Business Idea : તમારા ઘરની ખાલી છતથી કરો લાખોની કમાણી, આજે જ શરૂ કરો આ કામ
Business Ideas: હાલના સમયમાં મોંઘવારી એટલી વધી ગઈ છે, લોકોને બીજું કોઈ કામ શોધવું જ પડી રહ્યું છે. જો તમે પણ રૂપિયા કમાવાનો વિકલ્પ શોધી રહ્યા છો, તો આજે અમે તમને કેટલાક એવા બિઝનેસ વિશે જણાવીશું, જેના દ્વારા તમે તમારા ઘરની છત પરથી સારી કમાણી શરૂ કરી શકો છો. મોટાભાગના લોકોના ઘરની છત ખાલી રહે છે, તો આવી સ્થિતિમાં તમે તેના દ્વારા મોટી કમાણી કરી શકો છો.
હોર્ડિંગ્સ લગાવી કરો કમાણી
જો તમારું ઘર મેન રોડ પર છે, તો તમે તમારી છત પર હોર્ડિંગ્સ લગાવી શકો છો. તમે તેના દ્વારા પણ કમાણી કરી શકો છો. આપને જણાવી દઈએ કે હોર્ડિંગનું ભાડું મિલકતના સ્થાનના આધારે નક્કી કરવામાં આવે છે. તેના માટે તમે આઉટડોર એડવર્ટાઇઝિંગ કંપનીઓનો સંપર્ક કરી શકો છો.
મોબાઈલ ટાવર લગાવી કમાણી કરો
આ સિવાય તમે તમારી છત પર મોબાઈલ કંપનીનો ટાવર લગાવીને પણ રૂપિયા કમાઈ શકો છો. જે કંપનીઓ મોબાઈલ ટાવર લગાવે છે તે તેના માટે ઘણા રૂપિયા ચૂકવે છે. જો તમે તમારી છત પર ટાવર લગાવો છો, તો તેના માટે તમારે સર્ટિફિકેટ લેવું પડશે અને તમારા પડોશીઓ સાથે કોઈ વાંધો નહીં હોવાની વાત કરવી પડશે.
સોલર પ્લાન્ટથી કરો કમાણી
તમે સોલાર પ્લાન્ટ લગાવીને પણ કમાણી કરી શકો છો. તેનાથી ન માત્ર વીજળી ઉત્પન્ન થાય છે, પરંતુ તમને બિલ ભરવામાં પણ રાહત મળે છે. સોલાર પ્લાન્ટ લગાવીને તમે સારા રૂપિયા કમાઈ શકો છો. તમે વીજળી ઉત્પન્ન કરીને અને તેને વેચીને સારા રૂપિયા કમાઈ શકો છો. પાવર કંપનીઓ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા પછી, તમારા ઘરે એક મીટર ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ મીટરથી જાણી શકાશે કે તમે કેટલી વીજળી વેચી છે. આ બિઝનેસ માટે લગભગ 80,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
તમારા ઘરની ખાલી છતથી કરો લાખોની કમાણીમહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો https://solarrooftop.gov.in/
આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
No comments:
Post a Comment