Search This Website

Tuesday, February 1, 2022

ALL OVER BUDGET - 2022

 

**ALL OVER BUDGET - 2022**


**રિયલ એસ્ટેટ**

2022-23માં પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાનો બનાવવામાં આવશે. આ માટે 48 હજાર કરોડનું ફંડ રાખવામાં આવ્યું છે.

એફોર્ડેબલ હાઉસિંગ પર સરકારનો ભાર, PM આવાસ યોજના હેઠળ 80 લાખ મકાનો બનશે

બજેટમાં પીએમ આવાસ યોજના હેઠળ દેશભરમાં 80 લાખ એફોર્ડેબલ હાઉસ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

** નોકરિયાત**

સીતારમણે કહ્યું કે બજેટથી ખેડૂતો, યુવાનોને ફાયદો થશે. આત્મનિર્ભર ભારતમાંથી 16 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે.

મેક ઈન ઈન્ડિયા અંતર્ગત 60 લાખ નોકરીઓનું સર્જન થશે.

ટેક્સ ફાઈલિંગ થયેલી ભૂલોને સધારવા માટે તક અપાશે.ITR માં ભૂલ હશે તો 2 વર્ષ સુધી સુધારી શકાશે.

નવા ટેક્સ રિફોર્મ લાવવાની યોજના.

સામાન્ય બજેટમાં મધ્યમ વર્ગને ફરી મોટો ઝટકો લાગ્યો છે. આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સરકારી કર્મચારીઓને મોટી ભેટ, પેન્શનમાં ટેક્સમાં છૂટ

સ્ટાર્ટઅપ્સને માર્ચ 2023 સુધી ટેક્સ ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓના પેન્શનમાં પણ છૂટછાટ આપવામાં આવશે.

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

**સ્ટુડન્ટ/શિક્ષણ**

ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.

નિર્મલા સીતારમણે કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન અભ્યાસમાં ઘણું નુકસાન થયું હતું. એક વર્ગ એક ટીવી ચેનલને 12 થી વધારીને 200 ટીવી ચેનલો કરવામાં આવશે. વધુમાં ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.

દેશના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરનું સરળ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સરકાર ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરશે. આ યુનિવર્સિટી ISTE ધોરણની હશે.

ગ્રામ્ય વિસ્તારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કૃષિ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવશે.

યુનિવર્સિટીમાં વ્યક્તિગત ભાષા (સ્થાનિક ભાષા)માં ICT (ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેક્નોલોજી) ફોર્મેટ પર શિક્ષણ આપવામાં આવશે.

ઈ-પાસપોર્ટ 2022-23થી જ જારી કરવામાં આવશે. જેનાથી નાગરિકોની સુવિધામાં વધારો થશે.

દેશની કૃષિ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક જરૂરિયાત, ઝીરો બજેટ, ઓર્ગેનિક ફાર્મિંગ અને આધુનિક ખેતીના આધારે નવેસરથી સુધારો કરવામાં આવશે.

આ ઉપરાંત શહેરી વિકાસ માટે નવા અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવશે. આ માટે 5 સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે. દરેકને 250-250 કરોડનું ફંડ મળશે.

ટીવી, મોબાઈલ અને રેડિયો દ્વારા તમામ પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવશે.

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-


**વુમન**

ઘરે ઘરે નળથી 5.5 કરોડ ઘરોને જળ મળશે.

નાણાકીય વર્ષ 2022-23માં ત્રણ કરોડથી વધુ પરિવારોને નળથી જળ આપવાની યોજના છે. શહેરી વિકાસ માળખાને મજબૂત બનાવવામાં આવશે.

આંગણવાડી પર ભાર મૂકવામાં આવશે. મહિલાઓ અને બાળકોને પોષણ અને આરોગ્યની સુવિધા મળશે. 2 લાખ આંગણવાડીઓનો વિકાસ કરવામાં આવશે.

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

 **રોજગાર**

સીતારમણે કહ્યું કે બજેટથી યુવાનોને ફાયદો થશે. આત્મનિર્ભર ભારતમાંથી 16 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે.

75માં સ્વતંત્રતા દિવસના અવસર પર, અમે દેશના 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ એકમો શરૂ કરીશું. આ તમામ યુઝર ફ્રેન્ડલી હશે અને સામાન્ય લોકોને તેનો સીધો લાભ મળશે.

મેક ઈન ઈન્ડિયા અંતર્ગત 60 લાખ નોકરીઓનું સર્જન થશે.

આ સિવાય આગામી 5 વર્ષમાં 30 લાખ વધારાની નોકરીઓ પણ ઉપલબ્ધ થશે.

કૌશલ્ય વિકાસ અને આજીવિકા માટે ડિજિટલ ઇકોસિસ્ટમ શરૂ કરવામાં આવશે.

IT અને પ્રાઈવેટ સેક્ટરમાં નોકરીઓ વધશે.

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

**હેલ્થ**

નિર્મલા સીતારમણે હેલ્થ સેક્ટરને મજબૂત કરવાની વાત કરી.

આરોગ્ય સુવિધાઓમાં વધારા માટે નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ શરૂ કરવામાં આવશે.

હવે તમામ આરોગ્ય સુવિધાઓ એક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે

નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ માટે એક ઓપન પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે. આમાં આરોગ્ય પ્રદાતાઓ અને આરોગ્ય સુવિધાઓ માટેની ડિજિટલ રજિસ્ટ્રીઝ સામેલ હશે. આ સાથે, પ્લેટફોર્મને એક યુનિક હેલ્થ આઈડી અને આરોગ્ય સુવિધાઓની સાર્વત્રિક ઍક્સેસ મળશે.

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-


**ખેડૂત**

ખેડૂતોને ડિજિટલ સર્વિસ અપાશે. ઓર્ગેનિક ખેતી પર ભાર અપાશે.

રાજ્ય સરકારોને તેમના અભ્યાસક્રમમાં ફોર્મિંગ કોર્સનો સમાવેશ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.

ટેક્નોલોજીનો ઉપયોગ ખેતીમાં પણ કરવામાં આવશે. ખેડૂત ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. તેનાથી પાક મુલ્યાંકન, જમીનના રેકોર્ડ, જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવશે.

ગંગા કિનારે હવે ઓર્ગેનિક ખેતી

ગંગાના કિનારેથી 5 કિ.મી. ના દાયરામાં આવતી જમીન પર ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.

ખેતીની જમીનના દસ્તાવેજોનું ડિજીટલાઇઝેશન થશે.

રસાયણમુક્ત ખેતિને પ્રોત્સાહન અપાશે.

ફળો અને શાકભાજીની સુધારેલી જાતો અપનાવવામાં ખેડૂતોને મદદ કરવા રાજ્યો સાથે કામ કરશે, ખેડૂતોને ડિજિટલ સેવા મળશે, જેમાં દસ્તાવેજો, ખાતર, બિયારણ, દવાઓ સંબંધિત સેવાઓનો સમાવેશ થાય છે.

5G લોન્ચ કરવા માટે એક સ્કીમ લાવવામાં આવશે. તમામ ગામો અને લોકો માટે ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ.

દરેક ગામમાં 2025 સુધીમાં ઓપ્ટિકલ ફાઈબરની સુવિધા આપવામાં આવશે

ખાનગી ક્ષેત્ર દ્વારા 5G મોબાઇલ સેવાઓ શરૂ કરવા માટે 2022માં સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. PLI યોજના હેઠળ 5G ઇકોસિસ્ટમ શરૂ કરવા માટે આધારિત ડિઝાઇન મેન્યુફેક્ચરિંગ સ્કીમ પણ શરૂ કરવામાં આવશે જેથી ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં સસ્તા દરે બ્રોડબેન્ડ અને મોબાઈલ કમ્યુનિકેશન સુનિશ્ચિત કરી શકાય.

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

**ઈન્ડસ્ટ્રી**

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડોઃ 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં તે હવે 1907 રૂપિયામાં મળશે. નવી કિંમત આજથા જ લાગુ કરાઈ છે.

વિમાનના ઈંધણના ભાવમાં રેકોર્ડ વધારોઃ બજેટ પહેલા એવિએશન ટર્બાઈન ઈંધણની કિંમતમાં રેકોર્ડ 8.5%નો વધારો થયો છે. ઈંધણના ભાવ વધવાથી હવાઈ ભાડું પણ વધી શકે છે.

નાણા મંત્રી સીતારમણે કહ્યું કે એર ઈન્ડિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ પૂર્ણ થઈ ગયું છે અને LICનો IPO ટૂંક સમયમાં આવશે.

જગ્યાની અછતને કારણે મોટા પાયા પર ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ નથી. આથી બેટરી અદલા-બદલી પોલિસી લાવવામાં આવશે.

બિઝનેસ કરવાની સરળતા માટે 1486 નકામા કાયદાઓ નાબૂદ કરવામાં આવશે.

પોસ્ટ ઓફિસમાં પણ બેંકિંગ સુવિધા શરૂ થશે. દરેક પોસ્ટ ઓફિસમાં એટીએમ હશે.

જાહેર રોકાણને ટકી રહેવાની જરૂર છે. હાલમાં ગ્રીન બોન્ડ દ્વારા નાણાં એકત્ર કરવામાં આવશે. જાહેર રોકાણની સાથે ખાનગી રોકાણને પ્રેરિત કરવાની યોજના છે.

આ નાણાકીય વર્ષમાં ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવશે.

RBI વર્ષ 2022-23માં ડિજિટલ કરન્સી લોન્ચ કરશે.

ડિજિટલ કરન્સી (ક્રિપ્ટોકરન્સી) પર 30 ટકા ટેક્સ લાદવામાં આવ્યો છે.

રાજ્યોને મદદ કરવા માટે 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે. આમાં રાજ્યોને 50 વર્ષ માટેની વ્યાજ વગરની લોન પણ આપવામાં આવશે.

સરકારે કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાની જાહેરાત કરી છે. દિવ્યાંગો માટે પણ ટેક્સમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે.

જેમ્સ અને જ્વેલરી પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો

જેમ્સ અને જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.

નકલી જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી 400 રૂપિયા પ્રતિ કિલો હશે.

માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME)ને મજબૂત કરવા માટે નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. 5 વર્ષમાં 6000 કરોડ રૂપિયા આપવામાં આવશે.


**ઈન્કમટેક્સ**

આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નહીં

ITRમાં ભૂલ સુધારવા 2 વર્ષની તક મળશે

કોર્પોરેટ ટેક્સ 18થી ઘટાડીને 15% કરાયો

કોર્પોરેટ સરચાર્જ 12%થી ઘટાડીને 7% કરાયો

સહકારી સરચાર્જ 12%થી ઘટાડીને 7% કરાયો

કર્મચારીઓના પેન્શન પર ટેક્સમાં છૂટ

સ્ટાર્ટઅપને 2023 સુધી ટેક્સ ઈન્સેટિવ

2022 - 23માં રાજકોષીય ખાદ્ય 6.4% રહેવાનો અંદાજ

IT દરોડામાં જપ્ત મિલકત પર સેટલમેન્ટ નહીં થાય

ચામડાનો સામાન, કપડા સસ્તાં થશે

કૃષિ ઉત્પાદનોની આયાત, મેડિકલ ડિવાઈસમાં છૂટ

વિદેશથી આવનારી મશીન સસ્તી થશે

હીરા, રત્નો પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5% કરાઈ

No comments:

Post a Comment