Search This Website

Thursday, March 16, 2023

1 લાખની FD પર એક વર્ષમાં કેટલું વ્યાજ મળશે , જાણો SBI બેંકમાં કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો




1 લાખની FD પર એક વર્ષમાં કેટલું વ્યાજ મળશે , જાણો SBI બેંકમાં કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો



1 લાખની FD પર એક વર્ષમાં કેટલું વ્યાજ મળશે : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રેપો રેટમાં વધારાની અસર એ થઈ છે કે દેશમાં ફિક્સ ડિપોઝીટ (FD) ના વ્યાજદરમાં પણ વધારો થયો છે. હવે FDનું વળતર ખૂબ વધારે થઈ ગયું છે. આજે આપણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પણ અલગ-અલગ મેચ્યોરિટીની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના વ્યાજ દરમાં વધારો કર્યો છે. જેનું એક વર્ષમાં કેટલું વ્યાજ મળશે એની સંપૂર્ણ માહિતી મેળવીશું

1 લાખની FD પર એક વર્ષમાં કેટલું વ્યાજ મળશે

ઘણા લોકો પોતાના બચાવેલ પૈસા રોકતા પહેલા એ જાણવા માંગે છે કે તેમને કેટલા દિવસમાં કેટલું વ્યાજ મળશે. જો તમે SBIમાં FD પર કેટલું વ્યાજ મળશે એ વાત માં મુંઝવતા હોવ તો હવે તમારા વ્યાજની ગણતરી કરવાની સમસ્યા દૂર થઈ ગઈ છે આજે અમે તમને એક વર્ષ દરમિયાન કેટલું વ્યાજ મળશે એની માહિતી આ આર્ટિકલ માં આપીશું . SBIની વેબસાઈટ પર ઉપલબ્ધ FD ડિપોઝિટ કેલ્ક્યુલેટર તમને પાકતી મુદત પર મળનારા વ્યાજ દર અને 1, 2 અથવા 3 વર્ષની મુદત માટે તમારી ફિક્સ ડિપોઝીટના કુલ કેટલું વ્યાજ મળશે એની માહિતી આ આર્ટિકલ માં આપીશું


1 લાખની FD પર એક વર્ષમાં કેટલું વ્યાજ મળશે

બેંકના નવા વ્યાજ દરો (SBI FD વ્યાજ દર 2023) 15 ફેબ્રુઆરી 2023 થી અમલમાં આવ્યા છે.
SBI બેંકમાં એક વર્ષમાં રૂ. 6,975 વ્યાજ મળશે

SBIએ હવે 1 વર્ષની પાકતી મુદતવાળી થાપણો પર વ્યાજ દર ઘટાડીને 6.80 ટકા કર્યો છે. SBI ફિક્સ્ડ ડિપોઝિટ કેલ્ક્યુલેટર મુજબ, જો તમે 1 વર્ષ માટે 1 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો તમને એક વર્ષમાં 6,975 રૂપિયાનું વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર તમને કુલ 1,06,975 રૂપિયા મળશે.
SBI બેંકમાં 2 વર્ષમાં રૂ. 14,888 વ્યાજ મળશે

SBIએ 2 વર્ષની પાકતી મુદતવાળી થાપણો પર વ્યાજ દર 6.75 ટકાથી વધારીને 7 ટકા કર્યા છે. જો તમે 2 વર્ષ માટે 1 લાખ રૂપિયા જમા કરો છો, તો તમને બે વર્ષમાં વ્યાજ તરીકે 14,888 રૂપિયા મળશે.
SBI બેંકમાં 3 વર્ષમાં રૂ. 21,341 વ્યાજ મળશે

SBIએ 3 વર્ષની પાકતી મુદતવાળી થાપણો પર વ્યાજ દર 6.25 ટકાથી વધારીને 6.50 ટકા કર્યા છે. SBI કેલ્ક્યુલેટર મુજબ, આ સમયગાળા દરમિયાન તમને ત્રણ વર્ષની FD પર વ્યાજના રૂપમાં 21,341 રૂપિયા મળશે. આ રીતે, ત્રણ વર્ષ પછી, તમારી રકમ વધીને 121,341 રૂપિયા થઈ જશે.
SBI બેંકમાં 5 વર્ષમાં રૂ. 38,042 વ્યાજ મળશે

ભારતીય સ્ટેટ બેંક હાલમાં 5 વર્ષની પાકતી મુદતવાળી ડિપોઝિટ પર 6.50% વ્યાજ પણ આપી રહી છે. જો તમે 5 વર્ષ માટે 1 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો તમને 5 વર્ષમાં વ્યાજ તરીકે 38,042 રૂપિયા મળશે. આ રીતે પાંચ વર્ષમાં તમારા 1 લાખ રૂપિયા વધીને 138,042 રૂપિયા થઈ જશે.
SBI બેંકમાં 400 દિવસ FD માં રૂ. 7.10% વ્યાજ મળશે

ભારતીય સ્ટેટ બેંક હાલમાં અને તમે 400 દિવસ માટે પાકતી મુદતવાળી ડિપોઝિટ પર 7.10% વ્યાજ પણ આપી રહી છે. જો તમે 1 વર્ષ માટે 1 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો તમને 1 વર્ષમાં વ્યાજ તરીકે 7100 રૂપિયા મળશે. આ સ્પેશિયલ સ્કીમ છે



Source : sbi.co.in

No comments:

Post a Comment