
નિર્ણય / UP રાજનીતિની મોટી ખબર, CM યોગી આદિત્યનાથને લઈને ભાજપે લીધો આ મોટો નિર્ણય
posted on at
- સીએમ યોગી આદિત્યનાથની આગેવાનીમાં લડાશે યુપી ચૂંટણી
- 2022 માં યુપીમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી
- યુપી કેબિનેટનું ફેરબદલ પણ નહીં થાય
- ભાજપને યોગી આદિત્યનાથ પર પૂરો ભરોસો
યુપીની રાજનીતિને લઈને આ એક મોટી ખબર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિધાનસભાની ચૂંટણી અંગે ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ તૈયાર કરાઈ રહ્યાં છે અને તેના પ્રદર્શનને આધારે જ ટિકિટ ફાળવવામાં આવશે. યોગી મંત્રીમંડળના વિસ્તરણની અટકળોની વચ્ચે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાધામોહન સિંહે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી. બન્નેની વચ્ચે લગભગ અડધો કલાક સુધી ચર્ચા ચાલી.
યુપીમાં ભાજપની દોડાદોડ શરૂ
ભારતના રાજકારણમાં ઉત્તરપ્રદેશ સૌથી મહત્વપૂર્ણ રાજ્ય ગણાય છે, ભારતની સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્યમાં લોકસભાની સૌથી વધારે બેઠકો આવેલી છે ત્યારે મહામારી બાદ 2022માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સારું પ્રદર્શન ન કરે તો દિલ્હીનું સિંહાસન સાચવવું ભારે પડી જાય. એવામાં ભાજપની અંદર ભારે ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલા લખનૌમાં પાર્ટીની બેઠક બાદ હવે માનવામાં આવી રહ્યું છે કે યુપી પાર્ટીમાં થોડા ઘણા ફેરફાર કરે તેવી શક્યતા છે.
રાજ્યપાલ સાથે સૂચક મીટિંગ
ઉત્તરપ્રદેશની અંદર રાજકીય હલચલની વચ્ચે આઆજે યુપીના ભાજપ પ્રભારી રાધા મોહનસિંહે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર તેમણે રાજ્યપાલને બંધ કવર સોંપ્યું છે. બેઠક બાદ રાધામોહન સિંહે જે નિવેદન આપ્યું તે બાદથી પાર્ટીની અંદર હલચલ એકદમથી વધી ગઈ છે.
ઘણા દિવસથી લખનૌમાં મીટિંગોનો દોર વધ્યો
રાધા મોહન સિંહે કહ્યું યોગી આદિત્યનાથ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને કેબિનેટમાં જે પદ ખાલી પડ્યા છે તેને ભરવા મુદ્દે મુખ્યમંત્રી જ યોગ્ય સમય પર નિર્ણય લેશે. રાધામોહનના આ નિવેદન બાદ યુપીના મંત્રીમંડળમાં મોટા ફેરબદલ થાય તે વાતોને હવા મળી રહી છે. તેમણે શનિવારે પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ તથા મહામંત્રી સુનિલ બંસલ સાથે પણ મુલાકાત કરી હતી.
No comments:
Post a Comment