Covid-19: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 નવા કેસ, અમદાવાદમાં ઓમિક્રોનની એન્ટ્રી
રાજ્યમાં રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 68 કેસ નોંધાયા છે. જેની સામે 74 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી.
વિશ્વમાં કોરોનાનો નવો વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે ઓમિક્રોને હવે અમદાવાદમાં પણ એન્ટ્રી મારી છે. અમદાવાદ લંડનથી આવેલો મુસાફર શંકાસ્પદ લાગતા તેનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ સિવિલની મેડિસીટીમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ છે.
લંડનથી દુબઈ થઈને અમદાવાદ એરપોર્ટ આવેલા આણંદના 48 વર્ષના વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો. હાલમાં આ દર્દી સ્વસ્થ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
કોરોનાના નવા વેરિયન્ટને લઈને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ નાગરિકોને અપીલ કરી હતી કે, કોરોનાના નવા વેરિયન્ટથી ગભરાવવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂરત છે.
No comments:
Post a Comment