Search This Website

Tuesday, July 13, 2021

ગુજરાતમાં આજે ૩1 નવા કેસ, એક પણ મોત નહીં, રિકવરી રેટ 98.69%




😷ગુજરાતમાં આજે ૩1 નવા કેસ, એક પણ મોત નહીં, રિકવરી રેટ 98.69%


ગાંધીનગર, 14 જુલાઇ 2021 મંગળવાર


રાજ્યમાં કોરોના સંક્રમણમાં થઇ રહેલો રાહત આપનારો છે, આજે ૩1 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. ગુજરાતમાં હાલ 179 એક્ટિવ કેસ છે, જ્યારે 6 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 713 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.69% એ આવી ગયો છે.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,074 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 113 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,13,512 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદમાંથી સૌથી વધુ 9, સુરતમાંથી 7, વડોદરામાંથી 4, ભરૂચ, ભાવગર કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, કચ્છ, રાજકોટ કોર્પોરેશન, વડોદરામાં 1-1 નવા કેસ સામે આવ્યા છે.

રાજ્યના તમામ જિલ્લામાં 10થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે જ્યારે 20થી વધુ જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાનવગર, બોટાદ, છોટા ઉદેપુર, અમદાવાદ, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી, વલસાડનો સમાવેશ થાય છે.

No comments:

Post a Comment