કોરોનામાં વર્ક ફ્રોમ હોમના કારણે સાઇબર હુમલાનું પ્રમાણ વધવાની ભીતિ
- એફએસબીના અહેવાલમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
- કોવિડ પહેલા પ્રતિ સપ્તાહ 5000થી પણ ઓછા હુમલા કોવિડ પછી પ્રતિ દિન 11 લાખ
લંડન : કોરોના કાળમાં સમગ્ર વિશ્વમાં કર્મચારીઓમાં વર્ક ફ્રોમ હોમનું પ્રમાણ વધતા સાઇબર હુમલામાં પણ વધારો થઈ રહ્યો છે, આના પગલે ફાઇનાન્સિયલ ફર્મ્સે તેમની સંરક્ષણ હરોળને વધારે મજબૂત બનાવવાની જરુર છે, એમ ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી બોર્ડ (એફએસબી)એ જણાવ્યું હતું.
જી-૨૦ દેશોના નાણાકીય નિયમોમાં સંકલન પર ધ્યાન રાખતી એફએસબીએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના લીધે વિવિધ અર્થતંત્રોએ લોકડાઉન લાદતા રિમોટ વર્કિંગના કે વર્ક ફ્રોમ હોમના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો હતો. આના પગલે સાઇબર હુમલાની સંભાવનામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરમાં હવે વર્ક ફ્રોમ હોમ (ડબલ્યુએફએચ) ઉદ્યોગમાં કેટલાક સમય સુધી ટકે તેમ માનવામાં આવે છે.
એફએસબીએ જી૨૦ મિનિસ્ટર્સ અને મધ્યસ્થ બેન્કોના અહેવાલમાં જણાવ્યું હતું કે મોટાભાગના સાઇબર ફ્રેમવર્ક્સે આ પ્રકારની પરિસ્થિતિની કલ્પના કે સમીક્ષા જ કરી નથી કે હવે લગભગ દરેક દેશમાં વર્ક ફ્રોમ હોમનું એક ચલણ બની ગયું છે ત્યારે સાઇબર હુમલામાં જંગી વધારો થાય તો તેને પહોંચી વળવા માટે શું કરવું જોઈએ.
આ અહેવાલ રોગચાળાની નાણાકીય સ્થિરતા પર પડેલી અસરમાંથી શીખેલા પદાર્થપાઠની સમીક્ષા છે. ૨૦૦૮ની સબપ્રાઇમ કટોકટી પછી કોવિડ-૧૯ એવો પ્રથમ મહત્ત્વનો આંતરરાષ્ટ્રીય બનાવ છે જેણે નાણાકીય નિયમોની રીતસરની આકરી પરીક્ષા લીધી છે. વિશ્વના મોટાભાગની નાણાકીય સિસ્ટમે કોવિડ-૧૯નો સામનો સારી રીતે કર્યો છે, એમ એફએસબીએ જણાવ્યું હતું.
લોકડાઉનના નિયંત્રણો હળવા થઈ ગયા છે પરંતુ ફાઇનાન્સિયલ ફર્મ્સે કર્મચારીઓને જણાવ્યું છે કે તેઓ સપ્તાહના અમુક દિવસ વર્ક ફ્રોમ હોમ કરી શકે છે. બાકીના સમયમાં તે ઓફિસેથી કામ કરી શકે.
સાઇબર પ્રવૃત્તિઓ જેવી કે ફિશિંગ, રેન્સમવેર અને મેલવેર ફેબુ્રઆરી ૨૦૨૦ સુધી પ્રતિ સપ્તાહ પાંચ હજારથી પણ ઓછી હતી, જ્યારે એપ્રિલ ૨૦૨૧માં તે પ્રતિ સપ્તાહ બે લાખથી પણ વધુ વધી ગઈ હતી.
એફએસબીએ જણાવ્યું હતું કે નાણાકીય સંસ્થાઓ તો સામાન્ય રીતે મજબૂત હોય છે, પરંતુ તેણે સાઇબર રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસ, સાઇબર ઇન્સિડન્ટ રિપોર્ટિંગ, રિસ્પોન્સ અને રિકવરીની પ્રવૃત્તિઓ તથા મહત્ત્વના થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડરના મેનેજમેન્ટ જેમકે ક્લાઉડ સર્વિસને વધારરે ધારદાર બનાવવાની જરૂર છે.
ફેડરલ રિઝર્વના વાઇસ ચેરમેન રેન્ડલ ક્વોરલ્સના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં અગ્રણી નાણાકીય કેન્દ્રોના રેગ્યુલેટરો અને મધ્યસ્થ બેન્કોતેનો અંતિમ અહેવાલ ઓક્ટોબરમાં આપશે.
No comments:
Post a Comment