Search This Website

Monday, April 3, 2023

રુપિયા ડબલ કરવા કરોડપતિ રોકાણકારોની ખાસ ફોર્મ્યુલા Rule of 72, ફટાફટ શીખી લો




રુપિયા ડબલ કરવા કરોડપતિ રોકાણકારોની ખાસ ફોર્મ્યુલા Rule of 72, ફટાફટ શીખી લો






What is Rule of 72: આ એક એવો રુલ છે જે તમને જણાવશે કે કઈ યોજનામાં ક્યારે તમારા રુપિયા ડબલ થઈ જશે અને તમે કરોડપતિ બની શકો છો.NEWS18 GUJARATI
 




1. 72 નો રુલ શું છે?



72 ના રુલમાં તમે એ કરો છો કે તમે જે પણ સ્કીમમાં પૈસા રોક્યા છે, તે યોજનામાં તમને અંદાજિત વ્યાજ દરે વાર્ષિક વળતર મળે છે તેને તમે 72 વડે વિભાજિત કરશો તેના જવાબમાં જે પણ નંબર આવશે તે એટલા વર્ષોની સંખ્યા હશે જેમાં તમારા રુપિયા ડબલ થઈ જશે.

2. કેવી રીતે થશે ગણતરી, ઉદાહરણથી સમજો





ધારો કે તમે ફિક્સ ડિપોઝિટમાં 1 લાખ સુધીની રકમ જમા કરો છો. આના પર તમને એક વર્ષમાં 8.2%ના દરે વળતર મળી રહ્યું છે. હવે તમે 8.2% વ્યાજ દરને 72 વડે ભાગો છો. એટલે કે તમારા 1 લાખને 2 લાખ થવામાં 8.7 વર્ષ એટલે કે 8 વર્ષ 7 મહિના લાગશે.

3. પૈસા બમણા કરવા માટે કેટલું વળતર હોવું જોઈએ તે કેવી રીતે જાણવું?



તમે રુલ ઓફ 72 દ્વારા એ પણ જાણી શકો છો કે તમને કયા સમયગાળામાં કેટલું વળતર મળવું જોઈએ, જેના કારણે તમારા પૈસા બમણા થઈ જશે. ધારો કે તમારો ટાર્ગેટ છે કે તમે FDમાં મૂકેલા પૈસા આગામી 7 વર્ષમાં બમણા થવા જોઈએ. હવે આ માટે તમારે 72 ને 7 વડે વિભાજિત કરવા પડશે, એટલે કે, તમારે તમારા રોકાણ પર 10% વ્યાજ દરના રિટર્નની જરૂર પડશે, જેથી તમારા પૈસા બમણા થઈ જશે.

4. 72 ના રુલ સાથે આ શરતોને યાદ રાખો



યાદ રાખો કે આ વર્ષો દરમિયાન તમારા વ્યાજ દરમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે, તેથી તમારું વળતર પણ ઉપર અને નીચે જઈ શકે છે. જો તમારું પોર્ટફોલિયો વળતર 4-15% ની વચ્ચે છે, તો આ ફોર્મ્યુલા પર તમે અંદાજિત ગણતરી મેળવી શકો છો.

5. અન્ય વસ્તુઓનું ધ્યાન રાખો



જેમ આપણે ઉપર કહ્યું છે કે આ રુલ તમને ચોક્કસ ગણતરી નહીં આપે પરંતુ, તમે એક નજીકનો અંદાજ મેળવવા માટે તેનાથી ગણતરી કરી શકો છો. પરંતુ તેની સાથે, તમારે રોકાણની કિંમત અને તેની સાથે સંકળાયેલ કરવેરા વગેરેને પણ ધ્યાનમાં રાખવા જોઈએ.

6. કોઈ પણ રોકાણ કરતાં પહેલાં આ જરુર વાંચો



(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

No comments:

Post a Comment