આનંદો / નવેમ્બરમાં 4 મહિનાનું ભેગુ મળશે એરિયર, કેન્દ્રીય કર્મચારીઓના DA-DRમાં થશે આટલો વધારો

કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓ માટે સારા સમાચાર છે. નિવૃત કર્મચારીઓને નવેમ્બરના પેન્શનની સાથે DR સહિત ચાર મહિનાની રકમ પણ મળશે.
- નિવૃત કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર
- નિવૃત કેન્દ્રીય કર્મચારીઓને મળશે DRનો લાભ
- ચાલુ કર્મચારીઓને ચાર મહિનાની બાકી રકમ મળશે
- જેનાથી કર્મચારીઓનું પેન્શન વધશે
કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓ માટે સારા સમાચાર છે. નવેમ્બરના પેન્શનસાથે કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓ મોંઘવારી રાહત (ડીઆર)નો લાભ મેળવી શકશે. એટલું જ નહીં ચાર મહિનાની એરિયર્સ પણ હશે જેનાથી કર્મચારીઓનું પેન્શન વધશે.
મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) 1 જુલાઈથી વધારીને 31 ટકા કર્યા બાદ હવે એવી માહિતી મળી છે કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરની બાકી રકમ પણ નવેમ્બરમાં નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં સામેલ કરવામાં આવશે. આ સત્તાવાર નિર્ણયની હજી જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં અપેક્ષા છે. આ બાબત એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવી હતી. ખાસ કરીને, ડીઆરની ગણતરી મૂળભૂત પગાર પર કરવામાં આવે છે. આથી નિવૃત્ત કર્મચારીનું પેન્શન 20,000 રૂપિયા હશે તો તેમના પગારમાં 600 રૂપિયાનો વધારો કરવામાં આવશે. આ વધારો ૩ ટકાના વધેલા ડીઆર પર આધારિત હશે.
આટલું મળશે DA અને DR
સાતમા પગાર પંચમાં મળેલા પગારના આધારે અધિકારી ગ્રેડના પગારમાં નોંધપાત્ર વધારો થશે. જો કોઈનો બેઝિક પગાર હાલમાં 31,550 રૂપિયા છે, તો અત્યાર સુધીમાં તેમને 28 ટકા ડીઆર પર 8,834 રૂપિયા મળી રહ્યા હતા. પરંતુ હવે જ્યારે ડીઆર 3 ટકાથી વધીને 31 ટકા થઈ ગયો છે ત્યારે તેમને ડીઆર તરીકે દર મહિને 9,781 રૂપિયા મળશે. પગારમાં દર મહિને ૯૪૭ રૂપિયાનો વધારો કરવામાં આવશે. એ જ રીતે વાર્ષિક પગારમાં રૂ.11,364નો વધારો કરવામાં આવશે. ઓફિસર ગ્રેડ ના પગારના આધારે ગણતરીઓ પર નજર કરીએ તો ડીઆર માં દર મહિને 947 રૂપિયાનો વધારો થશે. આનો અર્થ એ થયો કે ચાર મહિનાની બાકી રકમ 3,788 રૂપિયા હશે. જો આપણે નવેમ્બરના વધેલા ડીઆરનો સમાવેશ કરીએ તો પેન્શનરોને રૂ. 4,375 મળશે.
મંજૂરી ક્યારે મળી
ગયા મહિને કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3 ટકાના વધારાને મંજૂરી આપી હતી. અગાઉ સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ ને ૧૧ ટકાથી વધારીને ૧૭ ટકાથી વધારીને ૨૮ ટકા કરવાનો નિર્ણય લીધો હતો. આમ ૨૮ ટકા તરીકે ઉપલબ્ધ ડીએ ૩૧ ટકા સુધી પહોંચી ગયું છે. ડીએના તાજેતરના વધારાથી કેન્દ્ર સરકારના ૪૭.૧૪ લાખ કર્મચારીઓ અને ૬૮.૬૨ લાખ પેન્શનરોને ફાયદો થશે. નવા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતથી સરકારી તિજોરી પર 9,488.70 કરોડ રૂપિયાનો બોજો વધશે.
Read more
No comments:
Post a Comment