વર્ષમાં 300 દિવસ સુવે છે આ માણસ:ખાવાથી લઈને ન્હાવા સુધી બધુ ઉંધમાં, જગાડવામાં લાગે છે કલાકો; ભાસ્કર ટીમ સાથે વાત કરવા માટે 2 મિનિટ જ જાગ્યા, લોકો કહે છે કુંભકરણ.પુરખારામને હાયપરસોમ્નિયા નામની બીમારી છે.એક વખત ઉંધ્યા પછી તે 25 દિવસ સુધી જાગતા નથી.
રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક વ્યક્તિ એવો પણ છે, જે વર્ષમાં 300 દિવસ સુધી સુવે છે. તેનુ ખાવાથી લઈને ન્હાવા સુધીનું બધુ ઉંધમાં જ થાય છે. સાંભળવમાં વિચિત્ર લાગે છે, જોકે જિલ્લાના ભાદવા ગામમાં રહેનારો 42 વર્ષનો પુરખારામ અજીબ બીમારીથી પીડિત છે. લોકો તેને કુંભકરણ કહે છે.
જ્યારે ભાસ્કર ટીમને પુરખારામ વિશે માહિતી મળી તો ટીમ 125 કિલોમીટરની મુસાફરી કરીને તેના ઘરે પહોંચી. જ્યારે ટીમ ઘરે ગઈ તો પુરખારામ ઉંધમાં હતા. તેમને જગાડવા માટે ઘરવાળાએ ત્રણ કલાક સુધી મહેનત કરી હતી. જોકે તેઓ જાગ્યા પછી 2 મિનિટ પછી ફરી સુઈ ગયા. જોકે પછીથી ટીમ ત્રણ કલાક સુધી રોકાઈ પરંતુ કોઈ તેમને જગાડી ન શક્યું.
પુરખારામને એક્સિસ હાયપરસોમ્નિયા નામની બીમારી છે. ઘરવાળાએ જણાવ્યું કે એક વખત ઉંધ્યા પછી તે 25 દિવસ સુધી જાગતા નથી. તેની શરૂઆત 23 વર્ષ પહેલા થઈ હતી. શરૂઆતના ગાળામા 5થી 7 દિવસ સુધી સુતા હતા, જોકે ઉઠાડવામાં ખૂબ જ મહેનત કરવી પડતી. આ વાતથી હેરાન ઘરના સભ્યો તેમને ડોક્ટરની પાસે સારવાર માટે લઈ ગયા. જોકે બીમારી પકડમાં આવી ન હતી. ધીરે-ધીરે પુરખારામનો સુવાનો સમય વધતો ગયો અને હવે 1 મહીનોને 25 દિવસ સુધી સુતા રહે છે. ટીમે જ્યારે એક્સપર્ટ સાથે વાત કરી તો ખ્યાલ આવ્યો કે પુરખારામને એક્સિસ હાયરસોમ્નિયા નામની બીમારી છે. આ બીમારીમાં વ્યક્તિ વધુ પ્રમાણમાં ઉંધ લે છે.
પુરખારામને ત્યાં ટીમ પહોંચી તો તેમની પત્ની લિછમી દેવીએ તેમની સાથે વાત કરવાની અપીલ કરી, જોકે આ કામ મુશ્કેલીવાળુ હતું. 3 કલાકની મથામણ પછી પુરખારામ ઉઠ્યા અને તે પણ 2 મિનિટ માટે. ઉઠાડીને ખુરશી પર બેસાડ્યા પરંતુ ત્યાં પણ બેઠા-બેઠા સુઈ ગયા. વધુ ઉંધ આવવા લાગી તો પલંગ પર સુવાડી દીધો. આ દરમિયાન તેમની સાથે વાત થઈ તો તેમણે જણાવ્યું કે તેમને બીજી કોઈ મુશ્કેલી નથી માક્ષ ઉંધ જ વધારે આવે છે. તેઓ પોતે જાગવા માગે છે પરંતુ તેમનું શરીર તેમને સાથ આપતુ નથી. તેમણે જણાવ્યું કે હું સારવાર કરાવીને થાકી ગયો છું. હવે બધુ રામ ભરોસે છે.
દુકાન પણ બંધ
પુરખારામની પત્ની લિછમી દેવીએ જણાવ્યું કે ગામમાં દુકાન છે પરંતુ તે પણ બંધ છે. વૃદ્ધ માતાએ જણાવ્યું કે હાલ તો ખેતીવાડીથી ગુજારો થઈ રહ્યો છે. જોકે એક પૌત્ર અને 2 પૌત્રીઓના અભ્યાસ અને ભવિષ્યને લઈને ચિંતિંત છું.
સુવા દરમિયાન આવું રહે છે રૂટીન
પુરખારામ સુવે પછી તેમનું ઉઠવાનું લગભગ અશકય થઈ જાય છે. તેમને તેમના પરિવારના સભ્યો ઉંધમાં જ ખાવાનું ખવડાવે છે. જ્યારે બાથરૂમ જવાનું હોય છે તો ઉંધમાં જ પુરખારામ બેચેન થઈ જાય છે. તેમને ઉઠાવીને પરિવારના સભ્યો બાથરૂમ લઈ જાય છે. જ્યાં તેમને પકડીને ટોયલેટ સીટ પર બેસાડવામાં આવે છે. અત્યાર સુધી પુખરામની ઉંધનો કોઈ ઈલાજ મળ્યો નથી. જોકે પુખરામની માતા કંવરી દેવી અને પત્ની લિછમી દેવીને આશા છે કે તેઓ ઝડપથી સાજા થઈ જશે અને પહેલાની જેમ પોતાની જીંદગી જીવશે.
એક્સપર્ટ વ્યુઃ એક્સિસ હાયપરસોમ્નિયાના કારણે ઘણા દિવસો સુધી ખૂબ ઉંધ આવે છે: ડો.અરુણ ઝાંઝડિયા
જ્યારે આ અંગે ન્યુક્લિયોમેડીસીનના એમડી અને જયપુરના ડોક્ટર અરુણ ઝાંઝડિયા સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે હાયપરસોમ્નિયા બે પ્રકારના હોય છે. આ કેસમાં એ વાત પ્રકાશમાં આવી છે કે પુરખારામ સતત હાયપરસોમ્નિયાથી પીડાતા હતા. હવે તે સેકન્ડરી હાયપરસોમ્નિયા એટલે કે હવે એક્સિસ હાયપરસોમ્નિયાનો શિકાર થયા છે. તેના કારણે તેમને સતત કેટલાય દિવસો સુધી ઉંધ આવે છે. તેમનું કહેવું છે કે એવું નથી કે હવે તે ક્યારેય સાજા થશે નહિ, તે સાજા થઈ શકે છે. મેડિકલ સાયન્સમાં કમ્પ્લીટ ડાયગ્નોસિસ પછી રેગ્યુલર અને પ્રોપર ટ્રીટમેન્ટની સાથે તેની સારવાર શકય છે.
No comments:
Post a Comment