Search This Website

Monday, July 5, 2021

ધો 12ના વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી શરૂ થશે




ધો 12ના વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી શરૂ થશે














ગાંધીનગર: ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઇથી શરૂ થવા જઇ રહી છે. હોલ ટિકિટ આજથી બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. મોબાઇલ નંબર, E-Mail IDથી ડાઉનલોડ કરી શકાશે.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના રીપીટર/પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા 15 જુલાઇથી શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર 5 જુલાઇ 11 કલાકથી બોર્ડની વેબસાઇટ sci.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇડી દ્વારા લોગઇન કરી ડાઉનલોડ કરી શકાશે. હોલ ટીકીટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના જુલાઇ 2021 પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો/માધ્યમની ખરાઇ કરીને તેમાં પરીક્ષાર્થીનો ફોટો ચોટાડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યના સહી-સિક્કા (અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે) કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે અને તેની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની સૂચનાપ્રતની પ્રિન્ટ આચાર્યએ સહી સાથે ફરજીયાત આપવાની રહેશે.

પ્રવેશપત્ર સાથે ઓનલાઇન મુકવામાં આવેલ વિતરણ યાદીમાં પ્રવેશપત્ર તથા સૂચનાપ્રત આપ્યા બદલની સહી લેવાની રહેશે.

No comments:

Post a Comment