Search This Website

Thursday, October 14, 2021

દરરોજ 50 રૂપિયા બચાવીને બનો કરોડપતિ


you can become a millionaire by saving 50 rupees a day know more

જો તમે ક્યાય ઈન્વેસ્ટ કરવા વિશે વિચારી રહ્યા છો તો આ ખબર તમારા માટે છે. જેમાં દરરોજ 50 રૂપિયા બચાવીને કરોડપતિ બની શકો છો

25 વર્ષની ઉંમરમાં રોકાણ 
જો તમે 25 વર્ષની ઉંમરથી રોજ 50 રૂપિયા બચાવવાનું શરૂ કરો છો અને તેમાં તમે મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા ઈન્વેસ્ટ કરી શકો છો. તો 60 વર્ષની ઉંમરમાં તમે સરળતાથી કરોડપતિ બની જશો. એટલે કે 35 વર્ષમાં તમારે ફક્ત 50 રૂપિયા દરરોજ સેવિંગ કરવાનું છે.

શું છે કરોડપતિ બનવાનું ગણિત 
જો તમે 50 રૂપિયા દરરોજ બચાવો છો તો મહિનાના 1500 રૂપિયા થશે. ત્યાં જ મ્યુચ્યુઅલ ફંડ સરેરાશ  12થી 15 ટકા સુધી રિટર્ન આપે છે. આ હિસાબથી જો 35 વર્ષના લોન્ગ ટાઈમ પીરિયડ સુધી તમે ઈન્વેસ્ટ કરી શકો છો તો કુલ 6.3 લાખ રૂપિયા જમા થઈ જશે. તેના પર 12.5 ટકાનું રિટર્ન મળવા પર તેની વેલ્યુ 1.1 કરોડ રૂપિયા થઈ જશે. 

30 રૂપિયાની ઉંમરમાં રોકાણ 
જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા 30 વર્ષની ઉંમરમાં ઈન્વેસ્ટ કરવાનું શરૂ કરી શકો  છો. તો તમારે ઈન્વેસ્ટની સમય મર્યાદા 5 વર્ષ ઓછી થઈ જશે અને તમે 30 વર્ષનું રોકાણ કરી શકશો. તેમાં 1500 રૂપિયા મહિનાના હિસાબથી 30 વર્ષના સમયગાળામાં કુલ 5.4 લાખ રૂપિયા ઈન્વેસ્ટ થશે. તેમાં કુલ વેલ્યુ 59.2 લાખ રૂપિયા થઈ જશે. કુલ મળીને 5 વર્ષના રોકાણનો સમય ઘટવાથી તમારે લગભગ 40 લાખ રૂપિયાનું નુકસાન થશે. 

No comments:

Post a Comment