મહામારી / PM મોદીએ ફરી વાર ચોંકાવ્યાં, વર્ચ્યુઅલ મીટિંગમાં અચાનક કરી નાખ્યું આ કામ, વિદ્યાર્થીઓ બન્યાં હતપ્રત
શિક્ષણ મંત્રાલયે વર્ચ્યુઅલ મીટિંગ બોલાવી
પ્રધાનમંત્રી મોદી અચાનક મીટિંગમાં જોડાયા
વિદ્યાર્થીઓને માર્કિંગ અંગે પૂછ્યું
પ્રધાનમંત્રી મોદીએ ફરી વાર બધાને ચોંકાવી દીધા. આ વખતે તેઓ અચાનક જ વિદ્યાર્થીઓ સાથેની વર્ચ્યુઅલ મીટિંગમાં જોડાઈ ગયા અને તેમની સાથે વાત કરવા લાગ્યાં.
વર્ચ્યુઅલ મીટિંગમાં પ્રધાનમંત્રીના સામેલ થવાનો કાર્યક્રમ નહોતો.
આ વર્ચ્યુઅલ મીટિંગ શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જોકે સત્તાવાર રીતે તો આ મીટિંગમાં પ્રધાનમંત્રી સામેલ થવાના ન હતા. પરંતુ બધું અચાનક જ બન્યું હતું.સીબીએસઈની 12 મા ધોરણની પરીક્ષા રદ કરવામાં આવ્યાં બાદ પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે વાત કરી.
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીને આ સવાલ પૂછ્યો
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને માર્કિંગની રીત પણ પૂછી હોવાનું કહેવાય છે. પ્રધાનમંત્રી દ્વારા ધોરણ 12 ની પરીક્ષા રદ કરવામાં આવ્યાં બાદ સૌથી મોટો સવાલ એ છે કે વિદ્યાર્થીઓને કયા આધારે પાસ કરવામાં આવશે.
શું પરીક્ષા વગર વિદ્યાર્થીઓને પાસ કરી દેવાશે- લોકોના મનમાં ઘુમરાતો સવાલ
CBSE ધોરણ 12 ની પરીક્ષા રદ થયા બાદ હવે એવા સવાલ ઉઠવા લાગ્યાં કે શું પરીક્ષા વગર વિદ્યાર્થીઓને પાસ કરી દેવાશે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગે તો કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ CBSE અધિકારીઓને પરીક્ષાના સારા માપદંડો પ્રમાણે 12 ના રીઝલ્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. 12 મા ધોરણની બોર્ડની પરીક્ષા પર પ્રધાનમંત્રીએ યોજી મહત્વની બેઠક યોજી હતી. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના કાળમાં વિદ્યાર્થીઓના જીવન જોખમમાં ન મૂકી શકાય. હાઈ લેવલમાં બેઠકમાં પ્રધાનમંત્રીએ મોદીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.પ્રધાનમંત્રીની બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયેલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારામણ અને શિક્ષણ મંત્રાલયના ઘણા અધિકારીઓ હાજર રહ્યાં હતા. બેઠકમાં પરીક્ષાના આયોજન સંબંધિત સૂચનો અને વિકલ્પો પર મંથન થયું હતું.
વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા
બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. કોરોનાકાળમાં બાળકો પર તણાવ નાખવો સારી વાત નથી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ધોરણ 12 ની પરીક્ષાના આયોજનની વિરૃદ્ધ છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે 12 મા ધોરણની પરીક્ષા અંગે બાળકો અને માતાપિતા ઘણા ચિંતિત છે. તેઓ ઈચ્છે છે કે વેક્સિનેશન વગર ધોરણ 12 ની પરીક્ષા ન થવી જોઈએ. કેજરીવાલે જણાવ્યું કે મારી કેન્દ્ર સરકારને અપીલ છે કે 12 મા ની પરીક્ષા રદ કરવામાં આવે. છેલ્લા પર્ફોમન્સને આધારે આકલન કરીને વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં આવે.
Source link
No comments:
Post a Comment