પ્રધાનમંત્રી ઉજાલા યોજના(UJALA): સરકાર આપશે એલ.ઈ.ડી ટ્યુબલાઈટ તેમજ બલ્બ જુવો વધુ માહિતી
November 11, 2021
UJALA યોજના અંતર્ગત ૨૦ વૉટની એલ.ઈ.ડી ટ્યુબલાઈટ તેમજ ૫ સ્ટાર માનક ધરાવતા ઉર્જા વપરાશ ઘટાડનાર પાંખોનું વિચાર શરુ કર્યું છે. ૨૦ વૉટની એલ.ઈ.ડી ટ્યુબલાઈટ સામાન્ય ટ્યુબલાઈટ કરતાં અડધીજ વીજળી વાપરે છે અને ઉર્જા બચાવતી આ નવી ટ્યુબલાઈટની બજાર કિંમત ૪૦૦થી ૬૦૦ રૂપિયા છે, જે ગ્રાહકોને ૨૨૦ રૂપિયામાં આપવામાં આવે છે.
એલ.ઈ.ડી બલ્બ મેળવવા માટેની પાત્રતા :
વિદ્યુત પુરવઠાનું વિતરણ કરનારી કોઈપણ કંપનીનું મીટરવાળું કનેક્શન મેળવેલું હોય તેવા કોઈપણ ગ્રાહકને બજાર કિંમત કરતાં ૪૦%ના રાહત ડરે એલ.ઈ.ડી.બલ્બ આપવામાં આવશે.
બલ્બની કિંમતના નાણાં માસિક હપ્તેથી ચૂકવવાની પણ સગવડ ઉજાલા યોજનામાં આપવામાં આવી છે.
કુટુંબદીઠ અપાતા બલ્બની સંખ્યા:
ગ્રાહક ઓછામાં ઓછા ૨ અને વધુમાં વધુ ૧૦ ઉજાલા બલ્બ ખરીદી શકશે. અભ્યાદમાં એવું જાણવા મળે છે કે એક કુટુંબને પાંચથી છ બલ્બની જરૂર રહેતી હોય છે.
UJALA યોજના કેવી રીતે કામ કરે છે:
એનર્જી એફિસિયન્સી સર્વિસીઝ લિમિટેડ બજાર કિંમતના ૪૦% ના ભાવે ઉજાલા બલ્બનું ગ્રાહકોને વિતરણ કરશે.
યોજના માટે જરૂરી મૂડી રોકાણ ઈ.ઈ.એસ.એલ. કરશે.
પાંચ વર્ષમાં ખરેખર બચેલી ઉર્જાનું વિનામૂલ્યે ડિસ્કોમ દ્વારા ઈ.ઈ.એસ.એલ.ને ચુકવવામાં આવશે.
આ યોજનામાં ભારત સરકારની કોઈ જ સબસીડીની જરૂર પડશે નહીં.
યોજનાની કોઈ જ અસર વીજદર પર પડશે નહીં.
ખામીવાળા કે ઊડી ગયેલા એલ.ઈ.ડી બલ્બ અંગે:
દરરોજ ચાર-પાંચ કલાક ચાલુ રાખતો હોય, તેવા એલ.ઈ.ડી બલ્બનું આયુષ્ય ૧૫ વર્ષ કરતાં પણ વધારે હોય છે અને બલ્બ ઊડી જવાની શક્યતા નથી. આમ છતાં પણ ખરીદીના ત્રણ વર્ષથી ઓછા સમયમાં બલ્બ ઊડી જાય, તો ઈ.ઈ.એસ.એલ. દ્વારા ઉડેલો બલ્બ વિનામૂલ્યે બદલાવી શકાશે, એની વિગતો બલ્બનું વિતરણ પૂરું થયે જાહેર કરવામાં આવશે.
બલ્બનું વેચાણ ચાલુ હોય, એ દરમિયાનમાં ખામીવાળા એલ.ઈ.ડી બલ્બ શહેરમાં આવેલા કોઈપણ વેચાણકેન્દ્ર પર બદલી શકાશે. કોઈપણ બીત્ર્ણ કેન્દ્ર પરથી ખરીદેલો ઉજાલા બલ્બ બીજા કોઈપણ કેન્દ્ર પરથી બદલાવી આપવામાં આવશે
UJALA યોજના અમલમાં હોય, તેવા રાજ્યો:
UJALA યોજના આખાયે ભારત દેશમાં લાગુ કરવામાં આવી છે. એલ.ઈ.ડી બલ્બનું રાહત દરે વેચાણ કરતાં શહેરો અને આખીયે વેચાણ વ્યવસ્થા વેબસાઈટ ઉપર મૂકવામાં આવી છે.
જરુરી પુરાવા
છેલ્લે ભરેલું વીજળી બીલ અને એની ફોટોકોપી.
પોતાનું ફોટો ઓળખપત્ર
રહેઠાણનો પૂરાવો આપતું પ્રમાણપત્ર-જે વીજબિલમાં દર્શાવેલું સરનામું જ હોવું જોઈએ.
બલ્બની કિંમત જેટલા નાણાં ખરીદતી વખતે ન આપી શકાય તેમ હોય તો અપાયેલ નાણાં અને બાકી ચૂકવવાના નાણાં- જે વીજબિલમાં હપ્તાવાર ઉમેરાઈને આવશે, એની વિગત.
નોધ: એલ.ઈ.ડી બલ્બ જો રોકડેથી ખરીદવાનો હોય તો રહેઠાણનો પૂરાવો આપવો જરૂરી નથી.
No comments:
Post a Comment