Search This Website

Friday, May 19, 2023

ખુબ સુંદર સંદેશ છે શાંતિથી વાંચશો

 ખુબ સુંદર સંદેશ છે શાંતિથી વાંચશો


સેવ ટામેટા નું શાક


સાંજે ઓફિસે થી આવી..ફ્રેશ થઈ.. હું...ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાયો.....મેં મારી પત્ની ને પૂછ્યું

દામિની.. આજે જમવા મા શું બનાવ્યું છે ?


દામિની બોલી સેવ ટામેટા નું શાક પરોઠા...દહીં..... તમને ભાવતું...



મેં ડાઇનિંગ ટેબલ ના સાઈડ કોર્નર ઉપર રાખેલ પપ્પાના ફોટા સામે જોયું....મન માં બોલ્યો..પપ્પા તમારું ભાવતું શાક ...આવો છો..ને ..?

તેમની ડાઇનિંગ ટેબલ ની મુખ્ય ખુરશી..જેના ઉપર અમારો પરિવાર હજુ બેસવા ની.ઈચ્છા નથી કરતો તેની સામે જોઈ હું બોલ્યો...


હતા ..કડવા લીમડા જેવા પણ તેની ઠંડી છાયા....મારા રોમે.. રોમે.. ઠંડક આપતી...


તેમની હાજરી માં કોઈ અજાણી વ્યક્તિ અથવા મંથરા કે શકુની જેવું વ્યક્તિત્વ ધરાવનાર નો ઘર ની અંદર પ્રવેશ થતાંજ..નહીં અને થાય તો પણ પપ્પા જાગૃત થઈ જતા...

તેમનું વાણી વર્તન અને વ્યવહાર અચાનક બદલાઇ જતા.. આવનાર વ્યક્તિ ની હિંમત નથી કે તે પાંચ મિનિટ થી પણ વધારે બેસી શકે...


ઘર માં શાંતી જોઇતી હોય.. તો..આવી એકાદ વડીલ

વ્યક્તિ ઘરમાં હોવી જોઈએ..જે તમને વઢી નાખશે.. પણ બહાર ની વ્યક્તિ ને તમારા માટે એક શબ્દ બોલવા ની પણ અનુમતિ નહીં આપે....આ તો સાચો પ્રેમ છે..


આજે તેમની વિદાય પછી મેં પણ મારા સ્વભાવ માં થોડો ફેરફાર કર્યો...જરૂર જણાય ત્યાં સ્પષ્ટ થઈ જવું...નહીંતર તેના પરિણામ ભોગવવા તૈયાર રહેવું ..તેવું પપ્પા કહેતા..


જે વ્યક્તી ઘરડા વ્યક્તિ ને સાંભળવાની અને નાના છોકરા ને રમાડવાની કળા શીખી લે લે..છે..તે દુનિયા ની કોઈ પણ મુશ્કેલી નો સામનો સહેલાઇથી કરી શકે છે..


તેનુ કારણ છે..જેમ જેમ..વ્યક્તી વૃદ્ધ કે ઘરડી થતી જાય 

તેમ..તેમ તેનામાં બાળક જેવી જીદ આવતી જાય... સતત તેઓ અસલામતી... એકલતા નો અનુભવ કરતા હોય છે....તેમની જરૂરિયાત ફક્ત બે રોટલી અને સ્વમાન નો ઓટલો..હોય છે..


ઘરડી વ્યક્તિ એક ને એક વાત દસ વખત તમને કહેશે...

તેઓ નહીં થાકે પણ તમને જરુર થકવાડી દેશે ..તમારી સહનશીલતા ની કસોટી જરૂર કરી નાખશે...


આવા વડીલો સાથે રહેવા ની મજા ત્યારે આવે.છે..કે તમે પણ તેમની સાથે બાળક બની જાવ...

તેમની જીદ ઉમ્મર વધવાની સાથે બાળક જેવી થતી જાય છે..ઘણી વખત થકવાડી દે છે....

પણ તેઓ તમને આનંદ સલામતી અને જીંદગી કેમ જીવાય તેનું જ્ઞાન પણ આપતા જાય છે....


પપ્પા બેન્ક મા મેનેજર હતા ..નિવૃત્તિ પછી...અમે જે ફ્લેટ મા રહેતા હતા તેની બાજુ નો બીજો નવો ફ્લેટ ખરીદ્યો.... 


અને અમને કીધુ..તમે હવે નવા ફ્લેટ મા જુદો થાવ..તમે તમારી રીતે જિંદગી જીવો..અને અમને ઘડપણ માં અમારી રીતે....જિંદગી જીવવા દયો

પણ મારી શરત એટલી રહેશે સવાર સાંજ જમવાનું અમે તારા ઘરે રાખશું..


મેં કીધું..પાપા અમારી કોઈ ભૂલ..અમારા વર્તન થી નારાજ છો ?


ના બેટા આખી જીંદગી ઘડિયાળના કાંટે હું અને તારી માઁ દોડ્યા છીયે....થોડી.. શાંતિ હવે જોઈયે છે..

મારી સમજણ પ્રમાણે..ફક્ત ઘર અલગ થયા..અમારા દિલ એક હતા..


આજે જયારે શાકના વધતા જતા ભાવ વિશે હું દામિની સાથે ચર્ચા કરતો હોવ.ત્યારે...હું હસી પડું છું..


પપ્પા...સવાર સાંજ નું શાક કયું બનાવવું.. એ પણ આગલા દિવસે..ઇન્સ્ટ્રકશન આપી ને જતા..


એક દિવસ મારાથી કહેવાઇ ગયું પપ્પા..ટામેટા 100 રૂપિએ કિલો છે....


તો શું થઈ ગયું....તમે નાના હતા..ત્યારે..તમને અમે શાકના ભાવ કહી જમાડતા હતા...?


પપ્પાના હાર પહેરાવેલ ફોટા સામે જોઈ... હસ્તા..હસ્તા.

આંખમાં પાણી સાથે ..તેમના શબ્દો હું યાદ કરૂં... છું


કોઈ વખત ઓચિંતા..પપ્પા એવા કામો સોંપે...કે આપણે થાકેલા હોય..કંટાળો આવતો હોય એક વખત મેં..કીધું 

પપ્પા આજે હું થાકી ગયો છું...


તો મને કહે...કેમ તમને મોટા કરતા અમને થાક નહીં લાગ્યો હોય ? પપ્પા ને સમજવા બહુ અઘરા હતા


એક દિવસ એવું થયું...રોજ ના નિયમ મુજબ..પપ્પા મમ્મી રાત્રે જમવા આવ્યા.. પાપા મમ્મી ગરમ..ગરમ જમી લે, પછી હું મારી પત્ની અને મારો પુત્ર દિપેન જમવા બેસીયે...

તેઓ જમતા હતા..એ દરમ્યાન કોઈનો ફોન આવ્યો..મારી પત્ની તેમની સાથે ફોન ઉપર વાત કરી રહી હતી


એ સમયે મારા મમ્મી ઉભા થઈ.. રસોડા મા પપ્પા ને વધારા નું શાક આપવા માટે શાક નું વાસણ લેવા ગઈ..તેમા શાક નું પ્રમાણ જોઈ . મમ્મી..કશું બોલ્યા વગર બહાર આવી ગઈ...


મમ્મી વાસ્તવિકતા સમજી ગઈ હતી ...અમારા જમ્યા પછી આ ત્રણ વ્યક્તી શુ કરતા હશે....?

તેને શાક ના ભાવ ખબર હતી...


બીજે દિવસે પપ્પા જમવા આવ્યા.. જમ્યા પછી કહે બેટા 

થોડું કામ છે...મારી સાથે બહાર આવીશ ?

મને થયું..વળી પાછું શુ પપ્પા ને કામ પડ્યું...હશે

હું થાકેલ તો હતો.. પણ પપ્પા ને ના પાડવા ની હિંમત ન હતી...


હું..પપ્પા સાથે બહાર ગયો...પપ્પા મને તેઓ રહેતા હતા એ જુના ફ્લેટ ઉપર લઈ ગયા...


ઘર ખોલી પપ્પા પહેલા તો ભેટ્યા..આંખમાં આંસુ સાથે બોલ્યા...કોઈ તકલીફ માં છે ?


મેં હસતા હસતા કીધુ..ના પપ્પા..તમારી હાજરી હોય ત્યાં તકલીફો પણ ભાગી જાય...


બેટા.. તારો.. મિત્ર મળ્યો..હતો..કહેતો હતો..કંપની માં બે ત્રણ મહિના થી પગાર નથી થયો....બાળકો ના સ્કૂલ ની ફી, રૂટિન કેવી રીતે તું ઘર ચલાવે છે..?

પપ્પા નો માથે હાથ ફરતો હતો..જાણે જિંદગી નો થાક ઉતરી રહ્યો હોય તેવી લાગણી હું અનુભવતો હતો..


પપ્પા ..એતો જીંદગી છે..ચાલ્યા કરે...મેં કીધું..


બેટા.. તુ તારી પરીક્ષા મા પાસ થઈ ગયો છે...


હું કાંઈ સમજ્યો નહીં પાપા...


જો બેટા... સંતાનો ની કસોટી ..ઘડપણ મા જ થાય છે...તારી માઁ એ કાલે મને બધી વાત કરી...અને મને વઢી પણ નાખ્યો..મને કહે છે તમને સંતાન ને હેરાન કરવા મા મજા કેમ આવે છે..? 


તું જ કહે..બાપ કદી..સંતાન ને હેરાન થતો જોઈ શકે...ખરો ?


પપ્પા અંદર ના રૂમ મા ગયા .. બહાર આવી... મારા નામ ની ફિક્સ ડિપોઝીટો..અને રિકરિંગ પાસબુક..હાથ મા મૂકી કહે બેટા.. આ બધું તારૂ અને તારા નામેજ છે..જરૂર હોય તો વટાવી લે... પણ મુંઝાતો નહીં... 


મારી સામે આંખ મેળવી બોલ્યા..તારો બાપ બેઠો છે..જરા પણ મુંઝાતો કે ચિંતા ન કરતો..


એક લોખંડી વ્યક્તતીત્વ વાળા મારા પપ્પા માખણ ની જેમ પીગળી રહ્યા હતા... બહાર થી કડક દેખાતી વ્યક્તી અંદરથી કેટલી નાજુક હોય છે..તેનો અનુભવ હું કરી રહ્યો હતો


બેટા તારા ઘરે બે સમય જમતો હતો..પણ દર મહિને તારા રીકરીંગ ના ખાતા મા મારા પેન્શન ના રૂપિયા 25000 જમા કરાવતો હતો...બચાવેલા મૂડી ના વ્યાજ માંથી અમારા ખર્ચા નીકળી જાય છે...અમારી જરૂરિયાત કેટલી હોય ?


તારા લગ્ન મોટા ઘર ની છોકરી સાથે થયા હતા...મને બીક હતી કે તું રૂપિયા ઉડાવી નાખીશ ..એટલે.. મેં આ પગલું ભર્યું..હતું.


બેટા..તારી મા પણ મોટા ઘર માંથી જ આવી હતી.. પણ...કહેવા ના મોટા ઘર હોય..બાકી દિલ બહુ નાના હોય છે.... મૂશ્કેલી મા સાસરા નો રૂપિયો કાઈ કામ નથી આવતો... 

આ લોકો સલાહ માટે આગળ અને મદદ વખતે પાછળ...ઉભા હોય છે..


પપ્પા હસ્તા હસ્તા ખભે હાથ મૂકી બોલ્યા.."અપના હાથ જગન્નાથ"

આપણી બચત એજ આપણું સ્વમાન છે..એજ આપણી મુશ્કેલી નો સાથી છે...સંસાર માં દરેક લોકો પોતાની મુશ્કેલીઓ થી ઘરાયેલ હોય છે...આપણી લડાઈ આપણે જાતે લડવાની હોય છે.. 


આપણી ખોટી જરૂરિયાત વધે..એટલે સાથે..સાથે અપેક્ષાઓ વધતી જાય..અપેક્ષાઓ વધે એટલે સામેની વ્યક્તિ આપણે સ્વાર્થી લાગે...અપેક્ષાઓ એ દુઃખ ની જનેતા છે.....માટે જેટલી આવક એટલા ખર્ચ કરવા


તારી પત્ની પણ ગૃહલક્ષ્મી જેવી છે...મને માન છે....તેના ઉપર. 


જુદા રહેવા નો નિર્ણય.. એ તારા ઉપર નારાજગી નથી ...તારી માઁ લાગણીશીલ છે...પઝેસિવ પણ છે.. તેની ઘડપણ ને કારણે ..કીટ.. કીટ વધી જાય..તો તારું દામ્પત્ય જીવન પણ ..અને મારું ઘડપણ અને નિવૃત્તિ નું જીવન પણ બગડે...


આપણા પિતા..પુત્ર ના સંબધ મા કોઈ ખટાશ ઉભી થાય એ પહેલાં આ નિર્ણય મે લીધો હતો..


બેટા..તે એક વખત મને કીધું હતું...પપ્પા મારી પણ ઉમ્મર વધે છે..વાત તો તારી પણ સાચી લાગી..વખતે સંતાનો ને રૂપિયા કામ ના આવે તો તે રૂપિયા નહીં કાગળ જ છે..


પપ્પા ના ફોટા સામે...જોઈને ભીની આંખે હું બોલ્યો

પપ્પા તમારું ભાવતું..સેવ ..ટામેટા નું શાક બનાવ્યું છે... 120 રૂપિયે કિલો છે..જમવા નહીં આવો..?


દામિની બોલી શુ વિચાર માં પડી ગયા ?


*મેં કીધું ..*

*बुरे वक्त में कन्धे पर रखा गया हाथ, कामयाबी पर बजने*

*वाली तालियों से ज्यादा. कीमती होता हैं.......*


✍️ *સંકલન: લલિત ડી શાહ*

No comments:

Post a Comment