શિક્ષણ / ગુજરાતના વિદ્યાર્થીઓ-વાલીઓ માટે રાહતના સમાચાર, ધોરણ-11માં પ્રવેશ તથા સ્કૂલ ફીને લઈને શિક્ષણમંત્રીનું મોટું નિવેદન
ગુજરાતમાં કોરોના સંક્રમણ અને કેસ ઘટતા હવે શાળા કોલેજો ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે ટૂંક સમયમાં જ શાળા કોલેજો ખોલવા માટે નિર્ણય લેવાઈ શકે છે
ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આવ્યા રાહતના સમાચાર
શિક્ષણ મુદ્દે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મહત્વનું નિવેદન
ધોરણ-11માં પ્રવેશ તથા સ્કૂલ ફીને લઈને આપ્યું નિવેદન
ગુજરાતમાં કોરોના સંક્રમણ અને કેસ ઘટતા હવે શાળા કોલેજો ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે ટૂંક સમયમાં જ શાળા કોલેજો ખોલવા માટે નિર્ણય લેવાઈ શકે છે
Video Click here
Source of VTV
કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહીં રહે
કોરોના કાળમાં ધોરણ 10માં માસ પ્રમોશન અપાતા કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય તેવો ડર વિદ્યાર્થીઓના વાલિઓને સતાવી રહ્યો છે કેમ કે માસ પ્રમોશન મળતા હવે શાળામાં વધુ વર્ગો શરૂ કરવાની નોબત આવી છે ત્યારે વાલીઓની ચિંતાને લઈ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે એક પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહેશે નહીં તેમજ કોઈ વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી.
ઉચ્ચસ્તરીય સમિતીમાં ફી અંગે નિર્ણય લેવાશે
બીજી તરફ શાળા 50 ટકા જેટીલ ફી માંફી આપવામાં આવે તો વાલીઓ માંગ કરી રહ્યા છે તો આ તરફ શાળામાં તો ફી ઘટાડાશે તો સંચાલકોએ કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે આ તરફ શિક્ષણમંત્રીએ કહ્યું છે કે સરકારની ઉચ્ચસ્તરીય સમિતીમાં ફી અંગે નિર્ણય લેવાશે પછી જાહેરાત કરાશે વાલીઓ શાળાઓ શરૂ ન થવાથી 50 ટકા ફી ઘટાડવા માગે છે, શાળા સંચાલકો સંમત નથી સરકારે 25 ટકા ફી ઘટાડવા કહ્યું છે પણ ઠરાવ કર્યો નથી.
રિપીટર વિદ્યાર્થીઓને લઈ મહત્વનું નિવેદન
જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા મામલે શિક્ષણમંત્રીનું નિવેદન આપતા જણાવ્યું છે કે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે, જેનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે જે 15 જુલાઇથી કાર્યક્રમ અનુસાર પરીક્ષા લેવામાં આવનાર છે. આ તરફ કોલેજના વિદ્યાર્થીઓને બે વર્ષથી ટેબ્લેટ મળ્યા નથી જેને લઈ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન જણાવ્યું કે હજુ પણ ટેબ્લેટ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.
No comments:
Post a Comment