Indian Railways : ભક્તો માટે સારા સમાચાર ! વેકેશનમાં ભારત ગૌરવ ટ્રેન દ્વારા 5 જ્યોતિર્લિંગના દર્શન કરો
પર્યટનને પ્રોત્સાહન આપવા માટે, IRCTC સમયાંતરે ટૂર પેકેજ લોન્ચ કરતી રહે છે. IRCTC હવે તમને પાંચ જ્યોતિર્લિંગના દર્શન કરાવવા જઈ રહ્યું છે.

જ્યોતિલિંગના દર્શન કરવા માંગતા લોકો માટે એક સારા સમાચાર છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમે જ્યોતિલિંગના દર્શન માટે ભારત ગૌરવ સ્પેશિયલ પ્રવાસન ટ્રેન શરુ કરવાની જાહેરાત કરી છે. આ ભારત ગૌરવ સ્પેશિયલ ટ્રેન કોલકાતાથી 20મેના રોજ શરુ થશે.

શ્રદ્ધાળુઓ માટે આઈઆરસીટીસીએ સ્પેશિયલ ટુર પેકેજની જાહેરાત કરી છે. આ ટ્રેનમાં રિઝર્વેશન કરવવા માટે જો એક સાથે ટ્રેનમાં 15 લોકોનું ગ્રુપ ટિકિટ બુક કરાવે છે તો તેમને એક હજાર પ્રતિ યાત્રિકની ટિકિટ પર છૂટ આપવામાં આવશે.

આ ટૂર પેકેજમાં પાંચ જ્યોતિલિંગ, ઓમકારેશ્વર, મહાકાળેશ્વર, સોમનાથ, નાગેશ્વર અને ત્રંબકેશ્વરની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી , શિરડી સાંઈ બાબા અને શનિ શિંગળાપુરના દર્શન કરાવશે. આ ટ્રેન કોલકાતાથી શરુ થશે. 11 રાત્રનું આ ટુર પેકેજ રહેશે.

સ્લીપર ક્લાસમાં આ પેકેજમાં બર્થ ઉપલબ્ધ છે અને વ્યક્તિ દીઠ ભાડું 20,060 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ પેકેજમાં મુસાફરોને નોન એસી હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પેકેજ તમે IRCTCની વેબ સાઈટ પર જઈ બુક કરાવી શકો છો.આ ટ્રેનમાં સીસીટીવી કેમેરાથી લઈને સુરક્ષા સુધી તમામ પ્રકારની નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રસોઈ માટે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કોચ બનાવવામાં આવ્યો છે.
No comments:
Post a Comment