Search This Website

Tuesday, February 14, 2023

ભારતમાં આવી શકે છે કચ્છથી પણ મોટો ભૂકંપ!, તુર્કીમાં ભૂકંપની ભવિષ્યવાણી કરનાર વૈજ્ઞાનિકની ચેતવણી




ભારતમાં આવી શકે છે કચ્છથી પણ મોટો ભૂકંપ!, તુર્કીમાં ભૂકંપની ભવિષ્યવાણી કરનાર વૈજ્ઞાનિકની ચેતવણી



 

નવી દિલ્હી: તુર્કીમાં આવેલો ભયાનક ભૂકંપ ચર્ચામાં છે. તુર્કીમાં આવેલા ભૂકંપ સાથે ડચ વૈજ્ઞાનિક ફ્રૈંક હૂગરબીટ્સનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. ડચ વૈજ્ઞાનિક ફ્રૈંક હૂગરબીટ્સે તુર્કી અને તેના પાડોશી વિસ્તારમાં ખતરનાક ભૂકંપ વિશે ભવિષ્યવાણી કરી હતી, મહત્વપૂર્ણ છે કે તુર્કીમાં ભૂકંપથી અત્યાર સુધી 30 હજાર કરતા વધુ લોકો માર્યા ગયા છે. તુર્કીમાં ભૂકંપની ભવિષ્યવાણી કરનાર વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે ભારતીય ઉપમહાદ્વિપમાં 2001માં આવેલા કચ્છના ભૂકંપ કરતા પણ મોટો ભૂકંપ આવી શકે છે.




હવે ફ્રૈંક હૂગરબીટ્સનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ફ્રૈંક હૂગરબીટ્સ આ વીડિયોમાં ભારતમાં મોટો ભૂકંપ આવવાનો દાવો કરી રહ્યા છે. ફ્રૈંક હૂગરબીટ્સ એમ પણ કહી રહ્યા છે કે આ ભૂકંપ હિંદ મહાસાગર વિસ્તાર એટલે કે ભારત-પાકિસ્તાન સહિત અફઘાનિસ્તાનની આસપાસના કેટલાક વિસ્તારમાં આવી શકે છે.


કોણ છે ફ્રૈંક હૂગરબીટ્સ?

ફ્રૈંક હૂગરબીટ્સ સોલર સિસ્ટમ જ્યોમેટ્રી સર્વે એટલે કે SSGEOS માટે કામ કરે છે. ફ્રૈંક હૂગરબીટ્સ ગ્રહોની ચાલના આધારે ભૂકંપની ભવિષ્યવાણી કરે છે. SSGEOS એક શોધ સંસ્થા છે, જે ભૂકંપની ગતિવિધિનું અનુમાન લગાવવા માટે આકાશીય પિંડો જેવા ગ્રહો પર નજર રાખે છે.

તુર્કીમાં આવેલા ભૂકંપ પહેલા ફ્રૈંક હૂગરબીટ્સે શું કહ્યું હતું?

ફ્રૈંક હૂગરબીટ્સે તુર્કીમાં આવનારા ભૂકંપની ભવિષ્યવાણી કરી હતી. ફ્રૈંક હૂગરબીટ્સે એમ પણ જણાવ્યુ હતુ કે ભવિષ્યવાણી કર્યા પહેલા તેમણે પુરી રિસર્ચ કરી હતી. રિસર્ચથી તેમણે અનુમાન લગાવ્યુ હતુ કે ત્યા કેટલીક ભૂકંપ સબંધી ગતિવિધિ થવાની છે, માટે તેમણે વિચાર્યુ કે કોઇ ઘટના ના ઘટે તે પહેલા લોકો માટે ચેતવણી જાહેર કરવી જોઇએ.

ફ્રૈંકના દાવાને કેમ ખોટો માનવામાં આવે છે?

સોશિયલ મીડિયા પર ફ્રૈંકના દાવા પર કેટલાક સવાલ ઉભા થયા છે. જેની પર ફ્રૈંકનું કહેવુ છે કે ભૂકંપને લઇને ભવિષ્યવાણીને સૈદ્ધાંતિક રીતે યોગ્ય નથી માનવામાં આવતી. બીજી તરફ અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ કરનારાઓનું કહેવુ છે કે આજ સુધી કોઇ પણ વૈજ્ઞાનિકે કોઇ ભૂકંપની ભવિષ્યવાણી કરી નથી. વૈજ્ઞાનિક ભવિષ્યવાણી કરવા માટે જે વિધિનો ઉપયોગ કરવામાં આવે છે તેને લઇને કેટલાક વિવાદ છે.




તો શું ફ્રૈંકના દાવાથી ડરવાની જરૂર છે

સોશિયલ મીડિયા પર ફ્રૈંકને ભૂકંપ આવવાની તારીખ અને સમયને લઇને પણ સવાલ કરવામાં આવી રહ્યો છે, જેની પર ફ્રૈંક કહે છે કે વૈજ્ઞાનિક માત્ર વર્ષની અંદર ભૂંકપ આવવાનો અંદાજો લગાવી શકે છે. અમે તારીખ અને સચોટ લોકેશનની જાણકારી આપવામાં સક્ષમ નથી.



ફ્રૈંક હૂગરબીટ્સે એમ પણ કહ્યુ કે તેમની સંસ્થાએ ઇતિહાસમાં આવેલા ભૂકંપ વિશે રિસર્ચ કર્યુ છે, તેમની સંસ્થા ગ્રહોની સ્થિતિ જોઇને ભૂકંપનો અંદાજો લગાવે છે.



ફ્રૈંક હૂગરબીટ્સે કહ્યુ કે ઇતિહાસમાં આવેલા ભૂકંપનું અધ્યયન કરીને અમે એક પેટર્ન શોધીએ છીએ જેનાથી ભવિષ્યમાં આવનારા મોટા ભૂકંપનું અનુમાન લગાવી શકાય. રિસર્ચર અનુસાર આ ઘણી સારી રીતે કામ કરે છે. બીજી તરફ મુખ્યધારાના વૈજ્ઞાનિક ગ્રહોના પ્રભાવને કારણે ભૂકંપ આવવાને ખોટુ માને છે.

અફઘાનિસ્તાન અને ભારત-પાકિસ્તાનમાં આવી શકે છે ભૂકંપ

ફ્રૈંકે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત સાથે હિંદ મહાસાગર સુધી શક્તિશાળી ભૂકંપ આવવાની ભવિષ્યવાણી કરી છે. ફ્રૈંક ખુદ કહે છે કે આ સ્પષ્ટ નથી કે અફઘાનિસ્તાનથી શરૂ થઇને ભૂકંપ હિંદ મહાસાગર સુધી જશે. ફ્રૈંકે એમ પણ સ્પષ્ટ કર્યુ છે કે ભવિષ્યવાણીને લઇને થોડા ભ્રમની સ્થિતિ છે. ફ્રૈંકે એમ પણ જણાવ્યુ કે બની શકે કે આ ભૂકંપ 2001ની જેમ ભારત પર પોતાની અસર નાખે પરંતુ કઇ પણ નિશ્ચિત રીતે કહી શકાતુ નથી.



IMPORTANT LINK


કચ્છ સહીત વિવિધ સ્થળોએ વારંવાર ભૂકંપના આંચકા શુ કામ આવે છે, અહીથી જાણો




ભારતીય વૈજ્ઞાનિકો સાથે પોતાનું જ્ઞાન શેર કરવા તૈયાર ફ્રૈંક

ફ્રૈંકનું કહેવુ છે કે વર્તમાનમાં તેમની પાસે ટેકનિકના વિસ્તારને લઇને કોઇ સાધન નથી. ફ્રૈંકે જણાવ્યુ કે તેમણે તુર્કીના વૈજ્ઞાનિકનો સંપર્ક કર્યો હતો, કેટલાક વૈજ્ઞાનિકોને તેમાં રસ છે પરંતુ મોટાભાગના વૈજ્ઞાનિકોને તેમાં રસ નથી. ફ્રૈંકે કહ્યુ કે તેમમે સીરિયાથી કેટલીક હદ સુધી પૉઝિટિવ રિસ્પૉન્સ મળ્યો છે. ભારતીય વૈજ્ઞાનિકો વિશે પૂછવામાં આવવા પર ફ્રૈંકે કહ્યુ કે જો ભારત સરકાર તેમનો સંપર્ક કરે છે તો તે પોતાના જ્ઞાનને શેર કરવા માટે તૈયાર છે.

No comments:

Post a Comment