Search This Website

Saturday, July 3, 2021

જવલ્લે જ બનતી ઘટના:ધોરાજીમાં નાગ-નાગણીના પ્રણય કરતા LIVE દ્રશ્યો કેમેરામાં કેદ, ખેતરમાં જતા રસ્તા વચ્ચે એકમેકમાં ઓતપ્રોત બન્યા




જવલ્લે જ બનતી ઘટના:ધોરાજીમાં નાગ-નાગણીના પ્રણય કરતા LIVE દ્રશ્યો કેમેરામાં કેદ, ખેતરમાં જતા રસ્તા વચ્ચે એકમેકમાં ઓતપ્રોત બન્યા



નાગ અને નાગણી 30 મિનીટ સુધી પ્રણય કરતા નજરે પડ્યા હતા


નાગ-નાગણી ક્યારેય પ્રણયક્રિડા કરતા જોવા મળે નહીં. નાગ-નાગણીની પ્રણયક્રિયાના દ્રશ્યો શુભ સંકેત માનવામાં આવે છે. આવી જ ઘટના ધોરાજીના ભૂતવડ ગામે બની છે. ભૂતવડ ગામે ખેતરમાં જતા રસ્તા વચ્ચે નાગ-નાગણીના પ્રણય કરતા LIVE દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. નાગ અને નાગણી એકમેકમાં ઓતપ્રોત બન્યા હોય તેવો વીડિયો સ્થાનિક લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.

30 મિનીટ સુધી આ ઘટના ચાલી
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે પરંતુ વરસાદ ન આવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. બીજી તરફ અસહ્ય બફારાને કારણે જીવ-જંતુઓ જમીનમાંથી બહાર જોવા મળી રહ્યાં છે. નાગ અને નાગણી 30 મિનીટ સુધી પ્રણય કરતા નજરે પડ્યા હતા. આસપાસનું વાતાવરણ શાંત હોવાથી નાગ-નાગણી એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત બન્યા હતા. ખૂબ જ દુર્લભ ગણાતા આ દ્રશ્યો જોવા માટે ગામમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને દૂરથી નાગ-નાગણીના પ્રણયને નીહાળ્યું હતું.

સ્થાનિક લોકોએ મોબાઇલમાં વીડિયો કેદ કર્યો.

વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત
રાજકોટ જિલ્લામાં વાવણી થયા બાદ વરસાદ નહીં વરસતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ધોરાજી પંથકમાં પણ વરસાદના અભાવે વાવેલો પાક સૂકાવા લાગ્યો છે. ખેડૂતોએ ભીમ અગિયારસ પર ખેતરોમાં વાવેતર કરી દીધું હતું. જોકે બાદમાં વરસાદ ન પડતા હાલ ખેડૂતો ચિંતામાં અનુભવી રહ્યાં છે. હવે જો વરસાદ ન પડે તો કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકને નુકસાન થવાની ભીતિ છે. વરસાદ દેવને રિઝવવા માટે ભૂતવડ ગામના ખેડૂતોએ રામધૂન પણ બોલાવી હતી.

લોકો જોવા માટે ઉમટ્યા હતા.

No comments:

Post a Comment