Search This Website

Sunday, October 17, 2021

બહુ જલ્દી માર્કેટ આવશે આ કંપનીની ઇલેક્ટ્રિક કાર, જાણો કેટલી હશે કિંમત


આજકાલ આખી દુનિયાની સાથે ભારતમાં પણ ઈલેક્ટ્રીક વ્હીકલની જોરશોરથી વાતો થઈ રહી છે, કેટલીક કંપનીઓએ ઈલેક્ટ્રીક કાર લોન્ચ પણ કરી દીધી છે. જોકે, દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ હાલ ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરવાની ઉતાવળમાં નથી. કંપનીનું કહેવું છે કે તે આ સેગમેન્ટમાં ચોક્કસ આવશે, પરંતુ તેના માટે તે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે. કંપનીના ચેરમેન આરસી ભાર્ગવે હાલમાં જ યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં જણાવ્યું હતું કે ઈલક્ટ્રીક ગાડીઓ ગ્રાહકોને પરવડે તેવી કિંમતમાં વેચી શકાય તે સ્થિતિ ના આવે ત્યાં સુધી મારુતિ આ સેગમેન્ટમાં નહીં આવે.


શેરહોલ્ડર્સને સંબોધતા આર.સી. ભાર્ગવે જણાવ્યું હતું કે કંપની ખોટ ખાઈને ઈલેક્ટ્રીક ગાડીઓ બનાવવા નથી માગતી. તેમણે કહ્યું હતું કે દેશમાં જ્યારે ઈલેક્ટ્રીક ગાડીઓ લોકોને પરવડે તેવી કિંમતમાં ઉપલબ્ધ થશે ત્યારે જ તેનું મોટાપાયે ઉત્પાદન શક્ય છે. મારુતિ આ સેગમેન્ટમાં ચોક્કસ આવશે, ઈલેક્ટ્રીક કાર પણ બનાવશે પરંતુ તેના માટે યોગ્ય સમય આવે ત્યારે જ, તેમ તેમણે ઉમેર્યું હતું.

દેશમાં હાલ ઈલેક્ટ્રીક વાહનો માટે મોટાપાયે તૈયારીઓ થઈ રહી છે. ટાટા મોટર્સ, મહિન્દ્રા, બજાજ, ટીવીએસ, એમજી જેવી કંપનીઓએ પોતાના ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર લોન્ચ પણ કરી દીધા છે. ઈલેક્ટ્રીક વાહનોનું વેચાણ વધારવા માટે સરકારે FAME સ્કીમ (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રીડ એન્ડ ઈલેક્ટ્રીક વ્હીકલ)ની મર્યાદા 31 માર્ચ 2024 સુધી લંબાવી છે. ક્રુડ ઓઈલની આયાતના વધતા જતા ખર્ચમાંથી રાહત મેળવવાનો તેમજ પર્યાવરણને સ્વચ્છ રાખવાનો એકમાત્ર ઓપ્શન ઈલેક્ટ્રીક વાહનો છે. ગુજરાત સહિતના કેટલાક રાજ્યોએ ઈલેક્ટ્રીક વાહનો પર સબસિડીની યોજનાઓ પણ અમલમાં મૂકી દીધી છે.

ઈલેક્ટ્રીક વ્હીકલની વાતો મોટાપાયે થઈ રહી છે, પરંતુ ઈલેક્ટ્રીક કારની કિંમત હજુય સામાન્ય માણસની પહોંચથી દૂર છે. વળી, ચાર્જિંગ માટેનું યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજુય વિકસ્યું ના હોવાથી ઘણી કાર કંપની ઈલેક્ટ્રીક કારનું ઉત્પાદન કરવામાં અચકાઈ રહી છે. દેશમાં હાલ ટાટા નેક્સોન EV સૌથી સફળ ઈલેક્ટ્રીક કાર ગણવામાં આવે છે. ટાટા થોડા દિવસોમાં Tigor EV પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. ટાટાની ઈલેક્ટ્રીક કાર્સ સિંગલ ચાર્જમાં 300 કિમીની આસપાસની રેન્જ આપે છે. જોકે તેની કિંમત 10 લાખથી વધારે થાય છે.



સુઝુકી મોર્ટસ કૉર્પ ભારતમાં તેમની પહેલી ઇલેક્ટ્રીક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટસ મુજબ વર્ષ 2025 સુધીમાં  કંપની ભારત પહેલી ઇલેક્ટ્રીક કાર લોન્ચ કરી શકે છે. સુઝુકી મારૂતિની સાથે મળીને  કામ કરી રહી છે. આ કારની કિંમતની વાત કરીએ તો 15 લાખથી માંડીને 10 લાખ સુધીની દર્શાવવામાં આવી છે. જો કે હાલ ભારતમાં ઇલેકટ્રિક વાહનનું વેચાણ ખૂબ જ ધીમું છે. ભારત સરકાર વર્ષ 2030 સુધીમાં 30 ટકા ઇલેક્ટ્કિ વાહનોનું લક્ષ્ય નિશ્ચિત કરી ચૂકી છે. ઇલેક્ટ્રીક વાહનો પ્રત્યે લોકોનું આકર્ષણ વધારવા માટે સરકાર સબસિડી પણ આપી રહી છે. હાલ ગુજરાત સરકારની નવી EV પોલિસીના કારણે પણ રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. સુજુકીની ઇલેક્ટ્રીક કારના લોન્ચિંગને હજુ સમય છે પરંતુ Maruti Suzuki Wagon R EV ઝડપથી લોન્ચ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.


1 comment:

  1. Goyang Casino Hotel - Las Vegas
    Goyang Casino Hotel is the official name of the property for its gaming facilities in the resort 바카라 사이트 Las goyangfc Vegas. The resort's gaming poormansguidetocasinogambling.com floor, filmfileeurope.com casino, and spa are

    ReplyDelete