Search This Website

Monday, December 19, 2022

કાંકરીયા કાર્નીવલ કાર્યક્રમ / ડિસ્લેક્સીયા શું છે?, પ્રકાર, લક્ષણો અને સારવાર




ડિસ્લેક્સીયા શું છે?, પ્રકાર, લક્ષણો અને સારવાર





(Dyslexia) ડિસ્લેક્સીયા શું છે? પ્રકાર લક્ષણો અને સારવાર : ડિસ્લેક્સીયા એટલે કે ભણવામાં વિશિષ્ટ તકલીફ. એ ખાસ પ્રકારની બીમારી છે. આમાં બાળકની મુખ્ય તકલીફ ફક્ત ભણવામાં – એટલે કે વાંચવામાં લખવામાં અને ગણિતમાં જ હોય છે. 




 🔴🇱 🇮 🇻 🇪 
કાંકરીયા કાર્નીવલ કાર્યક્રમ જુઓ લાઈવ👇

આવાં બાળકોનો ભણવામાં દેખાવ તેમની આવડતની સરખામણીમાં ઓછો હોય છે. પોતાની દેખરેખ રાખવાની બાબતે, શારીરિક વિકાસ તેમજ વાતચીતની બાબતમાં અને સામાજિક વ્યવહારમાં વિકાસ સામાન્ય હોય છે. ટૂંકમાં, બાળક ફક્ત ભણવાની બાબતમાં પોતાની ઉંમરના બાળકોની સરખામણીમાં પાછળ હોય છે. બાળકની આ તકલીફ તેની બુધ્ધિ ઓછી હોવાને લીધે નહીં પણ બીજાં કારણોને આભારી હોય છે.










મુખ્ય તકલીફોમાહિતીનું યોગ્ય અર્થઘટન કરવાની


માહિતીનો યોગ્ય સંગ્રહ કરવાની
જરૂર પડે માહિતીને યાદ કરવાની
ડિસ્લેક્સીયાના પ્રકારવાંચન: વાંચવાનું ટાળે, ખોટું વાંચે વગેરે.
લેખનઃ લખવામાં ભૂલો પડે.
ગણિતઃ દાખલામાં કાચા હોય, રકમમાં, ચિહ્નમાં ખબર ન પડે.
ભાષાઃ બોલવામાં ભૂલો પડે.
ક્યારે ડિસ્લેક્સીયા કહી શકાય?આવડત અને આવતા પરિણામમાં દેખીતો ફરક હોય
ભણવામાં પોતાની ધોરણથી બે વર્ષ પાછળ હોય
ના ધારેલું અને અનિશ્ચિત પરિણામ આવતું હોય


ડિસ્લેક્સીયાના લક્ષણો


બાળકને શાળામાં દાખલ કરવામાં આવે તે પહેલાં જોવા મળતાં લક્ષણો :મોડું બોલતાં શીખે
બોલવાનું સ્પષ્ટ ન હોય
મૂળભૂત નિયમો શીખવામાં તકલીફ : આગળ-પાછળ, ઉપર-નીચે, મોટું-નાનું વગેરે સમજી ન શકવું.
ગાવામાં તકલીફ
આંકડા, શબ્દ, રંગ, આકાર, અઠવાડિયાના દિવસો શીખવામાં તકલીફ
ખૂબ જ ચંચળતા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ
બીજાં બાળકો સાથે ભણવામાં તકલીફ
આપેલ આદેશનું પાલન ન કરવું
ચિત્ર દોરવામાં, રંગ પૂરવામાં, બટન વાસવામાં, દોરી બાંધવામાં તકલીફ
અક્ષર લખવામાં સતત ભૂલો પડવી..
પ્રાથમિક શાળામાં જોવા મળતા લક્ષણો માધ્યમિક શાળામાં જોવા મળતાં લક્ષણો
શબ્દ બનાવવામાં અને બોલવામાં તકલીફ વાંચવા – લખવાનું ટાળવું
જોડણીમાં સતત ભૂલો ઉચ્ચાર ખોટા કરવા
ગણિતમાં ચિહ્ન ઓળખવામાં તકલીફ કામ ધીમે કરવું
આંકડાની ગોઠવણમાં ભૂલો પડવી યાદ રાખવામાં તકલીફ રકમવાળા દાખલામાં તકલીફ
નવી વસ્તુ શીખવામાં ધીમા હોવું ખરાબ અક્ષરો હોવા
પેન્સિલ પકડવામાં તકલીફ નિબંધ લખવાનું ટાળવું
સમય કહેવામાં તકલીફ ઓછી યાદશક્તિ
સમતોલન જાળવવામાં તકલીફ અર્થઘટન ખોટું કરવું
ક્રિયા તબક્કા મુજબ ક્રમશઃ કરવામાં તકલીફ સમતોલન – તાલ મેળમાં તકલીફ
જોઈને લખવામાં તકલીફ, ભૂલો પડવી. ક્રમની જાળવણીમાં અને સામૂહિક રમત રમવામાં તકલીફ
શારીરિક અને મોં પરના હાવભાવ સમજવામાં તકલીફ

વર્તનમાં જોવા મળતાં લક્ષણોભણવામાં ઓછો રસ હોવો
ભણવામાં યાદશક્તિ ઓછી પરંતુ બીજી બધી બાબત સારી રીતે યાદ રહે.
ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ
એક જગ્યા એ સ્થિર ન બેસે
વાતોડીયો હોય
બીજાને હેરાન કરે – અડપલાં કરે
રમતિયાળ હોય
પેન્સિલ છોલ્યા કરે, રબરથી ભૂંસ્યા કરે, વસ્તુઓ ભૂલી જાય
પૂછવામાં આવે તો મોઢે બધા જવાબ આપે પણ પરીક્ષામાં ન લખે
શાળાએ ન જવા માટે બહાનાં બતાવે
સારવાર / માર્ગદર્શનસઘન તાલીમ
સ્ટ્રક્ચરર્ડ બિહેવીયર થેરાપી
પ્લે થેરાપી
કાઉન્સિલીંગ- બાળક,માતા-પિતા

No comments:

Post a Comment