેશમાં અત્યાર સુધી 14.52 કરોડથી વધુ લોકોને રસી આપી દેવાઇ છે.
સરકારનું કહેવું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહી કરનાર એક વ્યક્તિ 30 દિવસમાં 406 લોકોને ચેપ લગાડી શકે છે. તેથી કોરોનાને રોકવા માટે ઘરમાં પણ માસ્ક પહેરવાની અને મહેમાનોને ઘરે નહીં બોલાવવાની સરકારે લોકોને અપીલ કરી છે.
કુલ કેસોની સંખ્યા 1,76,36,307 પર પહોંચી
ખરાબ થતી સ્થિતિ વચ્ચે સોમવારે સરકારી આંકડા બહાર પડ્યા. જે મુજબ દેશમાં રવિવારે 3,23,144 નવા કેસ નોંધાયા. કુલ કેસો (Corona India Live)ની સંખ્યા 1,76,36,307 પર પહોંચી છે. જ્યારે એક દિવસમાં 2,771 લોકોના મોત થયા. આ સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,97,894 થઇ ગયો.
હજુ દેશમાં 28,82,204 એક્ટિવ કેસ છે. જ્યારે 1,45,56,209 લોકો સાજા પણ થઇ ગયા. દરમિયાન કુલ 14,52,71,186 લોકોને કોરોનાની રસી આપી દેવાઇ છે. જેમાંથી છેલ્લા 24 કલાકમાં 33,59,963 લોકોને રસી અપાઇ. બંને ડોઝની વાત કરીએ તો અત્યાર સુધી 2,39,10,177 લોકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ લીધા.
આ સાથે સરકારે લોકોને ભયભીત નહીં થવાની અપીલ કરતા કહ્યું કે મોડિકલ ઓક્સિનની સપ્લાયની સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશમાં છેલ્લા ઘણા દિવસોથી રોજ ત્રણ લાખથી વધુ કેસો આવવાને કારણે હોસ્પિટલો પર દબાણ વધી રહ્યું છે. ઓક્સિજન અને બેડની અછતની ફરિયાદો વિવિધ રાજ્યોમાંથી આવી રહી છે.
રશિયાની સ્પુત્નિક-vનો પ્રથમ જથ્થો ક્યારે આવશે
પ્રાપ્ત અહેવાલ મુજબ રશિયાની સ્પુત્નિક-વી રસીનો પ્રથમ જથ્થો દેશમાં એક મેના રોજ આવી જશે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફ્ંડ(RDIF)ના સીઇઓ કિરિલ દમિત્રિએવે આ અંગે માહિતી આપી. જો કે સ્પુત્નિક વીના કેટલા ડોઝ આવશે. તેની માહિતી હજુ અપાઇ નથી. સ્પુત્નિક ભારતમાં વપરાશ માટે મંજૂરી અપાયેલી પ્રથમ વિદેશી રસી છે.
દેશમાં હજુ પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા કેસો નોંધાઇ રહ્યા છે. જો કે રાહતની વાત એ છે કે ત્યાં સંક્રમિત કેસ કરતા રોજના રિકવરી કેસોની સંખ્યા વધી રહી છે. સોમવારે રાજ્યમાં 48,700 નવા કેસ નોંધાયા. તો 71,736 લોકો સાજા પણ થઇ ગયા. 525 લોકોનાં મોત થયાં. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 43.43 લાખ લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા. તેમાંથી 36.01 લાખ લોકોએ રિકવરી મેળવી લીધી. કુલ 65,284 લોકોના મોત થયા છે. હજુ 6,74,770 લોકો સારવાર હેઠળ છે.
ગુજરાતમાં એક દિવસમાં 14340 નવા કેસ નોંધાયા
ગુજરાતમાં સોમવારે 14340 નવા કેસ (Corona India Live)નોંધાયા. પરંતુ તેના કરતા અડધા એટલે કે 7,727 લોકો સાજા થયા. 158 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધી કુલ 5.10 લાખ લોકો સંક્રમિત થયા. તેમાંથી 3,82 લાખ સાજા થયા. કુલ 6,486 લોકોએ જીવ ગુમાવ્યા. હજુ 1,21,461 લોકો હોસ્પિટલોમા સારવાર લઇ રહ્યા છે.
No comments:
Post a Comment