🌩️જાતજાતના વીજ ચમકારા .
ચો માસામાં આકાશમાં થતાં વીજળીના ચમકારા અને ગડગડાટ સૌએ જોયા હોય. વીજળી એ કુદરતી પરિબળ છે. ક્યારેક હોનારત પણ સર્જે. આકાશમાં થતી વીજળી કેવી રીતે થાય છે તે જાણીતી વાત છે.
ઘણા કહે કે વીજળી એટલે વીજળી એમાં નવું શું? પણ તમે જાણો છો કે વિજ્ઞાાનીઓએ વીજળીના લક્ષણો જોઈને પણ પ્રકાર પાડયા છે. વિજ્ઞાાનીઓ સેંકડો વર્ષોથી વીજળીનો અભ્યાસ કરીને કંઈક નવું શોધી કાઢે છે અને તે માનવજાતને ઉપયોગી થાય છે.
સામાન્ય રીતે વાદળોમાં થતા વીજ ચમકારાને સ્ટ્રીક લાઈટનિંગ કહે છે. આવી વીજળી આકાશમાં જ રહે છે. બીજો પ્રકાર છે ક્લાઉડ ટુ ગ્રાઉન્ડ એટલે કે વાદળમાંથી નીકળીને જમીન તરફ આવતો ચમકારો. આ જોખમી વીજળી છે.
પૃથ્વીના વીજભારથી આકર્ષાઈને તે જમીન પર પડે છે અને તે સ્થળે બધુ બળીને ભસ્મ થઈ જાય છે. ખૂબ પવન હોય ત્યારે વાદળોની વચ્ચે વારંવાર ચમકારા દેખાય તેને રિબન લાઈટનિંગ કહે છે.
બે વાદળો વચ્ચે આવજા કરતા ચમકારાને ક્લાઉડ ટુ ક્લાઉડ લાઈટનિંગ કહે છે. આ ચમકારા ક્યારેક દેખાય નહીં પણ ગડગડાટ સંભળાય છે. ક્યારેક વાદળોની કિનારી ચમકી ઉઠે છે.
ચોમાસા સિવાય જ્વાળામુખી સક્રિય થાય ત્યારે તેના વીજભાર ધરાવતા રજકણોને કારણે પણ વીજળી થાય છે. તેને ડ્રાય લાઈટનિંગ કહે છે.
No comments:
Post a Comment