10 પાસ માટે સરકારી નોકરી : ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, જાણો સંપૂર્ણ માહિતી
10 પાસ માટે સરકારી નોકરી : ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 જાહેર, ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક માટે ટોટલ 30041 જગ્યાઓનું નોટીફીકેશન જાહેર કર્યું છે, જેમાં ગુજરાત સર્કલ માટે ગ્રામીણ ડાક સેવક માટે 1850 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023
ધોરણ 10 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવાર માટે સારા સમાચાર આવી રહ્યા છે, હાલમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 જાહેર કરવામાં આવીછે, જેમાં ભારત ભરમાં 30041 જગ્યાઓ માટે અરજી આમંત્રિત કરવામાં આવીછે, આ ભરતીમાં ગુજરાત સર્કલ માટે ટોટલ 1850 જગ્યાઓનો સમાવેશ થાય છે.
10 પાસ માટે સરકારી નોકરી
ગુજરાત પોસ્ટ સર્કલ માટે બ્રાંચ પોસ્ટ માસ્ટર (BPM) અને સહાયક શાખા પોસ્ટ માસ્ટર (ABPM) / ડાક સેવક પોસ્ટ માટે અરજીઓ માંગવામાં આવી છે.
પરીક્ષા વગર સીધી ભરતી
લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડ માંથી ધોરણ 10 (મેટ્રિક અથવા ઉચ્ચતર માધ્યમિક) પરીક્ષા પાસ તેમજ કોમ્પ્યુટર જ્ઞાન લાયકાત વાળા ઉમેદવારો 23 ઓગષ્ટ સુધીમાં અરજી કરી શકશે.
વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ છે. તેમજ અનામત વર્ગના ઉમેદવારોને પોસ્ટ વિભાગના નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.
ત્યારબાદ અરજી ફી ની વાત કરીએ તો મહિલા / SC / ST PwD ઉમેદવાર માટે કોઈ અરજી ફી નથી, અને અન્ય ઉમદવારો માટે 100 રૂપિયા ફી છે.
પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પોસ્ટ વિભાગમાં ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી માટે કોઈ ટેસ્ટ કે ઈન્ટરવ્યું નથી, દેશભરના પોસ્ટ વિભાગના વિવિધ વર્તુળો અનુસાર ઉમેદવારોના 10માં ધોરણના ગુણના આધારે મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે. આ મેરીટ લીસ્ટ મુજબ ઉમેદવારોને સબંધિત પોસ્ટલ સર્કલ દ્વારા નિર્ધારિત સમયપત્રક મુજબ દસ્તાવેજ ચકાસણી માટે આમંત્રિત કરવામાં આવશે.
જીલ્લા વાઈઝ જગ્યાઓનું લીસ્ટ
જીલ્લાઓ | ખાલી જગ્યાઓ |
અમદાવાદ સીટી | 45 |
ગાંધીનગર | 118 |
નવસારી | 80 |
આર.એમ.એસ. ડબ્લ્યુ | 10 |
અમરેલી | 93 |
ગોંડલ | 49 |
પંચમહાલ | 7 |
સાબરકાંઠા | 100 |
આણંદ | 15 |
જામનગર | 69 |
પાટણ | 79 |
સુરત | 54 |
બનાસકાંઠા | 103 |
જુનાગઢ | 71 |
પોરબંદર | 39 |
સુરેન્દ્રનગર | 77 |
બારડોલી | 87 |
ખેડા | 97 |
રાજકોટ | 62 |
વડોદરા ઈસ્ટ | 68 |
ભરૂચ | 123 |
કચ્છ | 89 |
આર.એમ.એસ. એએમ ડીએન | 11 |
વડોદરા ઈસ્ટ | 47 |
ભાવનગર | 80 |
મેહસાણા | 70 |
આર.એમ.એસ. રાજકોટ | 13 |
વલસાડ | 67 |
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 માટે અરજી કઈ રીતે કરવી?
- સ્ટેપ 1: સત્તાવાર વેબસાઇટ https://indiapostgdsonline.gov.in/ પર જાઓ
- સ્સૂટેપ 2: સુચના ખુલશે તેને વાંચો અને યોગ્યતા તપાસો.
- સ્ટેપ ૩: ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગિન દ્વારા અરજી કરવી જોઈએ.
- સ્ટેપ 4: ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- સ્ટેપ5: તમારો ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરો.
- સ્ટેપ 6: પછી ઓનલાઈન પેમેન્ટ કરો.
- સ્ટેપ 7: પછી એપ્લિકેશન ફોર્મ જુઓ ક્લિક કરો.
- સ્ટેપ 8: ઉમેદવારોને સબમિટ કરતા પહેલા તેમના અરજી ફોર્મમાં ફેરફાર કરવાની તક આપવામાં આવશે.
- સ્ટેપ 9: તમારે અરજી ફોર્મ ફરી એકવાર તપાસવું જોઈએ કે માહિતી સાચી છે કે ખોટી.
- સ્ટેપ 10: તે પછી સબમિટ બટન પર ક્લિક કરો, તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ જશે.
- સ્ટેપ 11: પછી તમારી નોંધણી સ્લિપ જનરેટ કરો અને પ્રિન્ટ કરો.
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 FAQs
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 ટોટલ કેટલી જગ્યા છે?
ગુજરાત પોસ્ટ સર્કલ માટે 1850 જગ્યા છે.
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 ની ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?
ઓફિશ્યલ વેબસાઈટ https://indiapostgdsonline.gov.in છે.
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 ની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓગષ્ટ છે.
No comments:
Post a Comment