ગુજરાતની હવામાં વેપાર છે! રિલાયન્સે અધધ... 5792 કરોડમાં ખરીદી આ કંપની, જુઓ મુકેશ અંબાણીએ શું કહ્યું
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ સોલાર એનર્જી ક્ષેત્રે એક મોટી ડિલ કરી છે. રિલાયન્સ ન્યૂ એનર્જી સોલારે રવિવારે આ ડિલ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, તેમના દ્વારા 5792 કરોડ રૂપિયામાં REC (REC Solar Holdings) ખરીદી છે.
1996માં RECની થઈ હતી સ્થાપના
નોર્વે મુખ્યાલય સ્થિત REC 1996માં સ્થાપના કરવામાં આવી હતી. તેનું operational headquarters સિંગાપુરમાં છે. સાથે જ ઉત્તરી અમેરિકા, યૂરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયા પ્રશાંતમાં તેનું રિઝનલ કેન્દ્ર છે. આ કંપનીની પાસે 600થી વધુ ઉપયોગ અને ડિઝાઈન પેટન્ટ છે, જેમાંથી 446ને મંજૂરી મળી છે. REC ખાસ કરીને research અને development ફોકસ કંપની છે.
રિલાયન્સ જામનગરના ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સમાં તેની સિલિકોન-થી-પીવી-પેનલ ગીગાફેક્ટરીમાં આરઈસી સોલરની ટેકનોલોજીનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. તે દર વર્ષે 4GW ની ક્ષમતા સાથે શરૂ થશે. સમયાંતરે આને વાર્ષિક ક્ષમતા 10GW સુધી વધારવામાં આવશે. REC સોલરની ભારતીય ઉપખંડમાં 5,000 MW ની સ્થાપિત ક્ષમતા છે. REC ની વેબસાઈટ દાવો કરે છે કે તેની છત પર લગાવેલી પેનલ ઓછામાં ઓછી 25 વર્ષ સુધી ટકી શકે છે.
સ્વચ્છ અને હરિયાળી ઉર્જા લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “હું આરઈસીના હસ્તાંતરણથી અત્યંત ખુશ છું કારણ કે તે સૂર્યદેવની અમર્યાદિત અને વર્ષભરની સૌર ઊર્જાનો ઉપયોગ કરવામાં મદદ કરશે. આ હસ્તાંતરણ દાયકાના અંત પહેલા 100 જીડબલ્યુ સ્વચ્છ અને હરિયાળી ઉર્જા બનાવવાના રિલાયન્સના લક્ષ્યને હાંસલ કરવા માટે નવી અને અદ્યતન તકનીકો અને ઓપરેશનલ ક્ષમતાઓમાં રોકાણ કરવાની અમારી વ્યૂહરચનાને અનુરૂપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2030 સુધીમાં ભારતમાં 450 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ઉત્પન્ન કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને આ હાંસલ કરવા માટે કોઈ એક કંપનીનું આ સૌથી મોટું યોગદાન હશે. આ ભારતને આબોહવા સંકટને દૂર કરવામાં અને ગ્રીન એનર્જીમાં વિશ્વ અગ્રણી બનવામાં મદદ કરશે.
No comments:
Post a Comment