Search This Website

Sunday, December 19, 2021

ખૂન નો બદલો ખૂનથી લઇ રહ્યા છે બંદર! એક-એક કરીને મારી નાખ્યા 250 કુતરા, જાણો અજીબ ઘટના


ખૂન નો બદલો ખૂનથી લઇ રહ્યા છે બંદર! એક-એક કરીને મારી નાખ્યા 250 કુતરા, જાણો અજીબ ઘટના



કુતરા, જાણો અજીબ ઘટના

મહારાષ્ટ્રના (Maharashtra)બીડ જિલ્લામાં (Beed District) વાંદરાઓનો (Monkey)બદલો લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે

  એક મહિના પહેલા કુતરાએ વાંદરાના બચ્ચાને મારી નાખ્યું હતું આ પછી વાંદરાઓએ બદલો લેવા માટે કુતરાના બચ્ચાને મારવાના શરૂ કરી દીધા
 
 

બીડ : મહારાષ્ટ્રના (Maharashtra)બીડ જિલ્લામાં (Beed District) વાંદરાઓનો (Monkey)બદલો લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિના પહેલા કુતરાએ વાંદરાના બચ્ચાને મારી નાખ્યું હતું. આ પછી વાંદરાઓએ બદલો લેવા માટે કુતરાના બચ્ચાને મારવાના શરૂ કરી દીધા છે. છેલ્લા એક મહિનામાં વાંદરાઓએ લગભગ 250 કુતરાને ઉંચાઇથી ફેંકીને મારી નાખ્યા (monkeys killed puppies)છે. હવે નાના બાળકો ઉપર પણ હુમલો શરૂ કર્યો છે.

મામલો બીડ જિલ્લાનો છે. અહીં છેલ્લા એક મહિનાથી વાંદરાઓએ આતંક મચાવેલો છે. તેમને કુતરાનું બચ્ચું જોવા મળે તો તે ઉઠાવી જાય છે અને કોઇ ઉંચા સ્થાન પર લઇ જઈને નીચે ફેંકી દે છે. બતાવવામાં આવી રહ્યું છે કે વાંદરાઓએ આ રીતે છેલ્લા એક મહિનામાં કુતરાના લગભગ 250 બચ્ચાને મારી નાખ્યા છે. માજલગામથી લગભગ 10 કિલોમીટર દૂર લવૂલ ગામ છે. લગભગ પાંચ હજારની વસ્તીવાળા આ ગામમાં હવે કુતરાનું કોઇ બચ્ચું જોવા મળતું નથી. વાંદરાઓને પકડવા માટે ગામના લોકોએ વન વિભાગનો સંપર્ક કર્યો હતો. વન વિભાગવાળા વાંદરાને પકડવા માટે આવ્યા હતા પણ પકડાયા નથી.
વાંદરોઓનો બદલો!

ગામના લોકોનું કહેવું છે કે વાંદરા આવું બદલો લેવાના ઇરાદાથી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેની શરૂઆત કુતરાએ એક વાંદરાના બચ્ચાને મારી નાખી પછી થઇ છે. પોતાના બચ્ચાના મોતનો બદલો લેવા માટે વાંદરાઓએ કુતરાના બચ્ચાને ઉઠાવી જતા હતા અને તેને ઉંચી ઇમારત કે ઝાડ પર લઇ જઈને ત્યાંથી નીચે ફેંકી દેતા હતા.

વન વિભાગની નિષ્ફળતા પછી વાંદરાઓના આતંકથી કુતરાને બચાવવા માટે ગામના લોકોએ પોતાના સ્તર પર પ્રયત્ન કર્યો હતો. જોકે આવું કરવું લોકો માટે જાનલેવા સાબિત થઇ રહ્યું છે. ઉંચાઇવાળી ઇમારત પર પહોંચ્યા પછી વાંદરા તેમની ઉપર પણ હુમલો કરી રહ્યા છે. આ કારણે કેટલાક લોકો વાંદરાના હુમલાના કારણે ઉંચાઇથી નીચે પડવાના કારણે ઇજાગ્રસ્ત થયા છે.


વાંદરાઓએ છેલ્લા એક મહિનામાં ગામના મોટાભાગના કુતરાના બચ્ચાને મારી નાખ્યા છે. હવે ગામમાં નહીં બરાબર કુતરાના બચ્ચા છે. જેથી વાંદરાએ હવે બાળકોને નિશાન બનાવવા શરૂ કર્યા છે. ખાસ કરીને સ્કૂલે જતા બાળકો પર આ પ્રકારનો હુમલા થઇ રહ્યા છે. જેના કારણે ગામમાં ડરનો માહોલ છે.

No comments:

Post a Comment