ચારણ સાહિત્યના કવિ દાદનું 82 વર્ષની વયે નિધન

ગાંધીનગર: ચારણ સાહિત્યના કવિ દાદનું સોમવારે 82 વર્ષની વયે નિધન થયુ છે. વેરાવળ નજીક ઇશ્વરીયા ગામમાં જન્મેલા દાદુદાન પ્રતાપદાન ગઢવીનું આ વર્ષે જ ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી સમ્માન જાહેર કરવામાં આવ્યુ હતું. ગરવા ગિરનારના લોક સાહિત્યકાર કવિ દાદના નિધનથી કલાકારો, કસબીઓ અને તેમના ચાહકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
કવિની સાથે સાથે તે ઉમદા લેખક, ગાયક અને વક્તા પણ હતા, તેમની રચનાઓનો ટેરવા નામનો ગ્રંથ 8 ભાગમાં પ્રકાશિત થયો છે. કવિ દાદે 15થી વધારે ગુજરાતી ફિલ્મો માટે ચિરસ્મરણીય ગીતો લખ્યા હતા. કન્યા વિદાયનું ગીત કાળજા કેરો કટકો, ગાંઠથી છૂટી ગયો તેમની અમર રચના ગણાય છે.
હિરણ હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી જેવા ગીતો કવિ દાદે લખ્યા હતા. માત્ર ચાર ધોરણ સુધી ભણેલા 82 વર્ષીય દાદના સર્જન પર સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પીએચડી સંશોધનો પણ કરેલા છે.
કવિ દાદને પદ્મ શ્રી સિવાય ગુજરાત ગૌરવ તથા ઝવેરચંદ મેઘાણી એવોર્ડ પણ એનાયત કરવામાં આવી ચુક્યા છે.
No comments:
Post a Comment