Search This Website

Wednesday, July 26, 2023

અગ્નીવીર ભરતી: એરફોર્સમા અગ્નીવીર ની 3500 જગ્યા પર ભરતી, પગાર 30000 થી 40000

 

અગ્નીવીર ભરતી: એરફોર્સમા અગ્નીવીર ની 3500 જગ્યા પર ભરતી, પગાર 30000 થી 40000


અગ્નીવીર ભરતી: Airforce Recruitment: Agniveer Recruitment: ઇન્ડિયન એર ફોર્સમાં ભરતી માટે અગ્નિપથ વાયુ અંતર્ગત (01/2024) ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત બમ્પર જગ્યાઓ પર ભરતી થશે. ઉમેદવારો 27 મી જુલાઈથી આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકશે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023 છે. ઉમેદવારો આ ભરતી માટે ઓફીસીયલ સાઇટની મુલાકાત લઈને ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારો અહીં આપેલા ડીટેઇલ ભરતી નોટીફીકેશન અને ઓનલાઇન લીંક દ્વારા પણ ભરતી માટે અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા, ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુમાં 3500 જગ્યાઓ પર ભરતી કરવામા આવનાર છે.

અગ્નીવીર ભરતી

અગ્નીવીર ભરતી

ભરતી કરનાર સંસ્થાIndian Air Force (IAF) (Air Force)
જગ્યાનુ નામAir Force Agniveer
કુલ ખાલી જગ્યાઓ3500
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17-08-2023
વેબસાઈટagneepathvayu.cdac.in

શૈક્ષણિક લાયકાત

એરફોર્સ અગ્નીવીર ની આ ભરતી માટે ભરતી નોટિફિકેશન મા દર્શાવ્યા અનુસાર, આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માન્ય બોર્ડમાંથી ધોરણ 12મું પાસ કરેલ હોવા જોઈએ.

Age Limit

નોટિફિકેશન અનુસાર, ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોનો જન્મ 27 જૂન 2003 થી 27 ડિસેમ્બર 2006 ની વચ્ચે થયેલો હોવો જોઈએ. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવનાર છે.

સીલેકશન પ્રોસેસ

ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી, શારીરિક કસોટી, દસ્તાવેજની ચકાસણી અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવનાર છે.

અરજી ફી

એરફોર્સ અગ્નીવીરની આ ભરતી ડ્રાઇવ માટે, ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. ભરતી માટે ઉમેદવારોએ 250 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. અરજી ફી નુ પેમેન્ટ ઓનલાઈન મોડમાં જ કરવાનુ રહેશે.

ઓનલાઇન અરજી

  • આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારો એ સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ ઓપન કરવાની રહેશે.
  • ત્યારબાદ ઉમેદવાર ભરતી લિંક પર ક્લિક કરો.
  • પછી ઉમેદવારની વ્યક્તિગત માહિતી સબમીટ કરો.
  • આ પછી ઉમેદવાર યુઝર આઈડી અને પાસવર્ડ બનાવીને લોગઈન કરવાનુ રહેશે.
  • પછી ઉમેદવાર અરજી ફોર્મ મા માંગવામા આવેલી તમામ વિગતો ભરો.
  • તે પછી ઉમેદવારે અરજી ફી નુ પેમેંટ ઓનલાઇન ચૂકવવાની રહેશે.
  • હવે ઉમેદવારો અરજી ફોર્મ ફાઇનલ સબમિટ કરવાની રહેશે.
  • ઉમેદવારી ફોર્મ ડાઉનલોડ કરો.
  • ઉમેદવાર અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

અગત્યની તારીખો

ઓફીસીયલ જાહેરાતમાં જણાવ્યા મુજબ ઓનલાઇન અરજી કરવાની તારીખ:- 27-જુલાઈ -2023, અને ઓફીસીયલ ભરતી નોટીફીકેશન જાહેર કર્યા તારીખ 11- જુલાઈ -2023 તથા અરજી કરવાની છેલ્લી તારીખ:- 17 ઓગસ્ટ 2023 છે. તેમજ વધુ માહિતી માટે ઓફીસીયલ જાહેરાત વાંચવી.

  • અરજી કરવાની છેલ્લી તારીખ:- 17 ઓગસ્ટ 2023
  • ઓફિશ્યિલ નોટિફિકેશન જાહેર કર્યા તારીખ:- 11- જુલાઈ -2023
  • ઓનલાઇન અરજી કરવાની તારીખ:- 27-જૂન-2023

અગત્યની લીંક

ડીટેઇલ ભરતી નોટીફીકેશનઅહિં ક્લીક કરો
ઓનલાઇન અરજીઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો



No comments:

Post a Comment