TOP 5 E VEHICLE : ટોપ 5 ભારતમાં વેચાતા ઇલેક્ટ્રિક સ્કૂટરની કેવી છે કિંમત? સૌથી વધુ કયા ઇલેક્ટ્રીક સ્કૂટરનું ભારતમાં વેચાણ થાય છે ?
TOP 5 E VEHICLE: ઓલાના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ભારતમાં સૌથી વધુ પ્રમાણમાં વેચાય થાય છે. એથર 450 એક્સ, ટીવીએસ આઈ ક્યૂબ, બજાજ ચેતક અને સિમ્પલ વન જેવા ઇલેક્ટ્રિક સ્કૂટર પણ કસ્ટમર માટે લક-ફીચર્સ અને રેન્જની દ્રષ્ટિએ જબરદસ્ત છે. દેશમાં અત્યારે સૌથી વધુ ઓલા એસ વન ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ વધારે પ્રમાણમાં થાય છે. ત્યારે આવો જાણીએ ભારતમાં વેચાતા ટોપ 5 સ્કૂટરની કેવી છે કિંમત?
ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચતા લોકો હવે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે. તેવામાં જો તમે પણ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારો છો અને તમારું પૈસાનું બજેટ એક લાખ રૂપિયાથી વધુ છે, તો તેમના માટે પ્રીમિયમ સેગમેન્ટમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.
અત્યારે લોકોને ઓલા ઇલેક્ટ્રિક કંપનીના સ્કૂટર સૌથી વધુ ભાવે છે. આ સાથે જ ટીવીએસ મોટર કંપની, બજાજ, એથર એનર્જી અને સિમ્પલ એનર્જી જેવી કંપનીઓના ઇલેક્ટ્રિક સ્કૂટર પણ તેમના સ્પોર્ટી અને સ્ટાઇલિશ લૂક અને લેટેસ્ટ ફિચર્સ તેમ જ જબરદસ્ત બેટરી રેન્જ અને સ્પીડના કારણે ખૂબ જ વિશ્વ પ્રખ્યાત છે.
TOP 5 E VEHICLE
ટાઇટલ | ટોપ 5 ભારતમાં વેચાતા ઇલેક્ટ્રિક સ્કૂટરની કેવી છે કિંમત? સૌથી વધુ કયા ઇલેક્ટ્રીક સ્કૂટરનું ભારતમાં વેચાણ થાય છે ? |
શબ્દો | 500 શબ્દો |
કેટેગરી | ટિપ્સ , મોબાઇલ |
વેબસાઈટ | https://www.gkeduinfo.com/ |
આજે અમે તમને ભારતીય માર્કેટ માં વેચાઈ રહેલા 5 લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે માહિતી આપી રહ્યા છે, જેને જોઈને તમે પણ આકર્ષિત થઈ જશો.
TOP 5 E VEHICLE
ઓલા એસ વન પ્રો ઈલેક્ટ્રિક સ્કૂટર
ઓલા એસ વન પ્રો એ પ્રીમિયમ ઈલેક્ટ્રિક સ્કૂટર છે અને સૌથી વધુ ભારતમાં વેચાતું સ્કૂટર છે. ઓલા એસ વન પ્રોની એક્સ શૉરૂમ કિંમત 1.40 લાખ રૂપિયા કિંમત છે અને તે એક વાર ચાર્જ કરવા પર 150 કિલોમીટરથી વધુ ચાલી શકે છે.
ટીવીએસ આઈક્યૂબ ઇલેક્ટ્રિક સ્કૂટર
ટીવીએસ આઈ ક્યૂબ પણ સૌથી વધુ વેચાતા ઇલેક્ટ્રિક સ્કૂટર્સની યાદીમાં સમાવેશ થાય છે. તેની એક્સ શૉ રૂમ કિંમત 1.25 લાખ રૂપિયાથી 1.61 લાખ રૂપિયા સુધીની કિંમત છે. TVS iQube ઇલેક્ટ્રિક એક જ ચાર્જ પર 100 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે.
એથર 450 એક્સ ઈલેક્ટ્રિક સ્કૂટર
એથર એનર્જીના ધૂંઆધાર ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ શૉ રૂમ કિંમત 1.28 લાખ રૂપિયાથી 1.49 લાખ રૂપિયા સુધીની છે. જ્યારે તેને એક વાર ચાર્જ કરવા થી તેની બેટરી 165 કિમી સુધીની રેન્જ છે.
બજાજ ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર
બજાજના લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતક ઈલેક્ટ્રિકની એક્સ શૉરૂમ કિંમત 1.22 લાખ રૂપિયાથી 1.43 લાખ રૂપિયા સુધીની છે. જ્યારે તેને એક ચાર્જ પર 90 કિમી સુધીની રેન્જ ધરાવે છે.
સિમ્પલ વન ઈલેક્ટ્રિક સ્કૂટર
સિમ્પલ એનર્જીના લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટર સિમ્પલ વનની એક્સ શૉ રૂમ કિંમત 1.45 લાખ રૂપિયાથી 1.50 લાખ રૂપિયા સુધીની કિંમત છે. કંપનીના કહેવા મુજબ, આ સ્કૂટર એક વાર સંપૂર્ણ ચાર્જ થયા પછી 200 કિલોમીટરથી વધુ ચાલી શકે છે.
અમારા સાથે જોડાવો
હોમ પેજ | અહીં ક્લિક કરો |
No comments:
Post a Comment