Search This Website

Saturday, October 16, 2021

BREAKING: Lokarakshak Recruitment | iCC T20 World Cup માટે ભારતીય ટીમ જાહેર, જાણો કોને મળી તક, કોણ થયું બહાર


BIG BREAKING: Lokarakshak Recruitment

Source: Twitter



આઈસીસી વિશ્વકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ સહિત આ ખેલાડીઓને તક આપવામાં આવી છે

ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.


રિઝર્વ ખેલાડીઓઃ શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.  


એમએસ ધોનીને મળી મોટી જવાબદારી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આઈસીસી ટી20 વિશ્વકપ માટે મેન્ટોરની જવાબદારી સોંપી છે. તે કોચ રવિ શાસ્રી સાથે કામ કરશે. આ રીતે ટીમ ઈન્ડિયામાં ફરી ધોનીની વાપસી થઈ છે.


અનુભવી ઓપનર શિખર ધવનને ટી20 વિશ્વકપની ટીમમાં તક મળી નથી. ધવનને બીસીસીઆઈએ બહાર કરી દીધો છે. તો રવિચંદ્રન અશ્વિનની ચાર વર્ષ બાદ લિમિટેડ ઓવર્સ ક્રિકેટની ટીમમાં વાપસી થઈ છે. અશ્વિન છેલ્લે 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમ્યો હતો. તો ભારતે સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલને પણ નજરઅંદાજ કર્યો છે. 


ભારતીય ટીમમાં પાંચ સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલર
બીસીસીઆઈએ વિશ્વકપ માટે જાહેર કરેલી ટીમમાં પાંચ સ્પિનરોને તક આપવામાં આવી છે. જેમાં રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, રાહુલ ચાહર, અક્ષર પટેલ અને વરૂણ ચક્રવર્તી છે. તો ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીને તક મળી છે. 

No comments:

Post a Comment