Search This Website

Friday, October 15, 2021

આજે IPL 2021ની ફાઇનલમાં બે વિશ્વ વિજેતા ટીમના કપ્તાનની ટીમો વચ્ચે ટક્કર


IPL 2021નો ફાઇનલ મુકાબલો શુક્રવારે સાંજે 7.30 કલાકે શરૂ થશે. ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડરની એકબીજા સામે ટકરાશે. ચેન્નાઇ આ પહેલા 3 વખત IPL માં ચેમ્પિયન બની ચૂકી છે. જ્યારે કોલકત્તાની ટીમ 2 વખત IPLમાં ચેમ્પિયન રહી ચુકી છે. આજનો મુકાબલો રોમાંચક બની રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બંને ટીમોના ખેલાડીઓ શાનદાર ફોર્મમાં જણાઇ રહ્યાં છે. બંને ટીમો છેલ્લી 3 મેચથી જીત મેળવી ફાઇનલ મુકાબલા સુધી પહોંચી છે. ત્યારે ક્રિકેટ ચાહકોમાં આ વખતે કોણ ચેમ્પિયન બનશે તેને લઇ ઉત્તેજના દેખાઇ રહી છે.

IPLની ફાઇનલમાં બે એવી ટીમો વચ્ચે ટક્કર થશે જેમણે શરૂઆતના ભાગમાં નબળું પ્રદર્શન છતાં જોરદાર વાપસી કરી ફાઇનલ સુધી પહોંચી. ચેન્નાઇ સુપર કિંગની ટીમ ગત સિઝનમાં છેલ્લા ક્રમે રહી હતી. કોલકત્તા નાઇટ રાઇડર્સે વર્તમાન સિઝનના પ્રથમ 7માંથી 5 મેચ હારી ચુકી હતી ત્યારબાદ બીજી સિઝનમાં જોરદાર વાપસી કરી હતી. કોલકત્તા નાઇટ રાઇડર્સને દુબઇ કિંગ્સ તરીકે ઓળખવામાં આવી રહી છે.

બંને ટીમના કપ્તાનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોત-પોતાની ટીમને વન-ડેમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવી ચૂક્યા છે. બંને વિશ્વ વિજેતા ટીમના કપ્તાનો કોઇ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રથમ વખત આમને સામેને ટકરાઇ રહ્યાં છે. બંનેની પ્રકૃતિ એક સમાન છે. શાંત ચીત્તે તેઓ રમતને પોતાની તરફેણમાં લઇ જવા સક્ષમ છે. બંને ટીમનો બેટિંગનો મદાર ટોપ 4 પર આધારિત છે. સ્પીન બોલિંગમાં બંને ટીમો પાસે શાનદાર બોલર્સ ઉપલબ્ધ છે.

આજની ફાઇલન મેચ જીતવા માટે ધોની એટલે સુપર કિંગ્સને ફેવરિટ માનવામાં આવી રહી છે. પરંતુ કોલકત્તાનું જે પ્રમાણેનું બીજા ભાગમાં પ્રદર્શન રહ્યું તે જોતા કોલકત્તા પણ ફાઇલન જીતી ત્રીજી વખત IPL ચેમ્પિયન બનવા માટે ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. મેચનો આધાર ટોસ પરથી નક્કી થશે. જે ટીમ ટોસ જીતશે તેના ભાગમાં IPLની ચેમ્પિયનશીપ જીતવાની સંભાવનાઓ વધી જશે.

No comments:

Post a Comment