Search This Website

Friday, June 4, 2021

Today latest News 4 June


કોરોનાથી 9 હજાર બાળકોએ માતા કે પિતા ગુમાવ્યા, 1700 અનાથ થયા






દેશમાં કોરોનાના નવા 1.34 લાખ કેસ, વધુ 2887નાં મોત

કોરોનાને હરાવી અત્યાર સુધીમાં 2.63 કરોડ લોકો સાજા થયા, કોરોનાના કુલ કેસો 2.84 કરોડને પાર

સીરમે રશિયાની સ્પૂતનિક રસીનું ભારતમાં ઉત્પાદન કરવા સરકાર પાસેથી મંજૂરી માગી

નવી દિલ્હી : છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.34 લાખ કેસો સામે આવ્યા છે. જ્યારે વધુ 2887 લોકોના મોત નિપજ્યા છે. કોરોનાના કુલ કેસોનો આંકડો 2.84 કરોડે પહોંચી ગયો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 6.21 ટકાએ પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામેલાનો આંકડો 3.37 લાખે પહોંચી ગયો છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસો હવે 17 લાખે આવી ગયા છે. દરમિયાન કોરોનાથી ભારતમાં 9 હજારથી વધુ બાળકોએ માતા આૃથવા પિતાને ગુમાવ્યા છે.

એક જ દિવસમાં કોરોનાના 21.59 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે સાથે જ કુલ ટેસ્ટનો આંકડો 35.37 કરોડે પહોંચી ગયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 6.21 ટકાએ આવી ગયો છે. સતત 10 દિવસથી પોઝિટિવિટી રેટ 10 ટકાની નીચે પહોંચી ગયો છે.

અત્યાર સુધીમાં કોરોનાથી 2.63 કરોડ લોકો સાજા થઇ ગયા છે. જ્યારે દૈનિક મૃત્યુદર ફરી ઘટીને 1.19 ટકાએ પહોંચ્યો હતો. બીજી તરફ રસીકરણ અભિયાન તેજ બનાવવા માટે રશિયાની સ્પૂતનિક રસીનું ભારતમાં ઉત્પાદન કરવામાં આવી શકે છે.

સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા હાલ કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન કરાઇ રહ્યું છે. એવામાં આ ઇન્સ્ટિટયૂટે હવે રશિયાની સ્પૂતનિક રસીનું પણ પોતે ઉત્પાદન કરવા માગતી હોવાનું સરકારને કહ્યું છે. સીરમ ઇન્સ્ટિટયૂટે સ્પૂતનિક રસીના ભારતમાં ઉત્પાદન માટે મંજૂરી માગી છે. આ રસીના ઉત્પાદન અને પરીક્ષણનું કામ ભારતમાં સીરમ ઇન્સ્ટિટયૂટને સોપવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે.

સીરમે આ રસીના ઉત્પાદન માટે ગમાલેયા રીસર્ચ ઇન્સ્ટિટયૂટ ઓફ એપિડેમિઓલોજી અને માઇક્રોબાયોલોજી, મોસ્કો સાથે જોડાણ પણ કર્યું છે. હાલ સીરમે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ) સમક્ષ સ્પૂતનિક વી રસીના ઉત્પાદનની અનુમતી માગી છે.

બીજી તરફ સરકારે બાળકોને કોરોનાથી બચાવવા માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. ખાસ કરીને જે બાળકો કોરોનાથી અનાથ બન્યા હોય તેમને ધ્યાનમાં રાખી બહાર પડાયેલી ગાઇડલાઇન મૂજબ રાજ્યો, જિલ્લા મેજિસ્ટ્રેટ્સ, પોલીસ, પંચાયત રજ સંસૃથાઓ વગેરેની જવાબદારી નક્કી કરી છે.

દરમિયાન જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં 9346 બાળકોએ માતા આૃથવા પીતા બેમાંથી એકને ગુમાવ્યા છે જ્યારે 1700 બાળકો એવા છે કે જેમણે માતા પિતા બન્નેને ગુમાવી દીધા છે.

આ આંકડા બાળકોના અિધકારોના રક્ષણ માટેના રાષ્ટ્રીય કમિશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવ્યા હતા. આવા બાળકોની આિર્થક સિૃથતિથી લઇને તેમની સંપૂર્ણ જાણકારી એકઠી કરવામા આવશે જે નવી ગાઇડલાઇનમાં પણ સામેલ કરાયું છે. બાદમાં સરકાર દ્વારા આ બાળકો સુધી સહાય પુરી પાડવામાં આવશે.



કોરોના વેક્સિનને મંજૂરી, સરકારે કહ્યું- સંપૂર્ણ સુરક્ષિત




બાળકોની રસીને બ્રિટનની મંજૂરી


12 થી 15 વર્ષની વયના બાળકોમાં સફળતા પૂર્વક થયું પરીક્ષણ


અમેરિકા પણ આપી ચૂક્યું છે મંજૂરી



કોરોના સંકટ વચ્ચે નાના બાળકોને પણ રસી આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બ્રિટનની મેડિસિન રેગ્યુલેટરી બોડીએ અમેરિકન ફાર્મા કંપની ફાઇઝરની રસી 12-15 વર્ષના બાળકોમાં વાપરવાની મંજૂરી આપી છે. દેશના નિયમનકારી અધિકારીએ આ રસીને આ વય જૂથ માટે સંપૂર્ણ સલામત હોવાનું પણ નિવેદન આપ્યું છે.



12 થી 15 વર્ષની વયના બાળકોમાં સફળતા પૂર્વક થયું પરીક્ષણ

ઓથોરિટીએ જણાવ્યું કે, અમે 12 થી 15 વર્ષની વયના બાળકોમાં આ રસીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ રસી આ વય જૂથ માટે સંપૂર્ણ સલામત અને અસરકારક હોવાનું જણાયું છે. તેમાં કોઈ પણ પ્રકારનો ભય નથી. જો કે, હવે તે દેશમાં રસીઓની નિષ્ણાત સમિતિ પર નિર્ભર છે કે તેઓ આ વય જૂથમાં રસી આપશે કે નહીં.


વેક્સિનના ટ્રાયલમાં 2000 બાળકોને સામેલ કરવામાં આવ્યા છે. કમીશન ઓન હ્યૂમમન મેડિસિનના ચેરમેન પ્રોફેસર સર મુનીર પીર મોહમ્મદે કહ્યું કે, બાળકોમાં ટ્રાયલ કરતી વખતે અમે ખાસ ધ્યાન રાખીએ છીએ, ખાસ કરીને સાઈડ ઈફેક્ટ વિશે.



અમેરિકામાં પણ ફાઈઝર વેક્સિનને આપવામાં આવી છે મંજૂરી

આ પહેલા અમેરિકામાં પણ ફાઈઝર વેક્સિન 12 વર્ષના બાળકોને આપવાની મંજૂરી આપવામાં આવી છે. મે મહિનામાં 2 હજારથી વધુ અમેરિકન વોલેન્ટિયર પર કરવામાં આવેલ ટ્રાયલના આધારે ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કહ્યું હતું કે, ફાઈઝર વેક્સિન સુરક્ષિત છે અને 12થી 15 વર્ષના કિશોરને મજબૂત સુરક્ષા આપે છે, ફાઇઝર અને જર્મન પાર્ટનર બાયોટેકે તાજેતરમાં જ યુરોપીય સંઘમાં બાળકોના વેક્સિનેશનને મંજૂરી માગી છે.





Source link


No comments:

Post a Comment