Search This Website

Sunday, July 4, 2021

શિક્ષણમંત્રીનું નિવેદન:કોરોનાના કેસ ઘટી રહ્યા છે, શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય બાકી; સંભવતઃ 15 ઓગસ્ટ બાદ શરૂ થવાની શક્યતા




📚શિક્ષણમંત્રીનું નિવેદન:કોરોનાના કેસ ઘટી રહ્યા છે, શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય બાકી; સંભવતઃ 15 ઓગસ્ટ બાદ શરૂ થવાની શક્યતા




ગુજરાતમાં હાલ કોરોનાના દૈનિક નોંધાતા કેસનું પ્રમાણ ઘટી રહ્યું છે, તેવાં સંજોગોમાં ટૂંક સમયમાં શાળા-કોલેજો ખૂલવા અંગેનો નિર્ણય લેવાઇ શકે છે, તેમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સરકારની ઉચ્ચસ્તરીય સમિતીમાં આ અંગે નિર્ણય લેવાશે પછી જાહેરાત કરાશે. સંભવતઃ 15 ઓગસ્ટ બાદ શાળાઓ-કોલેજો ફરી શરુ કરાઇ શકે છે.


ફી ઘટાડાશે તો સંચાલકોની કોર્ટમાં જવાની ચીમકી
વાલીઓ માગ કરે છે કે શાળા ફીમાં 50 ટકા જેટલી માફી આપવી જોઇએ. તેની સામે શાળા સંચાલકોએ સરકારને કોર્ટમાં જવાની ચીમકી આપી છે.


હજુ સરકારે ફી ઘટાડા અંગે ઠરાવ કર્યો નથી
સરકારે શાળા સંચાલકોને 25 ટકા ફી ઘટાડવા જણાવ્યું છે, પરંતુ હજુ સુધી તેનો ઠરાવ કર્યો નથી. જેની સામે સંચાકલો ટેક્સ માફી માગી રહ્યા છે.




No comments:

Post a Comment