Pages

Search This Website

Tuesday, June 1, 2021

તમારા કામનુ / Alert! SBIમાં ખાતુ છે તો 30 જૂન પહેલા કરી લેજો આ કામ નહીતર ખાતુ...




તમારા કામનુ / Alert! SBIમાં ખાતુ છે તો 30 જૂન પહેલા કરી લેજો આ કામ નહીતર ખાતુ...




જો તમારુ ખાતુ SBI બેન્કમાં છે તો આ સમાચાર તમારા માટે ખુબ કામના છે. 30 જૂન પહેલા આ કામ નહી કરો તો તમારા અકાઉન્ટને લઇને તકલીફ ઉભી થશે.
SBIએ ગ્રાહકોને કર્યા સાવધાન
આ કામ નહી થાય તો ખાતું એક્સેસ કરવામાં થઇ શકે તકલીફ
બેન્કે ટ્વિટ કરીને ગ્રાહકોને આપી સૂચના




ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પેન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 નક્કી કરી છે. જો તમે 30 જૂન સુધી આવું નહી કરો તો તમારુ પાનકાર્ડ નિષ્ક્રિય થઇ જશે અને બાદમાં તમે જ્યારે રિએક્ટિવેટ કરાવવા જશો તો 1000 રૂપિયા દંડ આપવો પડશે. બેન્કે કર્યુ ટ્વિટ

બેન્કે
આ વાત પર ટ્વિટ કર્યુ છે અને કહ્યું છે કે અમે પોતાના ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે, કોઇ પણ અસુવિધાથી બચવા માટે પાનકાર્ડને આધારથી લિંક કરાવી દો અને બેન્ક સેવાનો આનંદ લેતા રહો.

આ રીતે કરો પૅન કાર્ડને આધાર સાથે લિંક
સૌથી પહેલા ઇન્કમ ટેક્સની ઓફિશીયલ સાઇટ પર જાઓ અને લિંક આધાર પર ક્લિક કરો
બાદમાં ક્લિક હિયર પર ક્લિક કરો અને નીચે આપેલા બોક્સમાં પૅન, આધાર નંબર અને આપેલ કેપ્ચા ટાઇપ કરો
દરેક બોક્સને ભર્યા બાદ લિંક આધાર પર ક્લિક કરો
આ પ્રોસેસમાં નામ કે નંબરમાં કોઇ પણ પ્રકારની ભૂલ ન કરશો.
આ સિવાય પૅન સેન્ટર જઇને પણ આધાર સાથે લિંક કરાવી શકાય છે. જેના માટે 25 રૂપિયાથી લઇને 110 રૂપિયા સુધી પૈસા લાગી શકે છે.




લિંક ન થવા પર પૅનકાર્ડ થઇ જશે ઇનવેલિડ
પૅન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે જો તમે લિંક નહી કરાવો તો તમારા પૅન કાર્ડને ઇનવેલિડ કરી દેવામાં આવશે. જો આવું થશે તો તમારા ઘણા બધા કામ અટકી જવાની સંભાવનાઓ વધી જશે. તમારી પાસે પૅન કાર્ડ હોવા છતાં તમે કોઇ જ કામ નહી કરી શકો.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment