કેબિનેટ વિસ્તરણ / માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલય તો સિંધિયાને નાગરિક ઉડ્ડયન અપાયું, જાણો નવી કેબિનેટમાં કોને કયું ખાતું મળ્યું
કેબિનેટ વિસ્તરણ બાદ ખાતાની ફાળવણી કરાઈ છે. અમિત શાહને નવા રચાયેલા સહકારીતા મંત્રાલયની જવાબદારી સોંપાઈ છે. મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહ સંભાળશે મિનિસ્ટ્રી ઑફ કૉ-ઓપરેશનનો પ્રભાર
મનસુખ માંડવિયા બન્યા દેશના નવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી
મહેન્દ્રભાઈ મુંજપરા મહિલા અને બાળ વિકાસના રાજ્યમંત્રી બનાવાયા
કેબિનેટ વિસ્તરણ બાદ મોદી સરકારમાં ખાતાની ફાળવણીની જાહેરાત કરવામાં આવી રહી છે. અમિત શાહને નવા રચાયેલા સહકારીતા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે તો મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય, કેમિકલ મંત્રી બનાવાયા છે. સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો પ્રભાર અપાયો છે.
ક્યા નેતાને કયું મંત્રાલય સોંપાયું, જુઓ આખું લીસ્ટ
PM મોદીએ 7 મંત્રીઓને પ્રમોટ કર્યાં.
અનુરાગ ઠાકુર, જીકે રેડ્ડી, મનસુખ માંડવિયા, કિરણ રિજ્જુ, આરકે સિંહ, હરદીપ સિંહ પુરી અને પુરષોત્તમ રુપાલાનો સમાવેશ થાય છે. આ તમામ 7 રાજ્યમાં મંત્રી હતા, તેમને કેબિનેટનો દરજ્જો આપવામાં આવ્યો છે.
- ગૃહમંત્રી અમિત શાહ સંભાળશે મિનિસ્ટ્રી ઑફ કૉ-ઓપરેશનનો પ્રભાર
- મનસુખ માંડવિયા બન્યા દેશના નવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી
- મહેન્દ્રભાઈ મુંજપરા મહિલા અને બાળ વિકાસના રાજ્યમંત્રી બનાવાયા
- અશ્વિની વૈષ્ણવ હશે ભારતના નવા રેલ મંત્રી
- દેશના નવા શિક્ષણ મંત્રી હશે ધર્મેન્દ્ર પ્રધાન
- કેમિકલ, ફર્ટિલાઇઝર મંત્રાલય પણ દેશના નવા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પાસે જ રહેશે
જ્યોતિરાદિત્ય સિંધિયાને દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી બનાવાયા
- હરદીપ સિંઘ પુરીને દેશના નવા પેટ્રોલિયમ મંત્રી બનાવાયા, શહેરી વિકાસ મંત્રાલય પણ તેમની પાસે જ રહેશે
- જ્યોતિરાદિત્ય સિંધિયાને દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી બનાવાયા
દેશના નવા રમત-ગમત મંત્રી બન્યા અનુરાગ ઠાકુર
- પરસોત્તમ રૂપાલાને ડેરી અને મત્સ્ય વિકાસ મંત્રાલય સોંપાયું
- મીનાક્ષી લેખીને વિદેશ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવાયા
- દેશના નવા રમત-ગમત મંત્રી બન્યા અનુરાગ ઠાકુર, આ સિવાય સૂચના-પ્રસારણ મંત્રાલયની જવાબદારી પણ તેમને જ સોંપાઈ
કેબિનેટ મંત્રીની યાદી
1. નારાયણ રાણે
2. સર્વાનંદ સોનોવાલ
3. વીરેન્દ્ર કુમાર
4. જ્યોતિરાદિત્ય સિંધિયા
5. આરસીપી સિંહ
6. અશ્વિની વૈષ્ણવ
7. પશુપતિ કુમાર પારસ
8. કિરણ રિજ્જૂ
9. રાજકુમાર સિંહ
10. હરદીપ સિંહ પુરી
11. મનસુખ માંડવિયા
12. ભુપેન્દ્ર યાદવ
13. પુરષોતમ રુપાલા
14. જી કિશન રેડ્ડી
15. અનુરાગ ઠાકુર
No comments:
Post a Comment