Pages

Search This Website

Monday, January 24, 2022

પોસ્ટ વિભાગની અનોખી યોજના: દીકરીઓના વિકાસના ખોલશે દ્વાર, તમને મળશે લાભ





પોસ્ટ વિભાગની અનોખી યોજના: દીકરીઓના વિકાસના ખોલશે દ્વાર, તમને મળશે લાભ



પોસ્ટ વિભાગની અનોખી યોજના: દીકરીના માબાપને કરશે ચિંતા મુક્ત, આપશે સમૃદ્ધિ



24 મી જાન્યુઆરી એ ભારત સરકાર ભારત ટપાલ વિભાગ ‘ રાષ્ટ્રીય બાલિકા દિવસ ‘ તરીકે ઉજવે છે

આ દિવસે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લેવા મટે ટપાલ વિભાગ વિશેષ યોજના લઈને આવે છે. આ યોજના શું છે? કઈ રીતે કામ કરે છે? તમને શું રિટર્ન મળે? ને કેટલું વ્યાજ મળે એ વિશે જાણીએ આગળ….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી, 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થશે.

આ યોજનમાં માતા પિતા ઉપર કન્યાના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો કરવામાં સરકારની સુકન્યા સમૃધ્ધિ યોજનામાં ખૂબ લાભ થાય છે. એક વર્ષની બાળકી હોય ત્યારથી આપ એના માટે ફક્ત ૧૦૦૦/- રૂપિયાનું સેવિંગ કરો તો વધુ સારા વ્યાજ સાથે એ રૂપિયા એના ઉચ્ચ અભ્યાસ માટે અને લગ્નના ખર્ચમાં પણ કામ લાગે છે. દીકરીના માતા પિતા એ આ યોજનાનો ખૂબ લાભ લીધો છે. જો આપ હજુ આમાં નામ દાખલ નથી કર્યું તો આપના માટે જાણવા જેવું આગળ છે…


ખાતુ ખોલાવવા માટે…

– આપના નજીકની પોસ્ટ ઓફિસ નો સંપર્ક કરો.

– તે લોકો એક ફોર્મ આપશે તે ભરી અને આપ ખાતુ ખોલાવી શકો છો.

ફોર્મ ની પ્રાથમિક માહિતી મળી રહે એ માટે ફોર્મ નં ફોટોઝ મૂક્યા છે.



દર મહિને કેટલાં ભરી શકાય?

– દર મહિને ઓછામાં ઓછાં વાર્ષિક હજાર ભરી શકો અને વધારામાં વધારે ૧.૫૦ લાખ. જો વાર્ષિક ૧૨૦૦૦ એટલે કે મહિને ૧૦૦૦ રૂપિયા ભરી તો કેટલું ભરવું પડે અને કેટલું મળે એનું ટેબલ અહીં નીચે ઈમેજ માં મૂકેલું છે.



શું મળે છે વ્યાજ?

– કયા વર્ષે કેટલાં રૂપિયા ભરવા પડે અને કેટલાં મળી શકે એ પણ નીચે ઈમેજ માં જોઈ શકાશે…

શું ડોક્યુમેન્ટ જોઈશે?

– માતા-પિતાનો ફોટોગ્રાફ
– માતા-પિતાના આધારકાર્ડ
– દીકરીના જન્મનો દાખલો તથા હોય તો આધારકાર્ડ
– દીકરીનો ફોટોગ્રાફ

વિશેષ બાબતો –

– તમારે રકમ ૧૪ વર્ષ સુધી ભરવાની રહે છે અને એ રકમ ૨૧ વર્ષે મળે છે. પાકતી મુદ્દતે.
– આ રકમ વચ્ચે ક્યારેય ઉપાડી શકાતી નથી.
– આ ખાતુ PPF પ્રમાણે જ કામ કરે છે.

સરકારી તંત્રના નિર્ણયોમાં ફેરફારો થવાની શક્યતાઓ હોય શકે. અમે અત્યારની લેટેસ્ટ વિગતો મેળવવાનો પ્રયાસ કરીને આપની સામે આપના લાભની વાત કરી છે. વિશેષ વિગતો પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ અને જાણવી.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment