Search This Website

Saturday, July 3, 2021

દુર્લભ બીમારી પ્રોજેરિયા:યુક્રેનની દસ વર્ષની છોકરી 80 વર્ષની વૃદ્ધા જેવી બની ગઈ, બહાદુરીભર્યાં સંઘર્ષ બાદ અંતે દુનિયાને અલવિદા કહી, પેરિસ જવાનું સપનું અધુરું રહી ગયું




દુર્લભ બીમારી પ્રોજેરિયા:યુક્રેનની દસ વર્ષની છોકરી 80 વર્ષની વૃદ્ધા જેવી બની ગઈ, બહાદુરીભર્યાં સંઘર્ષ બાદ અંતે દુનિયાને અલવિદા કહી, પેરિસ જવાનું સપનું અધુરું રહી ગયું






તે બન્ને હાથથી અલગ-અલગ ચિત્રો દોરી શકવાની અભૂતપૂર્વ કુશળતા ધરાવતી હતી
ઈરોચકાને પેરિસ જઈ પ્રભાવશાળી કલાકૃતિને પ્રદર્શિત કરવા સપનું હતું, પણ તે અગાઉ તેનું મોત નિપજ્યું
યુક્રેનમાં એક 10 વર્ષની છોકરીનું મોત નિપજ્યું છે. આ છોકરી 10 વર્ષની ઉંમરે 80 વર્ષની વૃદ્ધા જેવી થઈ ગઈ હતી. આ છોકરીના મોતને લીધે કલા પ્રેમિયોને ઘણો આઘાત લાગ્યો છે. તે બન્ને હાથ વડે પેઈન્ટિંગ કરી શકવાની અદભૂત કલા ધરાવતી હતી. ડોક્ટરોનો દાવો છે કે આ છોકરી એક એવી બીમારીનો સામનો કરી રહી હતી, જે સમગ્ર વિશ્વમાં માંડ 179 દર્દી છે.


યુક્રેનની વતની આ 10 વર્ષની છોકરીનું નામ ઈરિકા 'ઈરોચકા' ખિમિચ હતું. ઇરિના પ્રોજેરિયા નામની દુર્લભ બીમારીનો શિકાર બની હતી. જે ઉંમરને સામાન્ય દર કરતાં આઠ ગણી કરે છે.

ડોક્ટરનું કહેવું છે કે કલાકાર ઈરિના 'ઈરોચકા' ખિમિચની ઉંમર માંડ 10 દસ વર્ષ હતી, પણ તેનું શરીર 80 વર્ષનું હોય તેવું લાગતું હતું. પોતાના અલ્પજીવનમાં તે એક પ્રભાવશાળી કલાકાર બની હતી અને પોતાના કાર્યથી વ્યાપક પ્રમાણમાં પ્રસિદ્ધી હાંસલ કરી હતી.


છોકરીની માતા દીનાએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે તેની દિકરીનું અવસાન થયું છે. ઈરોચકાને પેરિસ જવાનું સ્વપ્ન હતું, જ્યાં તેની પ્રભાવશાળી કલાકૃતિને પ્રદર્શિત કરવાની યોજના હતી, પણ તે અગાઉ જ તેનું મોત નિપજ્યું છે.





ઈરોચકાની આ બીમારી માટે ભંડોળ એકત્રિત કરવામાં મદદરૂપ બનનાર યુક્રેનના વ્યવસાયીક એન્ડ્રી જેડેસેંકોએ કહ્યું કે એક નાજૂક, અનોખી અને પ્રભાવશાળી છોકરી કે જેણે ભયજનક અને દુર્લભ બીમારી પ્રોજેરિયા સાથે દસ વર્ષ સુધી બહાદુરીપૂર્વક સંઘર્ષ કર્યો.

તે બન્ને હાથથી અલગ-અલગ ચિત્રો બનાવી શકતી હતી. આ બાબત અભૂતપુર્વ છે. અમને ઘણી ખુશી છે કે અમે તેના કાર્યને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં સફળ રહ્યા છીએ. તેનામાં પ્રેમ, શક્તિ, ઈમાનદારી હતી

No comments:

Post a Comment