Search This Website

Thursday, August 17, 2023

Pilot Talim Loan Yojana। પાયલોટ તાલીમ લોન યોજના 2023

 Pilot Talim Loan Yojana। પાયલોટ તાલીમ લોન યોજના 2023

Pilot Talim Loan Yojana। પાયલોટ તાલીમ લોન યોજના 2023


Are You Looking For Pilot Talim Loan Yojana @ esamajkalyan.gujarat.gov.in। શું તમે પાયલોટ તાલીમ લોન યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ગુજરાત પાયલોટ તાલીમ લોન યોજના 2023 વિષે પુરી જાણકારી જનાવવમાં આવી છે તો અંત સુધી વાંચવા માટે વિનંતી.

ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતી વર્ગો માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. જે ઉમેદવાર અનુસૂચિત જાતિનો છે અને તેઓને કોમર્શિયલ પાયલોટની તાલીમ લેવી હોય તો તેમના માટે આ લોન સ્વરૂપે યોજના શરૂ કરવામાં આવી છે.

તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે લોન મેળવવા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમજ તેમાં કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે. તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

પાયલોટ તાલીમ લોન યોજના વિષે ટૂંકમાં માહિતી



આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ગુજરાત માં વસવાટ કરતા અનુસૂચિત જાતિ વર્ગના ઉમેદવાર માટેની આ યોજના છે. આ યોજના થકી પાઇલોટ માં જવા ઇચ્છતા યુવાનો માટે તાલીમ યોજના થકી તેમને રૂપિયા ૨૫,૦૦,૦૦૦/- ની લોન આપવામાં આવે છે. આ લોન ૪ ટકા ના વ્યાજદારે આપવામાં આવે છે.

ગુજરાત સરકારની એક અનોખી યોજના વિદ્યાર્થીઓને પાયલોટ બનવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ યોજના તેમને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પાયલોટ બનવાની તક પૂરી પાડે છે. ગુજરાતના રહેવાસી તમામ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ આ યોજના માટે અરજી કરી શકે છે.

Table of Pilot Talim Loan Yojana

યોજનાનું નામકોમર્શિયલ પાયલોટ તાલીમ લોન યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત સરકાર દ્વારા
વિભાગનિયામક અનુસૂચિત જાતી કલ્યાણ
લાભાર્થીઅનુસૂચિત જાતિના ના ઉમેદવાર
મળવાપાત્ર સહાય્૨૫ લાખ સુધીની લોન
સત્તાવાર વેબસાઇટesamajkalyan.gujarat.gov.in
જિલ્લા હેલ્પલાઈન નંબર07923256959

કોમર્શિયલ પાયલોટ તાલીમ લોન યોજના

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પાઇલોટ તાલીમ ગુજરાત માટે લોન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. લોન સહાય આપવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરાયેલી યોજના રૂ. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત અને પાઇલોટ તરીકે તૈયાર કરવા માટે 4% વ્યાજ દરે 25 લાખ.

લોનની રકમના વિતરણની તારીખથી એક વર્ષ પછી ચુકવણી શરૂ થાય છે. અનુસૂચિત જાતિ કલ્યાણ કાર્યાલય અથવા રાષ્ટ્રીયકૃત બેંકમાં અરજી ફોર્મ મેળવી અને સબમિટ કરી શકાય છે. યોજનાને સત્તાવાર રીતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પાઇલોટ તાલીમ માટે લોન સહાય તરીકે નામ આપવામાં આવ્યું છે.

Purpose of Pilot Talim Loan Yojana

આ યોજનાનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિના ઉમેદવાર ને લોન ની સહાય થી કોમર્શિયલ પાયલોટ ની તાલીમ આપવાનો છો. ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતી વર્ગો માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે.

જે ઉમેદવાર અનુસૂચિત જાતિનો છે અને તેઓને કોમર્શિયલ પાયલોટની તાલીમ લેવી હોય તો તેમના માટે આ લોન સ્વરૂપે યોજના શરૂ કરવામાં આવી છે. કુલ ૨૫ લાખ સુધીની લોન આપવામાં આવે છે. આ લોન ૪ ટકા ના વ્યાજ દરે આપવામાં આવે છે.

પાયલોટ તાલીમ લોન યોજનાનો કોણ-કોણ લાભ લઈ શકે?

કોમર્શિયલ પાયલોટ તાલીમ લોન યોજના નો લાભ લેવા માટે નીચે મુજબ શરતો છે:

  • ઉમેદવાર અનુસૂચિત જાતિ વર્ગનો હોવો જરૂરી છે.
  • ઉમેદવારે ધોરણ ૧૦ અથવા ૧૨ ની પરીક્ષા પાસ કરેલી હોવુ જોઈએ.
  • આવી તાલીમ આપનાર દેશ/વિદેશની સંસ્થાએ તાલીમાર્થીના પ્રવેશ માટે જે શરતો નક્કી કરી હોય તે તથા આવી તાલીમ માટે જરૂરી તમામ પ્રમાણપત્રો જેવા કે મેડિકલ સર્ટિફિકેટ ફિટનેસ સર્ટિફિકેટ વગેરે મેળવેલ હોવા જોઈએ.
  • તાલીમાર્થી વિદેશની જે સંસ્થામાં તાલીમ મેળવે તે સંસ્થા તમામ દેશની સરકાર દ્વારા આવી તાલીમ આપવા માટે માન્ય થયેલી હોવી જોઈએ તથા આવી તાલીમ બાદ મેળવવામાં આવતા કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ સ્વીકૃત કરાવવા માટે તાલીમાર્થીએ જરૂરી કાયદેશરની કાર્યવાહી એક વર્ષની અંદર પુરી કરવાની રહશે.
  • આ યોજના નીચે આપવામાં આવતી રકમ તાલીમ માટે ખરેખર જેટલી રકમની પૂરતી મર્યાદિત રહેશે. ભારતમાં તાલીમ માટે રકમમાં ટ્યૂશન ફી તથા અન્ય આનુસંગિક ખર્ચનો સમાવેશ થશે. આ બાબતમાં નિયામકશ્રી, અનુસૂચિત જાતી કલ્યાણનો નિર્ણય આખરી ગણાશે.
  • વિદેશમાં તાલીમ લેવા ઈચ્છતા તાલીમાર્થીઓને આ યોજના હેઠળની રકમ ચૂકવતી વખતે RBI દ્વારા નિયત થયેલા વિનિમય દરે સહાયની રકમ ચૂકવવામાં આવશે અને ઉમેદવારના ભથ્થામાં RBI જેટલા પ્રમાણમાં તાલીમ ફી, નિર્વાહ ભથ્થા અને શરૂઆતના સાધનો માટેના ભથ્થાઓ મંજુર કરશે તેટલા પ્રમાણમાં જ લોન મંજુર થઈ શકશે.
  • અરજદારને મંજુર કરવામાં આવેલ લોન નિયમિત ભરપાઈ કરવામાં કસૂર થશે તો ચડતર હપ્તાઓ સામે ૨.૫ ટકા લેખે વ્યાજ લેવામાં આવશે.
  • એક સધ્ધર જામીન રજુ કરવાનો રહેશે.
  • ઉમેદવારે આ લોન ની સંપૂર્ણ રકમ ૧૨ મહિનામાં ચૂકવાની રહેશે.

Benefits Of Pilot Talim Loan Yojana

ગુજરાત માં વસવાટ કરતા અનુસૂચિત જાતિ વર્ગના ઉમેદવાર માટેની આ યોજના છે. આ યોજના થકી પાઇલોટ માં જવા ઇચ્છતા યુવાનો માટે તાલીમ યોજના થકી તેમને રૂપિયા ૨૫,૦૦,૦૦૦/- ની લોન આપવામાં આવે છે. આ લોન ૪ ટકા ના વ્યાજદારે આપવામાં આવે છે.

Pilot Talim Loan Yojana માટે જરૂરી ડૉક્યુમેન્ટ

કોમર્શિયલ પાયલોટ તાલીમ લોન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ નીચે મુજબ છે:

  • આધારકાર્ડ
  • આવકનો દાખલો
  • અરજદારનો જાતિનો દાખલો
  • શાળા છોડયાનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજલી બિલ,લાઇસન્સ,ભડાકરાર,રેશનકાર્ડ,ચૂંટણીકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • બેન્ક પાસબુક
  • જમીનનો 7/12 ના ઉતારા
  • જમીનદાર ના મિલકતના વેલ્યુએશન સર્ટિફિકેટ
  • સ્વીકૃતિ પત્ર (નિયત રૂ 50 ના સ્ટેમ્પ પર
  • ધોરણ 10 અથવા તેનાથી આગળ કરેલ અભ્યાસ ની માર્કશીટ
  • ઉમેદવારનું જમીન ખત
  • ઉમેદવારનું સોગંધનામુ
  • લોન ભરપાઈ કરવા માટે પત્રતા નો દાખલો
  • પાસપોર્ટ (જો વિદેશમાં તાલીમ લેવાની હોય તો)
  • વિઝા (જો વિદેશમાં તાલીમ લેવાની હોય તો)
  • વિદેશમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ ઓછામાં ઓછી પાંચ વર્ષ ભારતમાં સેવા આપશે તે અંગેની લેખિત બાંહેધરી રજુ કરવી.(₹.૧૦૦ ના સ્ટેમ્પ ઉપર)
  • જમીનદાર ના જામીન ખત નો નમૂનો

પાયલોટ તાલીમ લોન યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

કૉમર્શિઅલ પાઇલોટ તાલીમ લોન યોજના માટે અરજી નીચે મુજબ કરી શકાય:

  • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે ઈ-સમાજ કલ્યાણ ની ઓફિશ્યિલ વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in પર જવાનું રહેશે.
  • ત્યાર પછી નીચે મુજબ પેજ ખુલશે
  • ઉપર જણાવ્યા પ્રમાણે “New User” પર ક્લિક કરવાનું રહેશે. તેમજ સૌપ્રથમ નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ત્યાર બાદ નવું રજીસ્ટ્રેશન કરશો એટલે નીચે મુજબ પેજ ખુલશે.
  • ઉપર જણાવ્યા પ્રમાણે બધીજ તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • ઉપર મુજબ બધી જ માહિતી ભરીને સબમિટ કરવાનું રહેશે. ત્યાર પછી Id અને Password તમારા મોબાઈલ માં આવશે.
  • ત્યાર પછી તે Id અને Password થી ઉપર દર્શાવ્યા પ્રમાણે લોગીન કરવાનું રહેશે.
  • તમે લોગીન કરશો એટલે ઉપર મુજબ પેજ ખુલશે અને તેમાં ઘણી બધી યોજનાઓ જોવા મળે છે.
  • તેમાથી “કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન” યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે સૌપ્રથમ 1.વ્યક્તિગત માહિતી. 2.અરજદારની અન્ય વિગત. 3.ડોકયુમેન્ટ અપલોડ. 4.એકરાર.
  • ઉપર જણાવ્યા પ્રમાણે બધીજ પ્રોસેસ કરની લાસ્ટ માં બાંહેધરી આપવાની રહેશે.
  • ત્યાર બાદ અરજી લાસ્ટ માં સબમિટ કરવાની રહશે. અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં અરજી નંબર આવી જશે. તે અરજી નંબર થી તમે અરજીનું સ્ટેટ્સ ચેક કરી શકો છો.

Important Link

અરજી કરવા માટેઅહીં ક્લીક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લીક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લીક કરો

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Pilot Talim Loan Yojana । પાયલોટ તાલીમ લોન યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

No comments:

Post a Comment