Pages

Search This Website

Wednesday, June 7, 2023

બંદર પર લગાવાતા સિગ્નલ નો અર્થ: જાણો કયા નંબરનુ સિગ્નલ ક્યારે લગાવવામા આવે છે

 

બંદર પર લગાવાતા સિગ્નલ નો અર્થ: જાણો કયા નંબરનુ સિગ્નલ ક્યારે લગાવવામા આવે છે

બંદર પર લગાવાતા સિગ્નલ નો અર્થ: દર વર્ષે ચોમાસામાં (Monsoon 2023) અથવા તો વાવાઝોડાના (Cyclone) સમયે દરિયાકિનારે બંદર પર આટલા નંબરનુ સિગ્નલ લગાવવમા આવ્યુ તેવુ તમે સાંભળ્યુ હશે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ બધા સિગ્નલ કઇ રીતે નક્કી થતા હશે. દરિયામાંથી આવતા વાવાઝોડા કે પછી કાંઠે ફુંકાતા ભારે પવન ની ગતીને આધારે બંદર (Port) ઉપર વિવિધ નંબરના સિગ્નલ લગાવવામાં આવે છે. દરિયાકિનારે ફુંકાતા પવનની ઝડપના આધારે કયા નંબરનુ સિગ્નલ લગાવવુ તે નક્કી કરવામા આવે છે. જેનાથી લોકોને વાવાઝોડાની ગંભીરતાનો ખ્યાલ આવે. ખાસ કરીને આવા સંજોગો મા માછીમારોને દરિયામા જવુ કે કેમ તે તેના આધારે નક્કી કરે શકે.


બંદર પર લગાવાતા સિગ્નલ નો અર્થ

બંદર પર લગાવાતા સિગ્નલ નો અર્થ

બંદર ઉપર ખાસ કરીને 1થી 12 નંબરના સિગ્નલ લગાવવામાં આવતા હોય છે. જેના આધારે દરિયામાં રહેલી બોટ, સ્ટીમર, જહાજના ચાલકને એ ખબર પડે કે દરિયો કેટલો ગાંડોતુર બનશે અને દરિયામા જવુ કેટલુ જોખમી છે. જેમ જેમ સિગ્નલમાં અંક વધારો થતો જાય તેમ તેમ વાવાઝોડાની ગતિની તિવ્રતામાં વધારો હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

કયા નંબરનુ સિગ્નલ ક્યારે લગાવવામા આવે છે

સિગ્નલ નંબર-01

જ્યારે પવનની ગતિ એકથી પાંચ કિલોમીટર ની ઝડપ હોય ત્યારે એક નંબરનું સિગ્નલ લગાવાય છે. આ સિગ્નલ બહુ ગંભીર ગણાતુ નથી.

સિગ્નલ નંબર-02

જ્યારે પવનની ગતિ 6 થી 12 કિલોમીટરની ઝડપે હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવવામા આવે છે.

સિગ્નલ નંબર-03

જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુંકાતો હોય ત્યારે આ નંબરનુ સિગ્નલ ત્યારે લગાવાય છે,

સિગ્નલ નંબર-04

ચાર નંબરનું સિગ્નલ, દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતો હોય ત્યારે ગલાવવામા આવે છે.

સિગ્નલ નંબર-05

જ્યારે ફુંકાતા પવનની ગતી 30 થી 39 કિલોમીટરની હોય છે ત્યારે બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ લગાવવામા આવે છે,

સિગ્નલ નંબર-06

જ્યારે દરિયામાં પવનની ઝડપ 40 થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર 6 નંબરનું સિગ્નલ ગલાવવામા આવે છે. આ સિગ્નલ ભયસૂચક ગણાય છે.

સિગ્નલ નંબર-07

જ્યારે પવનની ઝડપ 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.

સિગ્નલ નંબર-08

દરિયામાં કે દરિયાકાંઠે ફુકાઈ રહેલા પવનની ગતિ જ્યારે 62 થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે. આ સિગ્નલ ભયસૂચકતા દર્શાવે છે.

સિગ્નલ નંબર-09

જ્યારે પવનની ગતિ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-10

જ્યારે દરિયામાં ફુકાતા પવનની ગતી, 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવવામા આવે છે. આ સિગ્નલ ખૂબ જ જોખમી ગણાય છે.

સિગ્નલ નંબર -11

દરિયામા ફુકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે. જ્યારે આટલી ઝડપે પવન ફુકાઈ રહ્યો હોય ત્યારે બંદર ઉપર 11 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામા આવે છે.

સિગ્નલ નંબર-12

જ્યારે તોફાની પવનની ઝડપ 119 થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું અતિ ભયસૂચક સિગ્નલ લગાડવામાં આવે છે.

મોટાભાગે 11 નંબર સુધીના જ સિગ્નલ બંદરો પર લગાવાય છે. ક્યારેક જ 12 નંબરનું સિગ્નલ લગાવવામા આવે છે. 1946માં પવનની ગતિને ધ્યાને લઈને કુલ 17 નંબર સુધીના સિગ્નલો રાખવાનું નક્કી કરવામા આવ્યુ હતું. પરંતુ મોટેભાગે ભય સુચક સિગ્નલનો વપરાશ 12 નંબર સુધીનો જ કરાતો હોય છે. ભારતમાં સામાન્ય રીતે 11 નંબર સુધીના જ સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે.

અગત્યની લીંક

વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓઅહિં ક્લીક કરો

 

11 નંબરનુ સિગ્નલ ક્યારે લગાવવામા આવે છે ?

જ્યારે પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય ત્યારે.

12 નંબરનુ સિગ્નલ ક્યારે લગાવવામા આવે છે ?

જ્યારે તોફાની પવનની ઝડપ 119 થી 220 કિલોમીટર ની હોય ત્યારે

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment