Pages

Search This Website

Sunday, May 30, 2021

ત્રીજી લહેરમાં વાયુ પ્રદુષણ ભળશે તો કોરોના વધુ ઘાતક સાબિત થશે




ત્રીજી લહેરમાં વાયુ પ્રદુષણ ભળશે તો કોરોના વધુ ઘાતક સાબિત થશે







કોરોનાથી બચવા વાયુ પ્રદુષણ કાબુમાં રાખવું અતિ જરૂરી

ઓક્ટોબરમાં સળગાવાતી પરાળી, વધી રહેલા પ્રદુષણ મુદ્દે વાયુ ગુણવત્તા આયોગની મહત્ત્વની બેઠક યોજાશે

નવી દિલ્હી : કોરોના સંક્રમણની ત્રીજી લહેરની શક્યતાઓને લઇને વાયુ ગુણવત્તા આયોગ પણ એલર્ટ થઇ ગયું છે. આયોગનું માનવું છે કે જો કોરોનાની ત્રીજી લહેર દરમિયાન વાયુ પ્રદુષણ કન્ટ્રોલમાં ન રહ્યું તો માનવ સ્વાસ્થ્ય પર તેની બેવડી વિપરીત અસર જોવા મળી શકે છે. જેને ધ્યાનમાં રાખીને આયોગે ચાર જૂનના રોજ વિશેષ બેઠક પણ બોલાવી હતી.

આ વર્ચ્યુઅલ બેઠકનો એજંડા કોરોના કાળ તેમજ શીયાળામાં એનસીઆર સહિત પર્વતિય ક્ષેત્રોમાં હવા સાફ રાખવાની રણનીતિ તૈયાર કરવાનો રહેશે. પુનર્ગઠન બાદ આયોગની આ પહેલી બેઠક છે.

જેમાં દરેક 18 સભ્યો સામેલ થશે. જોકે પુનર્ગઠન બાદ 18 સભ્યો વાળા આયોગને વધારીને 21 સભ્યો વાળુ આયોગ બનાવી દેવામાં આવ્યું છે. સપ્ટેમ્બરથી જ એનસીઆરના હવામાનમાં બદલાવ અને વાયુ ગુણવત્તા ખરાબ થવાની શરૂઆત થઇ જતી હોય છે.

ઓક્ટોબર મહિનામાં પરાળી સળગાવવાની ઘટના પણ જોર પકડવા લાગે છે. જે દરમિયાન વાયુ ગુણવત્તા ખરાબ થવા લાગે છે. આયોગનું માનવુ છે કે કોરોના સંક્રમણ સીધા ફેફસા પર અસર કરે છે. ઉપરથી પ્રદુષિત વાયુથી લોકોની પરેશાની વધવા લાગે છે.

એવામાં એ વાતને લઇને આયોગ મંથન કરશે કે કોરોના કાળમાં પ્રદૂષણને કેવી રીતે અટકાવી શકાય. એવી ચર્ચા છે કે આ બેઠકમાં પરાળી સળગાવવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. સાથે જ વાયુ પ્રદુષણ ન વધે તેના પર પણ ચર્ચા કરવામાં આવશે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment