UIDAIએ જાહેર કર્યો જરૂરી નંબર, ફોનમાં કરી લો સેવ અને તમામ મુશ્કેલીઓ થશે ચપટીમાં દૂર

UIDAI એ ટ્વિટ કરીને કહ્યું છે કે આધાર સાથે જોડાયેલી તમામ સમસ્યાને માટે હવે એક ફોન કરી લેવાથી તે દૂર થશે. આ સુવિધા 12 ભાષામાં મળશે. આ માટે તમારે ફક્ત 1 નંબર પર ફોન કરવાનો રહેશે.
UIDAIએ જાહેર કર્યો જરૂરી નંબર
મુશ્કેલીઓ થશે ચપટીમાં દૂર
ફોનમાં કરી લો સેવ
જો તમને પણ આધાર સાથેની કોઈ સમસ્યા છે તો તમે તેને ચપટીમાં અને એક ફોનની મદદથી દૂર કરી શકો છો. UIDAIએ ટ્વિટ કરીને આ માટેની જાણકારી આપી છે. આ હેલ્પ લાઈન નંબર 1947 છે. આ નંબરને યાદ કરવો સરળ છે કેમકે તે એ આંકડો છે જ્યારે દેશ આઝાદ થયો હતો. આ નંબર પર ફોન ફ્રીમાં કરી શકાય છે. આખું વર્ષ આઈવીઆરએસ મોડ પર 24 કલાક સુવિધા આપે છે. આ હેલ્પ લાઈન નંબર લોકોને આધાર નામાંકન કેન્દ્રો, નામાંકન કર્યા બાદ આધાર નંબરની સ્થિતિ અને અન્ય આધાર સંબંધી જાણકારી આપે છે. આ સિવાય જો કોઈનું કાર્ડ ખોવાઈ જાય છે કે પોસ્ટથી મળ્યું હોતું નથી તો આ સુવિધાની મદદથી તેની જાણકારી મળી રહે છે.
UIDAIએ કર્યું છે ટ્વિટ
UIDAIએ ટ્વિટ કરીને આ વિશે જાણકારી મેળવી છે. આધારે કહ્યું કે આધાર હેલ્પલાઈન અઠવાડિયાના 7 દિવસ અને 24 કલાકની સેવા આપે છે. 1947 પર કોલ કરીને આ સુવિધાનો લાભ લઈ શકાય છે. એજન્ટથી વાત કરવા માટે સોમવારથી શનિવારે સવારે 7થી રાતના 11 સુધી અને રવિવારે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી સુવિધા મળે છે.
12 ભાષામાં મળે છે આ સુવિધા
આધાર સાથે જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન કરવા માટે UIDAIએ 1947 નંબર જાહેર કર્યો છે. અહીં ફોન કરીને તમે મુશ્કેલીનો હલ મેળવી શકો છો. આ સેવા 12 ભાષા હિંદી, અંગ્રેજી, તેલૂગુ, કન્નડ, તમિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, અસામી અને ઉર્દૂમાં મળી રહી છે.
No comments:
Post a Comment