Search This Website

Monday, March 13, 2023

Heatstroke: ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું.




Heatstroke: ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું.





ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆતથી જ લુ અને કાળજાળ ગરમી પડવાની ખૂબ જ શરૂઆત થઈ ગઈ છે, હવામાન ખાતા દ્વારા અગામી દિવસોમાં ખૂબ જ ગરમી અને લુ પડવા અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, માટે દરેક લોકોએ જાણવું જરૂરી છે કે ઉનાળાની ગરમી અને હીટ સ્ટોકથી બચવા માટે શું કરવું જોઈએ, તકેદારી ના પગલા રૂપે કેવી સાવચેતી રાખવી જોઈએ, અને લુ લાગી ગયા બાદ સ્વસ્થ થવા માટેના ઘરગથ્થુ ઉપાયો ક્યાં છે આર્ટીકલ દ્વારા તમામ માહિતી ગુજરાતીમાં આપવામાં આવેલી છે.


Heatstroke: ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું.





લુ લાગવી (હિટ વેવ) ના લક્ષણો શુ છે?


કોઈપણ સ્થિતિનો સામનો કરતા પહેલા આપણને તે સ્થિતિના લક્ષણો અંગેની જાણકારી હોવી જરૂરી છે , કોઈપણ વ્યક્તિ ને લુ લાગે ત્યારે તેના શરીરમાં કેવા લક્ષણો ઉદભવે છે તે દરેક લોકોને ખ્યાલ હોય તો તકેદારીના ભાગરૂપે સાવચેતી રાખવી સરળ બને છે જાણો હીટવેવ (લુ લાગવી) ના લક્ષણો.


માથામાં સખત દુખાવો થવો
શરીરનું ટેમ્પરેચર ખૂબ જ વધી જવું
અતિશય તરસ લાગવી, મો સુકાવું, ગળું સુકાવું
શરીરમાંથી પાણી ઓછું થઈ જવાને કારણે ઉલટી થવી, ઉબકા થવા , ચક્કર આવવા, આંખે અંધારા આવવા અંતે બેભાન થઈને પડી જવું
પગની પિંડીઓમાં ખૂબ જ દુખાવો થવો
સુઝ ગુમાવી દેવી
વધુ પડતી લુ લાગવાના કિસ્સાઓમાં અતિ ગંભીર લક્ષણોમાં ખેંચ પણ આવી શકે છે.


લુ લાગે ત્યારે શું કરવું જોઈએ


કોઈપણ વ્યક્તિને જ્યારે લુ લાગે અને ઉપર જણાવ્યા મુજબના કોઈપણ લક્ષણો તેના શરીરમાં દેખાય ત્યારે કોઈ પણ જાતનો સમય ગુમાવ્યા વગર તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે કોઈપણ નજીકના હોસ્પિટલ નો સંપર્ક કરવો, તાત્કાલિક હત્યા પહોંચવાની વ્યવસ્થા કરવી.
આ ઉપરાંત ઘરગથ્થુ ઉપચાર તરીકે તાત્કાલિક જે કોઈ લિક્વિડ મળે જેમાં પાણી, વરિયાળી નો શરબત, કાચી કેરીનો શરબત , ગુલાબનો શરબત દ્રાક્ષનો શરબત નાળિયેર પાણી , ઓઆરએસ નું પાણી, લીંબુ શરબત , માટલા સાદું પાણી, એક ચમચી ખાંડ અને એક ચપટી મીઠું નું દ્રાવણ વગેરે …… જે હજાર હોય તે આપવું. શરીરમાં પાણીની અછત ન થાય તે માટે વધુમાં વધુ લિકવિડ લેવું જોઈએ


હીટવેવ થી બચવાના ઉપાયો


ઉનાળાની ઋતુમાં વધુ પડતી ગરમ આબોહવા હોય ત્યારે આપણા શરીરને લુ લાગવાથી બચાવવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જેના અનુસરણથી લુ લાગવાના ગંભીર કિસ્સા અથવા મૃત્યુ થવાના કિસ્સાઓ ઘટાડી શકાય છે


ગરમ આબોહવામાં જરૂરિયાત વગર બહાર ન નીકળવું જોઈએ
ફરજિયાતનું કામ હોય અને બહાર નીકળવું પડે તેમ હોય ત્યારે બપોરના સમય સિવાય નીકળવું હિતાવહ રહેશે
તડકામાં જતા પહેલા હંમેશા સનસ્ક્રીન લોશન નો ઉપયોગ કરવો
ઉનાળાની સિઝનમાં લુ લાગવાના કિસ્સાઓ બપોરે 12 વાગ્યાથી 3:00 વાગ્યા વચ્ચેના તડકામા થવાની શક્યતાઓ વધુ હોય છે માટે આ સમય દરમિયાન બહાર નીકળવાનું ટાળો
બહાર નીકળતી વખતે સુતરાઉ આખી બાય ના આખું શરીર ઢંકાય જાય તે તેવા કપડા રીતે પહેરવા જોઈએ આ ઉપરાંત આંખોમાં ચશ્મા ટોપી બુટ પહેરવા જરૂરી છે
ભલે તરસ ન લાગી હોય તો પણ થોડી થોડી વારે ઠંડુ સાદું પાણી પીતા રહેવું જોઈએ
અત્યારની સિઝન પ્રમાણે મળતા તાજા ફળો જેમાં તરબૂચ, નારંગી, સંતરા, લીંબુ, દ્રાક્ષ વગેરેનો ઉપયોગ કરવો
વાતાવરણ વધુ ગરમી વાળું હોય ત્યારે મહેનત વાળું કામ કરવાનું ટાળવું જોઈએ
બહારગામ જતી વખતે શરીરમાં પાણીનું તાપમાન જાળવી રાખવા માટે પ્રવાસ દરમિયાન પાણી સાથે રાખવું જરૂરી છે
શરીરમાંથી પાણીનું શોષણ કરે તેવા પીણા જેમાં આલ્કોહોલ, ચા-કોફી, સોફ્ટ ડ્રિંક વગેરે ઉનાળાની ઋતુમાં લેવાનું ટાળો.
ઘરે હંમેશા ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ
ઘરનું તાપમાન ઠંડુ રહે તે રીતે બારી દરવાજા રાત્રિના સમયે ખુલ્લા રાખો
ભારે અને મસાલેદાર ખોરાક તેમજ વધુ પ્રોટીન વાળો ખોરાક લેવાનું ટાડો
તાજો બનાવેલો હળવો ખોરાક ખાવાનું રાખો
લીંબુ શરબત, ફ્રુટ જ્યુસ, ઓઆરએસ પેકેટ, ઘરમાં સંગ્રહ કરીને રાખો જ્યારે જરૂર પડીએ ત્યારે તાત્કાલિક ઉપયોગ કરી શકાય.
ઘરની બહાર પાર્ક કરેલી ગાડીઓમાં બાળકોને વધુ રહેવા ન દો.પાલતુ પ્રાણીઓને છયડા મા રાખો અને પીવા માટે પુષ્કળ પાણી આપો
ઘરની બહાર પક્ષીઓના કુંડા રાખો અને તેમાં નિયમિત પાણી ભરો.

No comments:

Post a Comment