Best Health Tips / કાનના રોગો અને આયુર્વેદિક ઉપાયો
કાનના રોગો અને આયુર્વેદિક ઉપાયો: શરીરના દરેક અંગો ખૂબ જ ઉપયોગી છે જો શરીરમાંનું કોઈ પણ એક અંક પણ ઓછું કામ કરે અથવા તો કોઈ દર્દ કરે તો માણસ બેચેની અનુભવે છે તો આજે આપણે કાન વિશે વાત કરીએ.
જો માણસને કાનમાં નાનકડી ફોડકી થાય તો પણ માણસો ધ્યાનથી અને ત્યાં રહે છે અને બીજા કોઈ પણ કામમાં મન લાગતું નથી અને ખૂબ જ દુખાવો થાય છે તે જ રીતે જો માણસને સાંભળવામાં તકલીફ પડતી હોય તો પણ બેરોમીટરનો ઉપયોગ કરીએ છીએ પણ જે કુદરતે આપેલા છે તેના જેવું તો કામ આપે જ નહીં.
કાનના રોગો અને આયુર્વેદિક ઉપાયો
આજે આપણે કાનના રોગો અને આયુર્વેદિક ઉપાયો અથવા તો ઘરગથ્થુ ઉપાય વિશે વાત કરીએ.
કાનમાં રસી થવી.
જો કાનમાં રસી થાય તો નીચે મુજબના આયુર્વેદિક ઉપાયો કરી શકાય છે.
પહેલો પ્રયોગ: ફૂલાવેલા ટંકણખારને વાટીને કાનમાં નાખી ઉપરથી લીંબુના રસનાં ટીપાં નાખવાથી પરુ નીકળતું બંધ થાય છે.
પરુ જો શરદીથી થયું હોય તો શરદી મટાડવાનો ઉપાય કરવો. સાથે સારિવાદીવટીની ૧ થી ૩ ગોળી દિવસમાં બે વખત અને ત્રિફળા ગૂગળની ૧ થી ૩ ગોળી દિવસમાં ત્રણ વખત લેવી જોઈએ.
બીજો પ્રયોગ : શુદ્ધ સરસિયું અથવા તલના તેલમાં લસણની કળીને ગરમ કરી એક બે ટીપાં સવાર-સાંજ કાનમાં નાખવાથી ફાયદો થાય છે.
કાનમાં બહેરાશ આવે તે માટે શું કરવું:
અત્યારે DJના સમયમાં ઘણા લોકો બહેરાશ અનુભવે છે. આ ધ્વનિ પ્રદૂષણ ના લીધે નાના બાળકો તથા યુવાનોને કાનમાં બહેરાશ અથવા તો ઢાંક પડવી અથવા કાનમાં સીટી વાગી જવા ઘણા બધા અનુભવ થાય છે તો એ માટે અહીં થોડા પ્રયોગો છે.
પહેલો પ્રયોગ : દશમૂળ, અખરોટ અથવા કડવી બદામના તેલનાં ટીપાં કાનમાં નાખવાથી બહેરાપણામાં લાભ થાય છે.
બીજો પ્રયોગ : ગાયના તાજા ગોમૂત્રમાં એક ચપટી સિંધવ મીઠું મેળવી દ૨૨ોજ કાનમાં નાખવાથી આઠ દિવસમાં જ બહેરાશમાં લાભ થાય છે.
ત્રીજો પ્રયોગ : આકડાના પાકેલા પીળા પાનને સાફ કરી એના પર સરસિયું તેલ લગાવીને ગરમ કરી એનો રસ કાઢી બે ત્રણ ટીપાં દ૨૨ોજ સવાર સાંજ કાનમાં નાખવાથી બહેરાશમાં ફાયદો થાય
ચોથો પ્રયોગઃ કારેલાંનાં બી તથા એટલું જ કાળું જીરું પાણીમાં વાટી એનો રસ બે ત્રણ ટીપાં દિવસમાં બેવાર કાનમાં નાખવાથી બહેરાશમાં ફાયદો થાય છે.
પાંચમો પ્રયોગ : ઓછું સંભળાતું હોય તો કાનમાં પંચગુણ તેલનાં ૩-૩ ટીપાં દિવસમાં ત્રણવાર નાખવાં, ઔષધમાં સારિવાદિ વટી ૨-૨ ગોળી સવાર, બપોર, સાંજ લેવી, કબજિયાત ન રહેવા દેવો. ભોજનમાં દહીં, કેળાં, ફળ અને મીઠાઈ ન લેવી.
કાનમાં દુખાવો થાય તો શું કરવું :
આદુનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો, બહેરાપણું અને કાન બંધ થઈ ગયા હોય તો લાભ થાય છે.
કાનમાં અવાજ આવવો હોય તો શું કરવું :
લસણ અને હળદરને એકરસ કરીને કાનમાં નાખવાથી લાભ થાય છે. કાન બંધ થઈ જાય ત્યારે પણ આ પ્રયોગ હિતકારક છે.
કાનમાં જીવડું જાય તો શું કરવું:
દીવાની નીચે જામેલું તેલ, મધ અથવા દિવેલ કે ડુંગળીનો રસ કાનમાં નાખવાથી જંતુ નીકળી જાય છે.
કાનના સામાન્ય રોગો માટે ઉપાય:
સરસવ અથવા તલના તેલમાં તુલસીનાં પાન નાખીને ધીમા તાપે ગરમ કરવું. પાન બળી જાય ત્યારે તેલ ઉતારીને ગાળી લેવું. આ તેલનાં ૨-૪ ટીપાં કાનમાં નાખવાથી બધા જ પ્રકારનાં કાનનાં દરદોમાં લાભ થાય છે.

કાનના રોગો અને આયુર્વેદિક ઉપાયો માટે ઉપયોગી લીંક
અમે તમારા સુધી કાનના રોગો અને આયુર્વેદિક ઉપાયો માટેની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. પરંતુ આ માહિતીને ઉપયોગમાં લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
આ આર્ટિકલ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે બાબતો તમામ વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
www.gkeduinfo.com ની મુલાકાત લેવા બદલ આભાર. અહીં અમે કાનના રોગો અને આયુર્વેદિક ઉપાયો, હેલ્થ, આયુર્વેદ, ટેકનોલોજી, ચૂંટણી, રમતગમત, વેબ સિરીઝ, પરીક્ષાની તારીખો અને નવીનતમ અપલોડ કરેલી સૂચનાઓ વિશે માહિતી આપીએ છીએ અને જો તમને અન્ય કોઈ માહિતી જોઈએ તો અમને કમેન્ટ ના માધ્યમ થી જણાવી શકો છો. બને ત્યાં સુધી અમારા દ્વારા એપ સુધી પરફેટ માહિતી પહોંચાડવાનો જ અમારો ઉદ્દેશ છે. અહીં ક્લિક કરો

No comments:
Post a Comment