Gujarat Waterfalls: ગુજરાતમાં આવેલા 7 ખૂબ સુંદર ધોધ,જે જોઈને નાઇગ્રા ધોધને પણ ભૂલી જશો, ચોમાસામાં ફરવા માટેની બેસ્ટ જગ્યા.
Gujarat Waterfalls: ગુજરાતમાં આવેલા 7 ખૂબ સુંદર ધોધ: ચોમાસામાં ફરવા માટેની બેસ્ટ જગ્યા.: હાલ વાવાઝોડા પછી ગુજરાતમાં સારો એવો વરસાદ પણ થયો છે. ત્યારે ચોમાસનો પણ વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. ચોમાસામાં લોકો પ્રકૃતિનો આનંદ માણવાનો ગમતો હોય છે. કારણ કે આ સમયે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય છે. ત્યારે પ્રકૃતિનો આનંદ લેવા ડુંગરો, નદીઓ, ધોધ, જંગલો વગેરે જગ્યાએ ફરવા જવાનું પસંદ કરતાં હોય છે. આ ચોમાસામાં Gujarat Waterfalls (ગુજરાતના સુંદર 7 ધોધ) આવેલા છે. જે જોઈ ને તમે અમેરીકામાં આવેલા નાઇગ્રા ધોધને પણ ભૂલી જશો. એવા આ ધોધ છે. તો આવો જોઈએ આ Gujarat Waterfalls વિશે નીચે મુજબ.
Gujarat Waterfalls વિશે
Gujarat Waterfallsમાં વાત કરવામાં આવેતો વરસાદ માં ફરવાની બધા જ લોકોને ખૂબ જ ઇચ્છા હોય છે. ચોમાસું શરૂ થતાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધ સક્રિય થઈ જાય છે. ગુજરાતના ઘણા ધોધ એવા છે કે વરસાદ શરૂ થતાં એટલા રમણીય દ્રશ્યો સર્જાય છે. કે ત્યાં જઈને બધાનું મન ખુશ થઈ જાય છે. વરસાદ શરૂ થતાં પ્રવાસીઓની અવરજવર પણ શરૂ થઈ જાય છે. ગુજરાતમાં ઘણા બધા કુદરતી સૌંદર્યથી સભર સ્થળો આવેલા છે. જ્યાં દેશ-વિદેશથી પ્રવાસીઓ ઉમટી પડે છે.
ગુજરાતમાં એટલી બધી સુંદર જગ્યાઓ છે કે તમે ફરવાનો આનંદ ક્યારેય ભૂલી નહીં શકો. અઠવાડીયાના પ્લાન માટે ગુજરાતમાં ચોમાસા માં ફરવા લાયક સુંદર Gujarat Waterfalls તમે તથા મિત્રો અને ફેમિલી સાથે પ્લાન કરી શકો છો . બધાને ચોમાસાની ઋતુમાં વરસાદમાં પલળવાની ખૂબ જ મજા આવતી હોય છે. કુદરત પણ સુંદર મોસમ ની રચના કરી છે .ઠંડી, તડકો અને પાણી ખરેખર ભગવાને ઝાડ પાન, પ્રકૃતિ, નદી, ઝરણા, અને સાગર, મહાસાગર આ બધી રચનાઓમાં જાણે કુદરત હાજર હોય એવો અનુભવ થાય છે. ગુજરાતમાં આમતો ઘણાબધા ધોધ આવેલાં છે પણ અહીં વાત કરવામાં આવી છે સૌથી રમણીય ધોધની. તો જોઈએ આ ધોધા વિશે.
1. ઝાંઝરી ધોધ (દહેગામ)
Gujarat Waterfallsમાં વાત કરવામાં આવેટો ચોમાસામાં ફરવા લાયક ધોધ એટલે આપણું ઝાંઝરી. ઝાંઝરી ધોધ અમદાવાદથી માત્ર 74 કિલોમીટરના અંતરે ગાંધીનગર જિલ્લાના દહેગામ પાસે આવેલો છે. અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ ની બાજુમાં વાત્રક નદીના કિનારે આવેલો છે. બાયડ થી આશરે 12 કિલોમીટર જ દૂર છે. ઝાંઝરી ધોધ બારે માસ માટે નથી હોતો પરંતુ ચોમાસામાં તેનો નજારો ખૂબ જ નયનરમ્ય છે. આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. વરસાદના સમયે પાણીનો પ્રવાહ ખૂબ વધી જાય છે તેથી ત્યાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર પડે છે. પરિવાર અને મિત્રોની સાથે જવા જેવી જગ્યા છે ફોટોગ્રાફી માટે પણ આ ખૂબસૂરત સ્થળ છે. ગાંધીનગર અને અમદાવાદના પ્રવાસીઓ વીકેન્ડમાં અહીં ફરવા માટે આવે છે.
2. ગીરા ધોધ (ડાંગ)
ગીરાધોધ ડાંગ જિલ્લાના વઘઇ થી 5 કિલોમીટર ના અંતરે આવેલો છે. અને સાપુતારા થી 50 કિલોમીટરના અંતરે આવેલો છે. તેની લગભગ 75 ફૂટની ઊંચાઈએથી નદીમાં ધોધ પડે છે. Gujarat Waterfallsમાં ગીરા ધોધ એ કુદરતી સૌંદર્ય અને લીલાછમ ઝાડ ની વચ્ચે આવેલો છે. ગીરા ધોધ એ ગુજરાતનો ખૂબ જ જાણીતો ધોધ છે. ચોમાસામાં અહીંયા ઘણા બધા પ્રવાસીઓ ફરવા આવે છે. ગીરાધોધ માં સવારના સમયે ધુમ્મસ અને મેઘ ધનુષ થી છવાયેલું વાતાવરણ જોવા મળે છે. ગીરાધોધ માં વરસાદી પાણી ઝરણા, નદી , પર્વત છે . ગુજરાતમાં સૌથી વધુ પ્રવાસીઓ ગીરાધોધ માં ફરવા આવે છે. ગીરા નદીના નામ પરથી જ આ ધોધને ગીરાધોધ ના નામે ઓળખવામાં આવે છે ગીરાધોધની મુલાકાત માટે ચોમાસાની ઋતુ સૌથી બેસ્ટ ગણાય છે.
3. ચિમેર નો ધોધ (ડાંગ)
ચિમેરનો ધોધ ડાંગ જીલ્લામાં આવેલો છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને બધા ને ત્યાં જ રહેવાનું મન થઈ જાય છે. આ ધોધ ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે. ચિમેરનો ધોધ 300 મીટરની ઉંચાઈએથી સીધો જ પડે છે. ચોમાસામાં આ ધોધ જંગલોની વચ્ચે હોવાથી ખુબ જ નયનરમ્ય લાગે છે. Gujarat Waterfalls માં ગુજરાતના આ ધોધને નાયગ્રા ફોલ પણ ઓળખવામાં આવે છે. આ ધોધની મુલાકાત એકવાર જરૂર લેવી.
4. ઝરવાણી ધોધ (નર્મદા)
નર્મદા ડેમ અને નદીના સામા કાંઠે લગભગ 8 કિમીના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલા ખૂબ જ સુંદર જગ્યા છે. સાતપૂડાની પર્વતમાળામાં આવેલી જગ્યા ચોમાસામાં અદભુત નઝારો લાગે છે. બધી બાજુ લીલાંછમ પર્વતો, ખેતરો અને ખળખળ વહેતા ઝરણાં અને નદી મનને તાજગીથી ભરી દે છે. ઝરવાણી ધોધ ભલે ઉંચાઈમાં નાનો છે, પણ તેને જોવા માટે ગોઠણડુબ નદીના પાણીમાં ચાલીને જવુ પડે છે. જે એક સાહસ સાથે રોમાંચની લાગણી અપાવે છે.
5. નિનાઈ ધોધ (નર્મદા)
નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં નિનાઈ ધોધ આવેલો છે. ડેડીયાપાડા થી અંદાજિત 35 કિલોમીટર અને સુરતથી143 કિલોમીટર દૂર સ્થિત છે. તેની ઊંચાઈ 20 ફૂટથી વધુ છે. રમણિય જંગલોની વચ્ચેથી આ નિનાઈ ધોધ વહે છે. ચોમાસામાં આ ધોધનો નજારો ઉડીને આંખે વળગે તેવો છે. નીચાણવાળા ચેહરા પર લોકો નાહવાની મજા અહીં માણે છે હજારો લોકો માટેનું આ ફરવાનું સુંદર સ્થળ બની ગયું છે.
6. હાથણી માતા ધોધ (વડોદરા)
હાથણી માતાના ધોધની સુંદરતા વરસાદ પડતાં એટલી સુંદર થઈ જાય છે કે લીલી ચુંદડી ઓઢી લીધી હોય એવું લાગે છે. અનેક સ્થળો થી નાના નાના ઝરણાઓ વહે છે. અન્ય અહીંયા હાથણી માતાનું મંદિર અને ગુફા આવેલી છે હાથણી માતાનો ધોધ ખૂબ જ પ્રખ્યાત છે. ચોમાસામાં ભક્તો શિવજીના દર્શન કરવા અને પ્રકૃતિ ની મોજ માણવા માટે આ ધોધની મુલાકાતે આવે છે.
આ ધોધની આજુબાજુ વૃક્ષો અને ગીચ ઝાડીઓ છે. જ્યાં ધોધ પડે છે ત્યાં એક ગુફા આવેલી છે તેમાં હાથણી ના આકાર નો મોટો પથ્થર છે એટલે આ Gujarat Waterfallsમાં ધોધને હાથણી માતાનો ધોધ કહેવામાં આવે છે. ઘણા લોકો આ ગુફામાં હાથણી માતા ની પૂજા પણ કરે છે અને આ જ મંદિરમાં શિવજીનું શિવલિંગ પણ આવેલું છે.શનિ-રવિ હાથણી માતાના ધોધ પર ખૂબ જ માણસોની ભીડ હોય છે. આ ધોધનું દ્રશ્ય જોઈને તમને તો વિશ્વાસ થશેજ નહીં કે આ કોઈ ગુજરાતનું હિલ સ્ટેશન છે અહીંયા પહેલો વરસાદ પડતાં જ આ વહેણ ખૂબ જ સુંદર સ્વરૂપ ધારણ કરી લે છે. હાથણી માતા ના ધોધે શિવભક્તોની આસ્થાનું પ્રતિક અને સહેલાણીઓને ફરવા નો ખુબ જ સરસ સ્થળ છે. એક વખત આ ધોધની મુલાકાત અવશ્ય લેવી.
7. બરડા ધોધ (પંચમહાલ)
ડાંગના જંગલમાં આવેલો બરડા ધોધ પંચમહાલ તરફ જતા10 કિલોમીટર દૂર આવેલો છે ચોમાસામાં વરસાદના લીધે આ ધોધનો પ્રવાહ ખૂબ જોવા મળે છે.. ચનખલ ગામથી બરડા ધોધ ચાલીને જવા માટે પણ રસ્તો છે 30 મિનિટનો સમય લાગે છે. આ ધોધને જોઇને કોઇનું પણ મન મોહી લે એવું દ્રશ્ય જોવા મળે છે. અહીં ટેકરી પરથી પડતું પાણી નીચે તળાવ માં આવે છે. ધોધ ની આજુબાજુ ખુબ સુંદર હરિયાળી અને ત્યાં બેસીને આ નઝારો જોવાની મજા કઈક અલગ જ છે.
અન્ય ધોધ
ઉપરના ધોધ સિવાય Gujarat Waterfallsમાં બીજા અન્ય ધોધ આવેલા છે જેમકે જમજીર ધોધ તે જુનાગઢમાં. ખુણીયા મહાદેવ ધોધ એ પાવાગઢ માં, ત્રંબક ધોધ એ ભાવનગરથી 20 કિલોમીટરના અંતરે આવેલો છે ત્યાં બાળકોને રમવા માટે ખૂબ જ મોટી જગ્યા છે. જંજીર ધોધ એ સૌરાષ્ટ્રની અંદર આવેલા ગીરના જંગલોમાં સ્થિત છે અહીં ફરવાનીની ખૂબ જ મજા માણી શકાય છે. આ સિવાય પણ ગુજરાતમાં ઘણા બધા ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ચોમાસામાં હરિયાળી અને પ્રકૃતિક વાતાવરણ વચ્ચે ખૂબ જ મજા આવે છે.વરસાદની ઋતુમાં મિત્રો કે ફેમિલી સાથે કુદરતી સૌંદર્ય માણવા એકવાર જરૂર જવું જોઈએ.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
ઝરવાણી ધોધ ક્યાં જીલ્લામાં આવેલો છે ?
નર્મદા જીલ્લામાં
ગુજરાતના નાયગ્રા ફોલ તરીકે ક્યાં ધોધને ઓળખવામાં આવે છે ?
ચિમરના ધોધને
Gujarat Waterfalls માં બરડા ધોધ ક્યાં જીલ્લામાં આવેલો છે ?
પંચમહાલ જિલ્લામાં
No comments:
Post a Comment