Search This Website

Friday, June 9, 2023

Government Issued Rules for Sale of Jewellery

Government Issued Rules for Sale of Jewellery

 Government Issued Rules for Sale of Jewellery


Government Issued Rules for Sale of Jewellery | Hallmark Unique Identification (HUID) number | New Hallmarking Rules | સરકારે દાગીના વેચવા નિયમો ઘડ્યા

સોનું એ માત્ર દાગીના નથી પણ થાપણ છે. ભારતમાં લોકો સોનાને ઘરેણાં કરતાં વધુ રોકાણના માર્ગ તરીકે જુએ છે. આ પ્રકારનું સોનામાં રોકાણ મુશ્કેલીના સમયે ગમે ત્યારે કામમાં આવી શકે છે.

જો ક્યારેય પણ આવી નાણાંકીય સમસ્યા હોય તો થોડા જ કલાકોમાં ઘરની તિજોરીમાં બંધ સોનાના આભૂષણ તમારા માટે ઈમરજન્સી ફંડ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. સોનાના ઘરેણા વેચીને લોકો આર્થિક મુશ્કેલીમાંથી બચી જાય છે, પરંતુ હવે આવું નહીં થાય. સરકારે દાગીના વેચવાના નિયમોમાં બહાર પાડ્યા. આ આર્ટીકલ Government Issued Rules for Sale of Jewellery દ્વારા વધુ માહિતી મેળવી શકશો.

Government Issued Rules for Sale of Jewellery

સરકારે સોનાના આભૂષણ ખરીદવાથી લઈને વેચવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. જો તમારી પાસે ઘરમાં જૂના ઘરેણા છે અને તમે તેને વેચવા અથવા તોડીને નવા દાગીના બનાવવાનું વિચારી રહ્યાં છો, તો આ સમાચાર ચોક્કસ તમારા માટે જેને જરૂરથી વાંચો. કારણ કે સરકારે સોનાના આભૂષણો વેચાણ માટે નવા નિયમો બનાવ્યા છે.

હવે તમારી પાસે જે દાગીના છે અને હોલમાર્ક કરાવેલા નથી, જ્યાં સુધી તમે ઘરમાં રાખેલા જૂના ઘરેણાં હોલમાર્ક ન કરાવો ત્યાં સુધી તમે તેને વેચાણ કરી શકતા નથી. સરકારે ગોલ્ડ હોલમાર્કિંગફરજિયાત કરેલ છે. સોનાની ખરીદી અને વેચાણ માટે નવા નિયમો જારી કર્યા છે.

(1) હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (એચયુઆઇડી) નંબર ફરજિયાત । Government Issued Rules for Sale of Jewellery

સરકાર નિયમો અનુસાર હવે ઘરોમાં અથવા લોકરમાં રાખવામાં આવેલા જૂના સોનાના ઘરેણાનું હોલમાર્કિંગ પણ ફરજિયાત બની ગયું છે. નવા નિયમો જણાવે છે કે 1 એપ્રિલ, 2023 થી, તમામ સોનાના દાગીના અને કલાકૃતિઓમાં હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (એચયુઆઇડી) નંબર હોવો આવશ્યક છે.

જો કે, પહેલા એવું માનવામાં આવતું હતું કે નવા દાગીના અથવા સોનાની વસ્તુઓ ખરીદવા પર જ હોલમાર્કિંગ લાગુ થશે. પણ હવે ઘરે હોલમાર્ક વગરના દાગીના પણ હોલમાર્કિંગ કરાવવા પડશે.

(2) જૂના હોલમાર્ક કામ કરશે । Government Issued Rules for Sale of Jewellery

  • જો તમારી પાસે જૂના હોલમાર્ક ચિહ્નો સાથે હોલમાર્કવાળી સોનાના દાગીના હોય, તો તેને પણ હોલમાર્કવાળા ઘરેણા તરીકે ગણી શકાશે. જૂના હોલમાર્ક્સ સાથે પહેલાથી જ હોલમાર્ક કરેલા સોનાના ઘરેણાંને એચયુઆઇડી નંબર સાથે ફરીથી હોલમાર્ક કરવાની જરૂર નથી.
  • આવી હોલમાર્કવાળા દાગીના સરળતાથી વેચી શકાય છે અથવા નવી ડિઝાઇન માટે એક્સચેન્જ કરી શકાય છે. સરકારના અહેવાલ મુજબ, 1 એપ્રિલ,2023થી, સરકારે સોનાના દાગીનાના વેચાણ માટે પણ હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર (HUID) ફરજિયાત કરેલ છે.
  • સરકારના આનિયમ બાદ હવે સોનાની જ્વેલરી વેચાણ માટે હોલમાર્કિંગ જરૂરી બની ગયું છે. કેન્દ્ર સરકારે હવે જૂના સોનાના ઘરેણા માટે પણ ખાસ નિયમ બનાવ્યો છે. નવા નિયમ પછી, તમે HUID વિના ઘરેણાં વેચી શકશો નહીં.
  • સરકાર રિપોર્ટ અનુસાર, સરકારે એક પગલું આગળ વધીને હવે જૂના દાગીનાના વેચાણ માટે પણ હોલમાર્કિંગ ફરજિયાત કરી દીધું છે. BIS અનુસાર, જે ઉપભોક્તાઓએ અન-હોલમાર્ક્ડ ગોલ્ડ જ્વેલરી હોય તેમણે તેને વેચતા પહેલા અથવા નવી ડિઝાઇન માટે એક્સચેન્જ કરતા પહેલા તેને ફરજિયાતપણે હોલમાર્ક કરાવવું પડશે.
  • જો તમે હોલમાર્કિંગનો નિયમ અમલમાં આવ્યા પહેલા સોનાના આભૂષણૉ બનાવ્યા હોય અને હવે તેને વેચાણ કે એક્સચેન્જ કરવા માંગો છો, તો તમે આમ કરી શકશો નહીં. જૂની સોનાની જ્વેલરી અથવા સોનાની અન્ય પ્રોડક્ટ્સ વેચતા પહેલા, તમારે તેમને હોલમાર્ક કરાવવાની પણ જરૂર પડશે.

(3) હોલમાર્કિંગ કેવી રીતે કરાવવું? ।  Government Issued Rules for Sale of Jewellery 

ગ્રાહકો પાસે તેમની વપરાયેલી જ્વેલરી હોલમાર્ક કરાવવા માટે 2(બે) વિકલ્પો છે. તેઓ બીઆઇએસ રજિસ્ટર્ડ જ્વેલર પાસેથી જૂના અને અનહોલમાર્કેડ જ્વેલરી મેળવી શકે છે. બીઆઇએસ રજિસ્ટર્ડ જ્વેલર અનહોલમાર્કેડ સોનાના ઘરેણાંને બીઆઇએસ એસેઇંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટરમાં હોલમાર્ક કરાવવા માટે લઈ જશે.

તમારા માટે બીજો વિકલ્પ બીઆઇએસ-માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ કેન્દ્રોમાંથી કોઈપણ પર જ્વેલરીનું પરીક્ષણ અને હોલમાર્કિંગ કરાવવાનો છે. ગોલ્ડ હોલમાર્કિંગ એ શુદ્ધ સોનાની ઓળખ છે. હોલમાર્ક જોઈને તમે જાણી શકો છો કે સોનું કેટલું શુદ્ધ છે.

(4) હોલમાર્કિંગ માટે કેટલા પૈસા આપવા પડશે? ।Government Issued Rules for Sale of Jewellery 

હોલમાર્કિંગ માટે જો દાગીનાની સંખ્યા 5 કે તેથી વધુ હોય, તો તમારી દાગીનાના દરેક પીસ માટે 45 રૂપિયા ચૂકવવા પડશે. 4 પીસ હોલમાર્ક કરાવવા માટે 200 રૂપિયા ચૂકવવા પડશે. બીઆઇએસ દ્વારા માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ સેન્ટર દાગીનાની તપાસ કરશે અને તેનું પ્રમાણપત્ર આપશે.

No comments:

Post a Comment