Search This Website

Saturday, July 3, 2021

કોરોના ગુજરાત LIVE:2 કોર્પોરેશન અને 18 જિલ્લામાં શૂન્ય કેસ, સવા વર્ષમાં પહેલીવાર રાજ્યમાં માત્ર 76 નવા કેસ, 190 દર્દી ડિસ્ચાર્જ અને 3ના મોત

 

😷કોરોના ગુજરાત LIVE:2 કોર્પોરેશન અને 18 જિલ્લામાં શૂન્ય કેસ, સવા વર્ષમાં પહેલીવાર રાજ્યમાં માત્ર 76 નવા કેસ, 190 દર્દી ડિસ્ચાર્જ અને 3ના મોત






રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી વેવમાં રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે 100થી ઓછા કેસ નોઁધાયા છે. 18 જિલ્લા અને 2 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં 2020ની 14 એપ્રિલ બાદ પહેલીવાર 78થી ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 76 નવા કેસ નોંધાયા છે. તેમજ 190 દર્દી સાજા થયા છે. જેને પગલે રિક્વરી રેટ સુધરીને 98.47 ટકા થયો છે. અમદાવાદ શહેર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં 1-1 મળીને કુલ 3 દર્દીના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 2 જુલાઈએ 80 કેસ, 28મી જૂને 96 કેસ, 29મી જૂને 93, 30મી જૂને 90 કેસ અને 1 જુલાઈએ 84 કેસ હતા.



2527 એક્ટિવ કેસ અને 11 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 23 હજાર 763ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 67 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 11 હજાર 169 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2 હજાર 527 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 2 હજાર 516 દર્દીની હાલત સ્થિર છે.



રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને નવા કેસ



1 જૂનથી 3 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ



રાજ્યમાં કુલ 823763 કેસ, 10067 દર્દીના મોત અને 8011169 ડિસ્ચાર્જ



Source link

No comments:

Post a Comment