Search This Website

Sunday, May 14, 2023

ટુંક સમયમાં લોન્ચ થશે 5 વંદે ભારત ટ્રેન, આ રાજ્યોને મળશે લાભ

 

ટુંક સમયમાં લોન્ચ થશે 5 વંદે ભારત ટ્રેન, આ રાજ્યોને મળશે લાભ

પુરી-હાવડા વંદે ભારત બાદ નવી જલપાઈગુડી-ગુવાહાટી વંદે ભારત ટ્રેન દોડાવાશે

પટના-રાંચી રૂટ પર વંદે ભારત શરૂ થવાની પણ સંભાવના

નવી દિલ્હી, તા.14 મે-2023, રવિવાર

દેશમાં અત્યાર સુધીમાં ઘણી વંદે ભારત ટ્રેનો શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કેરળ, ગુજરાત સહિત ઘણા રાજ્યોને વંદે ભારત ટ્રેન શરૂ થઈ ગઈ છે. તો દેશના અન્ય નવા રૂટો પર પણ મુસાફરો વધુ વંદે ભારત ટ્રેનોની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ટુંક સમયમાં રેલવે તરફથી સારા સમાચાર મળવાના છે. જૂનમાં ઓછામાં ઓછી પાંચ વંદે ભારત ટ્રેનો લોન્ચ થશે. 15મી મેએ પુરીથી હાવડા રૂટ પર વંદે ભારત ટ્રેન લોન્ચ કરવામાં આવી શકે છે.

પુરી-હાવડા વંદે ભારત ટ્રેન બાદ ન્યુ જલપાઈ ગુડી-ગુવાહાટી વંદે ભારત ટ્રેન દોડાવાશે

રિપોર્ટ અનુસાર પુરી-હાવડા વંદે ભારત ટ્રેન બાદ ન્યુ જલપાઈ ગુડી-ગુવાહાટી વંદે ભારત ટ્રેન દોડાવાશે. ત્યારબાદ પટણા-રાંચી રૂટ પર વંદે ભારત ટ્રેનની શરૂઆત થવાની સંભાવના છે. ગુવાહાટીમાં શરૂ થનારા વંદે ભારત ટ્રેન ઉત્તરપૂર્વની પ્રથમ ટ્રેન હશે. જ્યારે પુરી-હાવડા વંદે ભારત ટ્રેનની વાત કરીએ તો આ ટ્રેન પુરી, ઓડિસાથી સવારે 5.50 કલાકે ઉપડી શકે છે અને ત્યારબાદ હાવડાથી બપોરે 2 વાગે પરત ફરી શકે છે. ઓડિશા સરકારે આ હાઈ સ્પીડ ટ્રેનને ભુવનેશ્વ-હૈદરાબાદ, પુરી-રાયપુર અને પુરી-હાવડા રૂટ પર દોડાવવાની માંગ કરી છે.

હાવડા-પુરી રૂટ પર વંદે ભારતનું ટ્રાયલ રન

ટ્રાયલ રન દરમિયાન હાવડા-પુરી રૂટ પરની વંદે ભારત ટ્રેને ખડગપુર, બાલાસોર, ભદ્રક, જયપુર-કિયોંઝર રોડ, કટક, ભુવનેશ્વર, ખુર્દ ખાતે સ્ટોપેજ લીધું હતું. અહીં ટ્રેન 2 મિનિટ રોકાઈ હતી. ઉલ્લેખનિય છે કે, ગત મહિને વડાપ્રધાન મોદીએ ઘણી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. મધ્યપ્રદેશ અને દિલ્હી વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી હતી, જ્યારે રાજસ્થાન અને કેરળને પણ વંદે ભારત ટ્રેનની ભેટ મળી હતી. આવનારા સમયમાં વંદે ભારત ટ્રેન ઘણા નવા રૂટ પર જોવા મળી શકે છે.

No comments:

Post a Comment