Search This Website

Friday, May 26, 2023

આઈ.ટી.આઈ. પ્રવેશ એડમિશન 2023 Gujarat ITI Admission

 

આઈ.ટી.આઈ. પ્રવેશ એડમિશન 2023 Gujarat ITI Admission

રાજ્યની તમામ સરકારી/ગ્રાન્ટ-ઈન-એઈડ/સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશસત્ર-2023 માં ભરવાપત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. પ્રવેશવાચ્છુ ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે પોતાનો મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી ફરજિયાત દર્શાવવાના રહેશે.

Gujarat ITI Admission 2023 (આઈ.ટી.આઈ. પ્રવેશ 2023)

સંસ્થાનું નામરોજગાર અને તાલીમ નિયામક (DET), ગુજરાત
પ્રવેશનું નામITI (આઈ.ટી.આઈ.)
પોસ્ટનું નામITI એડમીશન
પ્રવેશ સ્થળગુજરાત રાજ્ય
રજીસ્ટ્રેશન તારીખ24/05/2023 થી 25/06/2023 સુધી
પસંદગી પ્રકારમેરીટ આધારિત
અરજી પ્રકારઓનલાઈન
ઓફિસિયલ વેબસાઈટitiadmission.gujarat.gov.in
આઈ.ટી.આઈ. પ્રવેશ એડમિશન 2023 Gujarat ITI Admission

ગુજરાત ITI પ્રવેશ 2023 કોર્ષ

 • કોમ્પપુટર સંચાલક
 • ઇલેક્ટ્રિશિયન
 • ફિટર
 • મિકેનિક ડીઝલ એન્જિન
 • વેલ્ડર (TASP)
 • વાયરમેન (TASP)
 • વાઇન્ડર
 • આર્મેચર મોટર રીવાઇન્ડિંગ/કોઇલ
 • ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ
 • ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ SCP)
 • મિકેનિક્સ ડીઝલ એન્જિન
 • મિકેનિક્સ ડીઝલ એન્જિન (SCP)
 • મિકેનિક્સ મોટર વ્હીકલ
 • મિકેનિક રેફ્રિજરેશન અને એર-કંડિશનર.
 • સીવણ ટેકનોલોજી
 • વાયરમેન

ITI Admission 2023 પ્રવેશની સામાન્ય માહિતી.

વય મર્યાદા

 • ઉમેદવાર પ્રવેશનાં વર્ષના ઓગસ્ટ માસની ૧લી તારીખે નીચે મુજબ વયમર્યાદા ઘરાવતા હોવા જોઈએ.
 • સત્ર શરુ થવાના પ્રથમ દિવસે તમામ ઉમેદવારની ન્યુનત્તમ વય ૧૪ વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ.
 • વિધવા અને ત્યકતાની ન્યુનત્તમ વય ૧૮ વર્ષ હોવી જોઈએ.
 • માજી સૈનિકો અને સૈનિકોની વિધવાઓની ન્યુનત્તમ વય ૧૮ વર્ષ હોવી જોઈએ.

શારીરિક યોગ્યતા: 

ઉમેદવાર તંદુરસ્ત અને ચેપી રોગથી મુક્ત હોવા જોઈએ જે સંસ્થા ખાતે પાર્ટ ટાઈમ મેડીકલ ઓફિસર ન હોય તેવી સંસ્થાઅ તાલીમાર્થીઓની સ્થાનિક ડૉક્ટર પાસે દાકતરી તપાસ કરાવી શકશે. પરંતુ શક્ય બને ત્યાં સુધી સરકારી/પંચાયત/જાહેર ટ્રસ્ટ અથવા વિનામૂલ્યે આવી સેવા પૂરી પાડતી હોસ્પિટલોમાં દાકતરી તપાસ કરાવવાની રહેશે.

ટ્યુશન ફી તથા બાંહેધરીની રકમ (કોશનમની ડિપોઝિટ)

જનરલ, આર્થિક રીતે નબળા વર્ગો તેમજ બક્ષીપંચના તાલીમાર્થીઓએ માસિક રૂ.૧૦૦/- ટ્યુશન ફી ભરવાની રહેશે. ટ્યુશન ફી છ માસિક સમયગાળા માટે લેવામાં આવે છે. કન્યાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને દિવ્યાંગ તાલીમાર્થીઓને ટ્યુશન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. આમ છતાં ફી બાબતમાં સરકારશ્રી દ્વારા વખતો વખત જે ફેરફારો થાય તે સર્વે પ્રવેશ લેનાર ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

પ્રવેશ મેળવતી વખતે તાલીમાર્થીઓએ રૂ.૨૫૦/- બાંહેધરીની રકમ તરીકે ભરવાની રહેશે. તાલીમાર્થી સંસ્થાના ઓજારો/યંત્રોને નુકશાન કરે કે અધવચ્ચે તાલીમ છોડી જશે તો આ રકમ જ્પ્ત કરવામાં આવશે. નુકશાનની રકમ વધુ હશે તો વધારાની રકમ વસુલવામાં આવશે. સંતોષકારક રીતે તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીને તાલીમના અંતે બાંહેધરીની રકમ પરત કરવામાં આવશે.

ગુજરાત ITI એડમીશન 2023 – જરૂરી ડોક્યુમેન્ટ

ચકાસણી માટે જરૂરી દસ્તાવેજો નીચે દર્શાવેલ છે:

 • 10મી/12મી માર્કશીટ
 • 10મું/12મું પ્રમાણપત્ર
 • અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ
 • ફી રસીદ
 • જો લાગુ હોય તો શ્રેણી પ્રમાણપત્ર
 • ડોમિસાઇલ પ્રમાણપત્ર
 • અક્ષર પ્રમાણપત્ર
 • પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ
 • ઓળખ પુરાવો

અરજી માટે જરૂરી અરજી ફી

 • ગુજરાત ITI અરજી ફી ઓનલાઈન મોડ દ્વારા સબમિટ કરવામાં આવશે.
 • અરજી ફી રૂ 50/- રહેશે .
 • ઉમેદવાર વ્યવહાર માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા એપ્લિકેશન ફી ચૂકવી શકશે .
 • અરજી ફી નોન-રીફંડપાત્ર રહેશે .

જુઓ સ્ટેપ બાય સ્ટેપ ગુજરાત ITI પ્રવેશ માટે અરજી કેવી રીતે કરવી

 • પગલું-1: ગુજરાત ITI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો (લિંક ઉપર આપવામાં આવશે).
 • પગલું-2: ‘નવી નોંધણી’ લિંક પર ક્લિક કરો.
 • પગલું-3: અરજી ફોર્મ ભરવા માટે વિગતો દાખલ કરો જેમ કે વ્યક્તિગત, શૈક્ષણિક, સંપર્ક નંબર વગેરે.
 • પગલું-4:  ઉમેદવારોએ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને હસ્તાક્ષરની સ્કેન કરેલી ઇમેજ JPEG ફોર્મેટમાં 50 KB કરતા ઓછી સાઇઝમાં અપલોડ કરવાની રહેશે.
 • પગલું-5: અરજી ફોર્મ માટેની ફી ઓનલાઈન મોડમાં સબમિટ કરવામાં આવશે.
 • પગલું-6: ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.

ગુજરાત ITI એડમીશન 2023 મહત્વની તારીખો

ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું શરુ કર્યાની તારીખ24/05/2023
ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની, રજીસ્ટ્રેશન ફી ભરી ઓનલાઈન સબમિટ કરવાની તથા એડમીશન ફોર્મ માં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા – વધારા કરવાની છેલ્લી તારીખ25/06/2023
પ્રોવીજનલ મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ27/06/2023
આખરી બેઠકો પ્રસિદ્ધ કરવાની તારીખ27/06/2023
પ્રવેશ મોક રાઉન્ડ માટે ચોઈસ ફીલિંગની તારીખ, મેરીટ લીસ્ટમાં વાંધાઓ તથા તે સુધારા વધારા માટેની તારીખ28/06/2023 to 03/07/2023
પ્રવેશ મોક રાઉન્ડ નું પરિણામ જાહેર કરવાની તારીખ04/07/2023
આખરી મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ04/07/2023
પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફીલિંગ સુધારા વધારા માટેની તારીખ06/07/2023 to 11/07/2023
પ્રવેશના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવાની તારીખ12/07/2023

ઉપયોગી લીનક

માહિતી પુસ્તિકાઅહી ક્લિક કરો
પ્રવેશ કાર્યક્રમ (ટાઇમ ટેબલ)અહી ક્લિક કરો
રજીસ્ટ્રેશન લિંકઅહી ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટઅહી ક્લિક કરો

જાણો ગુજરાત ITI પ્રવેશ 2023 મેરિટ લિસ્ટ

ગુજરાત ITI 2023 માટે મેરિટ લિસ્ટ વેબસાઈટ પર ઓનલાઈન મોડ દ્વારા બહાર પાડવામાં આવશે . ઉમેદવારોની લાયકાત પરીક્ષાના ગુણના આધારે પ્રવેશ પ્રક્રિયા તૈયાર કરવામાં આવશે. મેરિટ લિસ્ટ જુલાઈ 2023ના ત્રીજા સપ્તાહથી બહાર પાડવામાં આવશે.

ઉમેદવારો મેરિટ લિસ્ટમાં તેમના નામ અને રેન્કિંગ ચેક કરી શકશે. ઉમેદવારોના કાઉન્સેલિંગ અને એડમિશનની આગળની પ્રક્રિયા મેરિટ લિસ્ટમાં તેમના નામ પ્રમાણે હાથ ધરવામાં આવશે. વાંધાઓની સુવિધા પૂરી થયા બાદ સત્તાધિકારી દ્વારા અંતિમ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે.

No comments:

Post a Comment